Dharm & Bhakti: આ વર્ષે પિતૃપક્ષની ડેટ અંગે લોકોમાં અસંમજસની સ્થિતિ છે. અહિં જાણીશું પિતૃપક્ષનો પ્રથમ દિવસ (Pratipada Shraddh 2026) ક્યારે અને પહેલું પ્રતિપદા શ્રાદ્ધ ક્યારે કરવામાં આવશે? તર્પણ અને પિંડદાનનો યોગ્ય સમય કયો રહેશે?
પિતૃ પક્ષમાં શું કરવું?
પિતૃ પક્ષમાં પિતૃઓનું પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવા ઉપરાંત દાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પિતૃપક્ષમાં બ્રાહ્મણ, ગરીબ અથવા તો કોઈ જરુરિયાતમંદ લોકોને અનાજ, ધન, વસ્ત્ર અને ભોજન સામગ્રીનું દાન (Donation) કરવું શુભ ગણાય છે. આ ઉપરાંત, ગાય, કૂતરા અને કાગડાને પણ ભોજન ખવડાવવાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ સમયગાળા દરમિયાન, જાનવર, કોઈ પણ જીવ અથવા વડીલોનો અનાદર ન કરવો જોઇએ.
પિતૃ પક્ષ પ્રારંભ થવાની તારીખ જાણો (Date of Pratipada Shraddh 2026)
આ વર્ષે પિતૃ પક્ષની શરુઆત અંગે લોકોમાં મૂંઝવણ પ્રવર્તે છે. અહિં જણાવી દઈએ કે, 26 સપ્ટેમ્બર 2026 ના રોજ એટલે કે આજે ભાદ્રપદની પૂર્ણિમા તિથિ છે. આજે જે લોકોનું મૃત્યુ પૂર્ણિમાના દિવસે થયું હોય એમનું તર્પણ આજે કરવામાં આવે છે અને મુખ્ય પિતૃ પક્ષનો પ્રારંભ 27 સપ્ટેમ્બર 2026 ના રોજ થશે. આ જ દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવેશે.

પિતૃ પક્ષ 2026 પ્રતિપદા શ્રાદ્ધ મુહૂર્ત (Pratipada Shraddh 2026 Mahurat)
જ્યોતિષ પંચાંગ અનુસાર, ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની એકમ તિથિ (Pratipada Shraddh 2026)નો પ્રારંભ 26 સપ્ટેમ્બરે અર્થાત્ આજે રાત્રે 10:18 કલાકે થશે. એકમ તિથિનું સમાપન 27 સપ્ટેમ્બરે રાત્રે 08:58 કલાકે થશે. આથી એકમનું એટલે કે પ્રતિપદા શ્રાદ્ધ (Pratipada Shraddh 2026) 27 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. ભાદ્રપદ માસની પ્રતિપદા તિથિથી પ્રારંભ થતો આ 15 દિવસીય સમયગાળો મુખ્ય પિતૃ-પક્ષ ગણાય છે. પિતૃપક્ષની સમાપ્તિ 10 ઓક્ટોબર 2026ના સર્વ પિતૃ અમાવસ્યાના રોજ થશે.
તર્પણ અને શ્રાદ્ધ માટેનો શુભ સમય
કુતુપ મુહૂર્તને પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ સમય દિવસે મધ્યાન્હની આસપાસનો ગણાય છે. જો કે, શહેર અનુસાર એનો સમય બદલાઈ શકે છે. આથી તમારા શહેરનું પંચાંગ અવશ્ય જોવું. પ્રતિપદા શ્રાદ્ધના દિવસે તર્પણ અને પિંડદાન માટેનું કુતુપ મુહૂર્ત બપોરે 12:05 કલાકે પ્રારંભ થશે અને એની સમાપ્તિ બપોરે 12:53 કલાકે થશે.

કઇ તિથિએ કયા પિતૃનું કરશો શ્રાદ્ધ?
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.
શ્રાદ્ધની તિથિ વ્યક્તિની મૃત્યુ તિથિ ઉપરથી નિર્ધારિત કરવામાં આવે છે. પૂર્વજની મૃત્યુ કોઈ પણ મહિનાની જે પણ તિથિએ થયું હોય એમનું શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન એ જ તિથિએ કરવાનું રહેશે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનું નિધન કોઈ પણ મહિનાના કોઈ પણ પક્ષની દ્વિતિયા તિથિએ થયું હોય તો એનું શ્રાદ્ધ કર્મ પિતૃપક્ષની દ્વિતિયા તિથિએ કરવામાં આવશે. વર્ષ 2026માં પિતૃપક્ષ દરમિયાન દ્વિતિયા તિથિ 28 સપ્ટેમ્બરે આવે છે.
આમ, તમે પોતાના પૂર્વજની પુણ્યતિથિ જાણીને એ દિવસે જે પણ તિથિ હતી એ અનુસાર એમનું શ્રાદ્ધ (Shraddh) પિતૃપક્ષ દરમિયાન કરી શકો છો. યાદ રાખો કે મૃત્યુની તારીખ પ્રમાણે નહિં એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહિં પરંતુ, હિન્દુ કેલેન્ડર પ્રમાણે મૃત્યુના દિવસની તિથિ જોઈને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવું જોઇએ.

વિશેષ સંજોગોમાં શ્રાદ્ધની તિથિ અલગ રહેશે
હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે માતા, બહેન, દીકરીનું મૃત્યુ પતિ જીવિત હોય ત્યારે એટલે કે સૌભાગ્યવતી હોય ત્યારે થયું હોય તો એમનું શ્રાદ્ધ પિતૃપક્ષની નવમી તિથિએ થશે. માતૃ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ અત્યંત શુભ દિવસ ગણાય છે.
આ ઉપરાંત, જેમનુ મૃત્યુ ક્યારે અને કઈ તિથિએ થયું એની ખબર ન હોય અથવા તો જેમનુ મૃત્યુ દુર્ઘટના, કુદરતી આફત વગેરે દ્વારા થયું હોય તો એમનું શ્રાદ્ધ કર્મ (Shraddh) પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે. આથી જ એને સર્વપિતૃ અમાવસ્યા કહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તમામ ભૂલાયેલા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો: શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
