Surat News/ સુરતમાં કાર નીચે આવી ગયો યુવક, ગણેશ પંડાલ પાસે ચમત્કારિક બચાવ

Surat accident: સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગણેશ પંડાલ પાસે સૂતેલા યુવક પર કાર ફરી વળી હતી. 80 ટકા શરીર કાર નીચે આવ્યા છતાં લોકોની સતર્કતાથી યુવકનો ચમત્કારિક બચાવ થયો છે.

Top Stories Gujarat Surat
Surat accident: સુરતમાં દિલધડક અકસ્માત અને ચમત્કારિક બચાવ

Surat News: સુરતના (Surat accident)ભેસ્તાન વિસ્તારમાં ગણેશ પંડાલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંડાલની બહાર જમીન પર ઊંઘી રહેલા એક યુવક પર અચાનક કાર ફરી વળી હતી. કારનું મોટાભાગનું વજન યુવકના શરીર ઉપર આવી ગયું હતું અને તેનો પગ પણ ટાયરથી થોડે જ અંતરે હતો. જોકે સ્થાનિકોની સમયસૂચકતાના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઊંઘી રહેલા યુવક પર અચાનક ફરી વળી કાર

મળતી માહિતી મુજબ સુરતના (Surat accident) ભેસ્તાન વિસ્તારમાં ગણેશ પંડાલ પાસે એક યુવક જમીન પર સૂઈ રહ્યો હતો. દરમિયાન નજીકમાં પાર્ક કરાયેલી કારના ચાલકે વાહન શરૂ કરીને આગળ હંકારી હતી. ડ્રાઈવરનું ધ્યાન નીચે સૂઈ રહેલા યુવક તરફ ન જતા કાર સીધી તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી. યુવક કારના આગળના ભાગ નીચે ફસાઈ ગયો હતો.

બૂમાબૂમ થતાં ડ્રાઈવરે તરત કાર રોકી

સુરતમાં (Surat accident) કાર યુવક ઉપર ચઢી જતાં આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાને જોતા જ લોકોએ બૂમાબૂમ કરીને ડ્રાઈવરને ચેતવ્યો હતો. અવાજ સાંભળીને ડ્રાઈવરે પણ તરત કાર અટકાવી દીધી હતી. ત્યારબાદ સ્થાનિકોએ દોડી જઈને કારને આગળ લઈ જવાથી રોકી હતી, જેથી યુવક વધુ ગંભીર રીતે દબાઈ જાય તે પહેલાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.

કાર રિવર્સ કરાવી યુવકને બહાર કાઢ્યો

સુરતના (Surat accident) સ્થાનિકોની મદદથી કારને સાવચેતીપૂર્વક પાછળ લેવામાં આવી હતી. કાર પાછળ ખસેડ્યા બાદ યુવકને નીચેમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનામાં યુવકનું શરીર કારના નીચેના ભાગમાં આવી ગયું હોવા છતાં તેને ગંભીર ઈજા ન થતાં ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગણેશ પંડાલ પાસેની ઘટનાનો વીડિયો વાયરલ

ગણેશ પંડાલની બહાર બનેલી આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો યુવકના બચાવને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સમયસર લોકોએ અવાજ કરીને ડ્રાઈવરને રોક્યો ન હોત તો સ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ જતા 15 બાળકોની વાનનો અકસ્માત! ડ્રાઇવરને ખેંચ આવતા ડિવાઇડર સાથે અથડાઈ

આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા

આ પણ વાંચો:સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ