sports news/ એશિયન ગેમ્સ 2026: સુરુચિ-કમલજીતની જોડીનો ધમાકેદાર દેખાવ, ફાઇનલમાં પ્રવેશ

Asian Games 2026માં ભારતીય નિશાનેબાજ કમલજીત અને સુરુચિ સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

Trending Sports
Asian Games 2026

Asian Games 2026: જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર્સનો શાનદાર દેખાવ યથાવત છે.

શુક્રવારે એટલે કે આજે 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સુરુચિ સિંહ અને કમલજીતની ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

બંનેએ કુલ 587 પોઇન્ટ સાથે ક્વોલિફિકેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્કોર ક્વોલિફિકેશનના ગેમ્સ રેકોર્ડ સાથે બરાબર રહ્યો અને એશિયન રેકોર્ડની પણ બરાબરી થઈ.

શરૂઆતથી જ ભારતીય જોડીનું વર્ચસ્વ

ક્વોલિફિકેશનમાં ભારતની જોડીએ 21 ટીમો વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ તબક્કામાં મજબૂત શરૂઆત કર્યા બાદ સુરુચિ અને કમલજીતે સતત સચોટ નિશાન લગાવતાં કુલ 587નો સ્કોર નોંધાવ્યો.

આ પ્રદર્શનના કારણે ભારતે(Asian Games 2026) મેડલ રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી. ઈરાન, દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયાની જોડીઓ પણ ટોપ-4માં રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી.

Asian Games 2026

વ્યક્તિગત સ્પર્ધામાં નિરાશા બાદ શાનદાર વાપસી

સુરુચિ અને કમલજીત બંને માટે મિક્સ્ડ ટીમ ઇવેન્ટ ખાસ મહત્વની રહી છે. વ્યક્તિગત 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બંને ફાઇનલમાં પહોંચી શક્યા નહોતા.

આ પછી મિક્સ્ડ ટીમમાં બંનેએ એકસાથે ઉતરીને જોરદાર વાપસી કરી છે.

સુરુચિ સિંહને ભારતીય શૂટિંગની ઉભરતી પ્રતિભા તરીકે જોવામાં આવે છે. એશિયન ગેમ્સ પહેલાં પણ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.

હવે મેડલ માટે ફાઇનલ મુકાબલો

ક્વોલિફિકેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ ભારતીય જોડીની નજર હવે મેડલ પર છે. ફાઇનલમાં ભારતનો મુકાબલો એશિયાની(Asian Games 2026) અન્ય ટોચની જોડીઓ સામે થશે.

ભારતીય શૂટિંગ ટીમે આ એશિયન ગેમ્સમાં(Asian Games 2026) અત્યાર સુધી અનેક મેડલ જીત્યા છે, પરંતુ ગોલ્ડ મેડલની રાહ ચાલી રહી હતી.

સુરુચિ અને કમલજીતનું ક્વોલિફિકેશનનું પ્રદર્શન ભારત માટે આશાસ્પદ પરિણામ લઈને આવ્યું છે. હવે ફાઇનલમાં(Asian Games 2026) તેમનું પ્રદર્શન નક્કી કરશે કે ભારતના ખાતામાં આ ઇવેન્ટમાંથી કયો મેડલ આવે છે.


આ પણ વાંચો :ભારતનો જાપાન સામે 2 રનથી રોમાંચક વિજય, બેટિંગ નિષ્ફળ રહી પણ બોલરોએ બચાવી લાજ

આ પણ વાંચો :સોનમ મસ્કરની એશિયન ગેમ્સની સિલ્વર જીત પાછળ પિતાનો મોટો ત્યાગ, રાઇફલ માટે જમીન વેચી

આ પણ વાંચો :એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું