World News:વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોના હકો અને તેમની પ્રાથમિકતાઓ અંગે ભારતે ફરી એકવાર મજબૂત સ્ટેન્ડ લીધું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે (Dr. S. Jaishankar) ગ્લોબલ સાઉથ દેશો (Global South countries)ની ઉચ્ચસ્તરીય મંત્રીસ્તરીય બેઠકમાં પ્રભાવશાળી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ સાઉથના દેશો વૈશ્વિક સંકટોનો સામનો કરવામાં સૌથી આગળ છે, પરંતુ નિર્ણયો લેવાની પ્રક્રિયા (Decision-making) માં તેમને સૌથી પાછળ રાખવામાં આવે છે. જૂની પદ્ધતિ પર ચાલતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં હવે તાત્કાલિક સુધારાની જરૂર છે.
ઊર્જા-ખાદ્ય સુરક્ષા અને AI નો સમાન ઉપયોગ:Dr. S. Jaishankar
ડૉ. જયશંકરે ભારપૂર્વક કહ્યું કે ઊર્જા સુરક્ષાને રાજકીય હથિયાર ન બનાવવું જોઈએ અને અનાજ તથા ખાતરના પુરવઠામાં આવતી અડચણો દૂર થવી જોઈએ. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) ના યુગમાં નવો ડિજિટલ તફાવત ઊભો ન થાય તે માટે ભારતે પોતાના સ્વદેશી AI ટૂલ્સ અને ટેકનોલોજી ગ્લોબલ સાઉથના દેશો સાથે શેર કરવાની તૈયારી દર્શાવી છે. ભારત ઉત્પાદન ક્ષમતા વધારવા અને માત્ર ગ્રાહક દેશ બનીને ન રહેવાની નીતિનું સમર્થન કરે છે.

હવામાન પરિવર્તન અને દરિયાઈ સુરક્ષા પર ભાર:
દરિયાઈ વેપાર અને જહાજોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે આંતરરાષ્ટ્રીય નિયમોના પાલન પર ભાર મૂક્યો હતો. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે ગ્લોબલ સાઉથના દેશોએ માત્ર વિકસિત રાષ્ટ્રો પર નિર્ભર રહેવાને બદલે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (International Solar Alliance) અને સીડીઆરઆઈ (CDRI) જેવા ભારત પ્રેરિત મંચોનો ઉપયોગ કરવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં સુધારા દ્વારા જ વિકાસશીલ દેશોને યોગ્ય ન્યાય મળી શકશે.
આ પણ વાંચો :દેશમાં ફરી વરસાદી તાંડવ; અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટો ધડાકો: બંધ કારમાંથી મળી આવ્યા બે પોલીસકર્મીઓના મૃતદેહ
આ પણ વાંચો :રૂપિયા 2700 ની કેન્સરની દવાની MRP રૂ.27000 ! દર્દીઓ સાથેની ખુલ્લી લૂંટ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
