Dharma & Bhakti/ પિતૃ પક્ષની આ 3 તિથિઓ છે સૌથી વિશેષ….ભૂલે-ચૂકે પણ ન ચૂકતા શ્રાદ્ધ-તર્પણ…!

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ (Pitru Paksh 2026) ના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Pitru Paksh 2026...આ 3 તિથિઓ છે સૌથી Auspicious and Important! ભૂલતા નહીં!

Dharm & Bhakti: હિન્દુ ધર્મમાં પૂર્વજો અર્થાત્ પિતૃઓનું સ્થાન અત્યંત પૂજનીય માનવામાં આવે છે. સનાતન પરંપરામાં ‘શ્રાદ્ધ મહાલય’ એટલે કે પિતૃપક્ષ (Pitru Paksh 2026) પોત-પોતાના દિવંગત પિતૃઓ પ્રતિ સન્માન, કૃતજ્ઞતા અને શ્રદ્ધા પ્રગટ કરવાનો એક ખાસ અવસર છે. એવી માન્યતા છે કે, આ 15-16 દિવસ દરમિયાન આપણા પિતૃઓ સૂક્ષ્મ સ્વરુપે ધરતી પર આવે છે અને પોતાના કુટુંબીજનો દ્વારા કરવામાં આવેલા તર્પણ તથા દાન-પુણ્યથી તૃપ્ત થઈને સુખ-સમૃદ્ધિ અને શાંતિના આશિષ આપે છે.

પિતૃનું શ્રાદ્ધ કરવાનું મહત્વ (Pitru Shraddh 2026 Importance)

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ (Pitru Paksh 2026)ના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ (Pitru Paksh 2026) દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.

પિતૃપક્ષની (Pitru) પૂજા પરિવારના સભ્યોને એકસાથે લાવે છે. જ્યારે આખો પરિવાર મળીને પૂર્વજોનું સ્મરણ કરે છે, ત્યારે તેમની વચ્ચેની જૂની ગેરસમજણો અને મનદુઃખ દૂર થાય છે. આ પૂજા સભ્યોમાં પરસ્પર સમજણ અને પ્રેમનો વિકાસ કરે છે, જેનાથી તૂટતા સંબંધો ફરી જોડાઈ શકે છે.

પિતૃઓની પૂજા કરવાથી મનનો ભાવનાત્મક બોજ ઓછો થાય છે. તે આપણને ક્ષમા અને કરુણા શીખવે છે. ઘણીવાર પરિવારમાં થયેલા જૂના ઝઘડાઓ કે ભૂલોનો પશ્ચાતાપ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પિતૃઓ સાથે ભાવનાત્મક રીતે જોડાવાથી મનને શાંતિ મળે છે અને સંબંધોમાં રહેલી કડવાશ ઓછી થાય છે.

પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક ઉત્તમ અવસર છે. હિન્દુ માન્યતા મુજબ, પ્રસન્ન થયેલા પિતૃઓ (Pitru)કોઈને કોઈ માધ્યમથી તેમના વંશજોને સાચો રસ્તો બતાવે છે. જીવનના મુશ્કેલ નિર્ણયોમાં પૂર્વજોનું માર્ગદર્શન આશીર્વાદ સ્વરૂપે મળે છે.

પિતૃ પક્ષની 3 વિશેષ તિથિઓ (Pitru Paksh 2026)

સામાન્ય નિયમ એવો છે કે, જે તિથિએ પૂર્વજનો સ્વર્ગવાસ થયો હોય તો એ તિથિએ એમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કે, પિતૃ પક્ષ દરમિયાન 3 વિશેષ તિથિઓ આવે છે જે એનો પોતાનો એક ભિન્ન અને ગહન અધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

Mahabharni Sharddh

1. મહાભરણી શ્રાદ્ધ (Mahabharni Sharddh)

ભરણી નક્ષત્ર સાથે સંલગ્ન હોવાને કારણે આ દિવસને ‘મહાભરણી શ્રાદ્ધ’ કહેવાય છે.

મહત્વ– ધાર્મિક માન્યતા અનુસાર જો પરિવારમાં કોઈ સભ્યનું કસમયે મૃત્યુ થયુ હોય અથવા એ અવિવાહિત હોય તો આ દિવસે એનુ શ્રાદ્ધ કરવું વિશેષ ફળદાયક માનવામાં આવે છે. આ ઉપરાંત, કોઈ કુટુંબીજનના નિધનના એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ તિથિનું મહત્વ વધી જાય છે.

તિથિ– મહાભરણી શ્રાદ્ધ 29 સપ્ટેમ્બર 2026, મંગળવારે આવશે.

માતૃનવમી

2. માતૃનવમી (Matru Navmi)

આ પરિવારની દિવંગત સ્ત્રીઓ માટે કરવામાં આવે છે. પિતૃ પક્ષ (Pitru Paksh 2026)ની નવમી તિથિ પૂર્ણ રીતે ઘર-પરિવારની મહિલા પૂર્વજો જેમ કે માતા, દાદી, નાની, બહેન, સાસુ આદિની સ્મૃતિમાં સમર્પિત હોય છે.

મહત્વ– આને માતૃ શ્રાદ્ધ પણ કહે છે. જો કોઈ કારણવશ પરિવારની કોઈ મહિલા સભ્યની મૃત્યુ તિથિ યાદ ન હોય તો માતૃ નવમીએ એના નામથી તર્પણ, દાન અને બ્રાહ્મણને અથવા કન્યાઓને ભોજન કરાવવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

તિથિ– માતૃ નવમી 4 ઓક્ટોબર 2026, રવિવારે આવશે.

Sarvapitru Amavasya

3. સર્વ પિતૃ અમાવસ્યા (Sarvapitru Amavasya)

પિતૃ પક્ષ (Pitru Paksh 2026)ના અંતિમ દિવસને સર્વપિતૃ અમાવસ્યા (Sarvapitru Amavasya) કહે છે જેને મહાલય અમાવસ્યા પણ કહેવાય છે. અજ્ઞાત તિથિએ મરણ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ કે તર્પણ આ દિવસે કરવામાં આવે છે. પિતૃ પક્ષ (Pitru Paksh 2026)નો આ પ્રમુખ દિવસ ગણાય છે. જો તમને તમારા કોઈ પૂર્વજના નિધનની સાચી તિથિની ખબર ન હોય અથવા તમે કોઈ કારણવશ એમની તિથિએ શ્રાદ્ધ કરવામાં ચૂકી ગયા હોય તો આ દિવસે તમામ પિતૃઓનું એક સાથે જ તર્પણ અને પિંડદાન કરી શકાય છે. આ દિવસે આપવામાં આવેલા દાનથી તમામ પૂર્વજો પ્રસન્ન થઈને પોતાના લોકમાં પ્રસ્થાન કરે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!

આ પણ વાંચો: