Rajkot News/ ગણેશ વિસર્જનનો ઉત્સાહ માતમમાં ફેરવાયો! રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યો ડૂબ્યા

Rajkot Ganesh Visarjan Accident: રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર નજીક ગણેશ વિસર્જન દરમિયાન જળાશયમાં ડૂબી જતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા. ફાયર બ્રિગેડે કલાકોની શોધખોળ બાદ ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Ganesh Visarjan Accident: ગણપતિ વિસર્જન સમયે 3 લોકોનાં મોત

Rajkot News: રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ (Kuvadva Wankaner Road) પર ખોડિયાર મંદિર નજીક ગણેશ વિસર્જન દરમિયાન હૃદયદ્રાવક દુર્ઘટના (Rajkot Ganesh Visarjan Accident) સર્જાઈ હતી. અજય વે-બ્રિજ સામે આવેલા જળાશયમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ઊંડા પાણીમાં ડૂબી જતાં તેમના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની શોધખોળ બાદ ત્રણેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ નયન ચૌહાણ, ધીરુ ચૌહાણ અને નરેન્દ્ર ચૌહાણ તરીકે થઈ છે.

Rajkot Ganesh Visarjan Accident: ગણપતિ વિસર્જન દરમિયાન અચાનક દુર્ઘટના

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ચૌહાણ પરિવારના સભ્યો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે ખોડિયાર મંદિર નજીક આવેલા જળાશય પાસે પહોંચ્યા હતા. વિસર્જનની ધાર્મિક વિધિ દરમિયાન ત્રણેય વ્યક્તિઓ ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને ત્યારબાદ પાણીમાં ગરકાવ (Rajkot 3 Drowning) થઈ ગયા હતા.તહેવારના માહોલ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી આસપાસ હાજર લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનું ઊંડાણ વધુ હોવાથી ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા બોટ અને અન્ય બચાવ સાધનોની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યુ ટીમે પાણીમાં લાંબા સમય સુધી શોધખોળ કરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહો એક પછી એક પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

એકસાથે ત્રણ સ્વજનોના મોતથી પરિવારમાં શોક

આ દુર્ઘટનામાં નયન ચૌહાણ, ધીરુ ચૌહાણ અને નરેન્દ્ર ચૌહાણનાં મોત થયા છે. ત્રણેય એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. એકસાથે ત્રણ સ્વજનોના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગણપતિ વિસર્જનના તહેવારની ખુશી વચ્ચે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા

ફાયર બ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પાણીમાં ડૂબવાની ચોક્કસ પરિસ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત

આ પણ વાંચો: કચ્છમાં ગાંધીધામ નજીક તળાવમાં બે યુવાનોનાં ડૂબી જતાં મોત

આ પણ વાંચો: મોરબીમાં કોઝવે ઓળંગવા જતાં પગ લપસતા બેનાં ડૂબી જતાં મોત