Food Recipe/ ફરસાણ સાથે ખાવા માટે આમલીની ખાટી-મીઠી ચટણી…સમોસા, કચોરી અને ચાટનું કરશે સ્વાદવર્ધન..!

આમલીનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. ખાટી-મીઠી Imli Chutney ફરસાણનો સ્વાદ અનેકગણો વધારી દે છે. ઘણી વાર ઘરે હલવાઈ સ્ટાઈલ…

Trending Food Lifestyle
IImli Chutney... ફરસાણનો સ્વાદ વધારતી Amazing રેસિપી! 10 દિવસ સુધી Fresh રાખવાની Easy રીત!

Food Recipe: અહિં તદ્દન હલવાઈ સ્ટાઈલ આમલીની ચટણી (Imli Chutney) બનાવવાનું બતાવી રહ્યાં છીએ. જેને બનાવીને 10-15 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકાય છે. એનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે .

ફરસાણનો સ્વાદ વધારવા માટે લોકો ભાત-ભાતના પ્રયોગો કરતા હોય છે અને એમાં વધારો કરશે આજની રેસિપી (Recipe)…આમલીની ચટણી …આ ખાટી-મીઠી ચટણીનો સ્વાદ તમે ભૂલી નહિં શકો! તમામ ફરસાણ સાથે એને ખાવાથી લિજ્જત આવે છે અને જમણનો સ્વાદ વધારે છે! શું તમે જાણો છો કે હૅલ્ધી (Healthy) ગણાતી આમલીનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ ઘટે છે. આમલી (Tamarind)ને અનેક વ્યંજન-વાનગીઓમાં ઉમેરીને એનો આસ્વાદ માણી શકાય છે, જેમ કે સાંભાર, રસમ, પાણીપુરી (Sambhar, Rasam, Panipuri) વગેરે….પરંતુ આ સૌથી સરળ રેસિપી (Recipe) છે.

આમલી વિના ફરસાણનો સ્વાદ અધૂરો 

આમલી વિના સમોસા, કચોરી, પકોડા અને દહીંવડા…તમામ ચાટ અને ફરસાણનો સ્વાદ અધૂરો છે! ખાટી-મીઠી આમલીની ચટણી ફરસાણના નાસ્તાનો સ્વાદ અનેકગણો વધારી દે છે. જો કે, ઘણી વાર ઘરે હલવાઈ સ્ટાઈલ ચટણી બનાવવાનું આસાન નથી લાગતુ તો એની જગ્યાએ ટોમેટો સૉસથી કામ ચલાવવું પડે છે! પણ હવે એવું કરવાની જરુર નથી…તમને આમલીનો સ્વાદ પસંદ હોય તો અહિં તદ્દન હલવાઈ સ્ટાઈલ આમલીની ચટણી બનાવવાનું બતાવી રહ્યાં છીએ. ફરસાણ (snacks) સાથે ચટણી (Imli Chutney) પીરસવામાં આવે તો ખાવાની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે ખાટું મીઠું વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે આમલીની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી  બતાવવા જઇ રહ્યાં છીએ.

જેને બનાવીને 10-15 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકાય છે. એનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે અને આ Imli Chutney નો ચટકારો લેવાથી કોઈ પણ બચી શકશે નહિં! આ ચટણીને હૅલ્ધી બનાવવા માટે તમે એમાં નટ્સ અને સીડ્સ (Nuts & Seeds) પણ નાખી શકો છો. તો વિના વિલંબે જોઈ લઇએ સૌની પસંદની આમલીની ચટણીની રેસિપી (Tamarind Chutney Recipe)…

શી રીતે બનાવશો આમલીની ખાટી-મીઠી ચટણી? (Imli Chutney Recipe)

ખાટી-મીઠી મજાની આમલીની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

આમલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

100 ગ્રામ આમલી

ગરમ પાણી

અડધી ચમચી સૂંઠ પાવડર

અડધી ચમચી જીરું

અડધી ચમચી હીંગ

સ્વાદાનુસાર ગોળ

1 ચમચી વાટેલી વરિયાળી

અડધી ચમચી લાલ મરચું

અડધી ચમચી સંચળ

અડધી ચમચી જીરું પાવડર

સ્વાદાનુસાર મીઠું

અડધી ચમચી મગસતરીના બી

7-8 કિશમિશ

2 લાંબા સમારેલા ખજૂર

આમલીની ચટણી બનાવવાની રીત

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 100 ગ્રામ આમલી (Tamarind) લેવી અને એને કોઈ બાઉલમાં ગરમ પાણી (Hot Water)માં પલાળી રાખવી. ઢાંકીને અડધા કલાક માટે એમ જ પલળવા દેવી.

2. હવે પાણીમાં જ આમલીને હાથેથી સારી રીતે મસળી લેવી. એક મોટા કાણા વાળી સ્ટીલની ચાળણી વડે એનો તમામ પલ્પ (Amli Pulp) કાઢી લેવો. બચેલા રેષા અને બીજને ફેંકી દેવા અથવા તો પિત્તળ અને તાંબાના વાસણ સ્વચ્છ કરવામાં વાપરવા.

3. એક કડાઈમાં 1 ચમચી કૂકિંગ ઓઇલ લઈ ગરમ કરીને એમાં જીરું અને હીંગ ઉમેરીને આમલીનો પલ્પ પાણી સાથે મિક્સ કરી લો.

4. 2-3 વાર ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું. હવે એમાં સૂંઠ પાવડર મિક્સ કરવો અને સ્વાદાનુસાર ગોળ સમારીને ઉમેરવો.

5. હવે આ ચટણીમાં વાટેલી વરિયાળી, લાલ મરચું, સંચળ, મીઠું અને જીરું પાવડર મિક્સ કરો.

6. ચટણી ઘટ્ટ ન બને ત્યાં સુધી એને પકાવી લો. એમાં મગસતરીના બી, કિશમિશ (Raisins) અને લાંબા સમારેલા ખજૂર (Dates) ઉમેરી દો.

7. તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ ઉકાળી લો પછી ગૅસ બંધ કરીને ચટણીને ઠંડી થવા મૂકો.

તો તૈયાર છે તમારી તદ્દન હલવાઈ સ્ટાઈલ ખાટી-મીઠી આમલીની ચટણી (Imli Chutney)…જેને કોઈ પણ કાચના જારમાં ભરીને તમે ફ્રીઝમાં સ્ટોર કરો. 10-15 દિવસ સુધી એ ફ્રીઝમાં સારી રહે છે. સમોસા, કચોરી અને ચાટ તથા એવા જ અન્ય ફરસાણ સાથે તમે એની મજા માણી શકો છો. એનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે અને એનો ચટકારો લેવાથી કોઈ પણ બચી શકશે નહિં! આ ચટણીને સુપર હૅલ્ધી બનાવવા માટે તમે એમાં નટ્સ અને સીડ્સ (Nuts & Seeds) પણ ઉમેરી શકો છો.


આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!