Sabarkantha News/ હિંમતનગર પાસે ભયાનક અકસ્માત: બાઈક અથડાતા યુવક ગરનાળામાં પડ્યો, બચાવવા કૂદેલો મિત્ર પણ ડૂબ્યો

હિંમતનગર નજીક કાંકરોલ પાસે નેશનલ હાઈવે-48 પર બાઈક અકસ્માત (Kankrol Highway Bike Accident) બાદ ગરનાળાના પાણીમાં ડૂબી જતાં બે યુવકોના મોત થયા.

Top Stories Gujarat Others Breaking News
Kankrol Highway Bike Accident: મિત્રને બચાવવા કૂદ્યો, પણ બંને ડૂબ્યા: હિંમતનગર પાસે બે યુવકોના કરૂણ મોત

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકરોલ પાસે નેશનલ હાઈવે-48 પર મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત (Kankrol Highway Bike Accident) સર્જાયો હતો. જાદરનો મેળો માણવા અલગ-અલગ બાઈક પર નીકળેલા બે મિત્રો પૈકી એકની બાઈક ગરનાળાની દીવાલ સાથે અથડાતાં યુવક ઉછળીને ગરનાળામાં ભરાયેલા પાણીમાં જઈ પડ્યો હતો. મિત્રને બચાવવા પાછળથી આવી રહેલો અન્ય યુવક પણ પાણીમાં કૂદી પડ્યો હતો. જોકે પાણી ઊંડું હોવાથી બંને યુવકો બહાર આવી શક્યા નહોતા અને તેમના મોત થયા હતા.

Kankrol Highway Bike Accident: ગરનાળાની દીવાલ સાથે બાઈક અથડાઈ

મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના ગામડી ગામના 32 વર્ષીય અજયસિંહ પરમાર અને 25 વર્ષીય ભરતસિંહ પરમાર જાદર ખાતે યોજાયેલા મેળામાં જવા માટે અલગ-અલગ બાઈક પર નીકળ્યા હતા. મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે કાંકરોલ નજીક નેશનલ હાઈવે-48 પર અજયસિંહની બાઈક ગરનાળાની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત (Kankrol Highway Bike Accident) એટલો ગંભીર હતો કે અથડામણ બાદ અજયસિંહ બાઈક પરથી ઉછળીને ગરનાળામાં ભરાયેલા પાણીમાં જઈ પડ્યા હતા.

મિત્રને બચાવવા ભરતસિંહે પાણીમાં છલાંગ લગાવી

અજયસિંહ સાથે પાછળથી પોતાની બાઈક પર આવી રહેલા ભરતસિંહે સમગ્ર ઘટના પોતાની આંખે જોઈ હતી. મિત્ર પાણીમાં પડતાં તેમણે તાત્કાલિક બાઈક રોકી હતી અને અજયસિંહને બચાવવાના પ્રયાસમાં ગરનાળાના પાણીમાં છલાંગ લગાવી હતી.પરંતુ ગરનાળામાં પાણીનું ઊંડાણ વધુ હોવાથી ભરતસિંહ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બંને યુવકોને બચાવી શકાયા નહોતા અને ઘટનાસ્થળે જ તેમના કરૂણ મોત થયા હતા.

ફાયર બ્રિગેડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

અકસ્માતની જાણ થતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ગરનાળામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.હિંમતનગર ફાયર ઓફિસર ઉત્કર્ષ પરીખના જણાવ્યા મુજબ, કાંકરોલ નજીક નેશનલ હાઈવે પર આવેલા ગરનાળામાં બે વ્યક્તિઓ પડી ગયાનો મેસેજ મળતાં ટીમ તાત્કાલિક રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહો પોલીસને સોંપવામાં આવ્યા હતા.પોલીસ અને ફાયર વિભાગની કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે હાજર રહી હતી.

Kankrol Highway Bike Accident
Kankrol Highway Bike Accident

સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ

અકસ્મિક મોતના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. બુધવારે સવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જરૂરી ઇન્ક્વેસ્ટ કાર્યવાહી બાદ બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા અકસ્માત (Kankrol Highway Bike Accident) પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ઘટનાસ્થળની વિગતો, ટેકનિકલ તપાસ અને પ્રત્યક્ષદર્શીઓ પાસેથી માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ગરનાળામાં લાંબા સમયથી પાણી ભરાવાની ફરિયાદ

આ અકસ્માત (Kankrol Highway Bike Accident) બાદ સ્થાનિક સ્તરે પણ ગરનાળાની સ્થિતિને લઈને સવાલો ઉઠ્યા છે. કાંકરોલ ગામના ઉપસરપંચ બીરેન પટેલના જણાવ્યા મુજબ, ગરનાળા નીચે આવેલા મોટા ખાડામાં લાંબા સમયથી પાણી ભરાયેલું રહે છે. તેમના કહેવા પ્રમાણે, પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી આશરે છ મહિના સુધી અહીં પાણી ભરાયેલું રહે છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ સમસ્યાઓ સર્જાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ જ પાણી ભરાયેલા ખાડામાં બનેલી દુર્ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવતાં ગરનાળાની સલામતી અને પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્ર સમક્ષ સવાલો ઊભા થયા છે. એક અકસ્માત (Kankrol Highway Bike Accident)માં બે મિત્રોના મોતથી ગામડી ગામમાં શોકનો માહોલ છવાયો છે.


આ પણ વાંચો:હિંમતનગરમાં પોલીસ બોલેરોનો અકસ્માત રાહદારી ગંભીર

આ પણ વાંચો:હિંમતનગરના હાથરોલ નજીક અકસ્માતમાં ત્રણનાં મોત

આ પણ વાંચો:હિંમતનગર નજીક કાર પલટી જતા અકસ્માત, ત્રણના મોત