India News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ચાલુ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં અમેરિકા અને કેનેડાના મહત્વપૂર્ણ કૂટનીતિક પ્રવાસે જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. મિયામી (ફ્લોરિડા) સ્થિત ‘ટ્રમ્પ નેશનલ ડોરલ’ ખાતે 14 અને 15 ડિસેમ્બરે યોજાનારી G20 શિખર પરિષદમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચી શકે છે. આ સમિટનું યજમાનપદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)સંભાળવાના છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે (Sergio Gore)પણ વડાપ્રધાનના આ અમેરિકા પ્રવાસ અંગે સંકેત આપ્યા છે.
PM Modi : ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો અને ક્વાડ સમિટ
આ અમેરિકા મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં દ્વિપક્ષીય વેપાર કરારો અને આર્થિક સહયોગ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત G20 સમિટની સાથે જ ‘ક્વાડ’ (QUAD) નેતાઓની વિશેષ બેઠક યોજવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ અગાઉ ફેબ્રુઆરી 2025 માં વોશિંગ્ટન ડીસી ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત યોજાઈ હતી.
કેનેડાનો પ્રવાસ અને UNGA મામલે વિદેશ મંત્રીની ભૂમિકા
અમેરિકાના પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી કેનેડાની પણ સત્તાવાર મુલાકાત લઈ શકે છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સંકેત આપ્યા છે કે આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અટકેલા વેપાર કરારોને આખરી ઓપ આપવામાં આવશે. બીજી તરફ, ન્યૂયોર્કમાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81 મા સત્રમાં ભારતીય દળનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કરી રહ્યા છે, જેઓ 26 સપ્ટેમ્બરે મહાસભાને સંબોધિત કરશે.
આ પણ વાંચો :ભારતમાં 17 વર્ષમાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ! 15% ઘટ, બિહાર-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચિંતા
આ પણ વાંચો :જમુઈ શરમજનક ઘટના પર રાજકારણ ગરમાયું; આરોપી નંદન યાદવનું હાફ એન્કાઉન્ટર
આ પણ વાંચો :બિહાર વિધાન પરિષદની 8 સીટો પર ચૂંટણીની જાહેરાત:જાણો શિડ્યુલ અને સમીકરણો
