Mantavya Vishesh: “GEN Z માટે નવરાત્રિમાં રજા આપો!” નવરાત્રિ શરૂ (Gujarat Navratri) થાય એ પહેલાં જ આ માગે ચર્ચા જગાવી છે… કારણ કે વાત કોઈ સામાન્ય વેકેશનની (Navratri Gen Z Vacation) નથી. વાત એવી છે કે જો યુવાનોને રાત્રે મોડે સુધી ગરબા કરવાની મંજૂરી અને વ્યવસ્થા મળે છે, તો પછી સવારે સ્કૂલ-કોલેજમાં જવાનું કેવી રીતે શક્ય બનશે?
Navratri Gen Z Vacation: ગરબા બાદ સવારે સ્કૂલના સવાલ વચ્ચે અનોખી માગ
ભગવા સેનાના (Bhagwa Sena) પ્રમુખ કમલ રાવલે સરકાર સમક્ષ માગ કરી છે કે GEN Z માટે ( Gen Z Gujarat) નવરાત્રિ દરમિયાન ખાસ રજા આપવામાં આવે. તેમનો તર્ક છે કે જો ગરબા રાત્રે મોડા સુધી ચાલે અને સવારે વહેલા શાળાનો સમય હોય, તો વિદ્યાર્થીઓ માટે બંને બાબતો સાથે સંભાળવી મુશ્કેલ બની શકે છે.

પરંતુ અહીં એક મહત્વનો ફેક્ટ છે… ગુજરાતના 2026-27ના શૈક્ષણિક કેલેન્ડરમાં નવરાત્રિ માટે અલગ વેકેશન નથી. પ્રથમ સત્ર 4 નવેમ્બર સુધી ચાલવાનું છે, જ્યારે નક્કી કરાયેલું 21 દિવસનું દિવાળી વેકેશન 5 નવેમ્બરથી શરૂ થાય છે. એટલે GEN Z માટે નવરાત્રિ વેકેશનની (Navratri Gen Z Vacation) વાત હાલમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ રજા નથી, પરંતુ ભગવા સેના તરફથી કરવામાં આવેલી માગ છે.

હવે સવાલ એ છે કે… રાત્રે ગરબા અને સવારે સ્કૂલ… આ બંનેનું સંતુલન કેવી રીતે જળવાશે? શું નવરાત્રિ દરમિયાન શાળાઓના સમયમાં ફેરફાર (Navratri Vacation) કરવો જોઈએ? શું ખાસ રજા આપવી જોઈએ? કે પછી વિદ્યાર્થીઓએ તહેવાર અને અભ્યાસ બંનેનું સમયપત્રક પોતાની રીતે સંભાળવું જોઈએ?

આ સાથે ભગવા સેના દ્વારા ગરબા સ્થળોએ પ્રવેશ, આયોજકો, વસ્ત્રો અને અન્ય વ્યવસ્થાઓને લઈને પણ માગણીઓ કરવામાં આવી છે. આ માગણીઓ સંગઠનનું વલણ છે; તેનો અમલ થાય કે નહીં તે સરકાર અને સ્થાનિક પ્રશાસનના નિયમો તથા નિર્ણય પર આધારિત રહેશે.ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિ 11થી 20 ઓક્ટોબર દરમિયાન છે. હવે જોવાનું એ છે કે ગરબાના તાલ સાથે GEN Z માટે રજાની આ માગ પણ સરકાર સુધી પહોંચે છે કે નહીં.
આ પણ વાંચો: GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં ફ્રી એન્ટ્રી બંધ, હવે ટિકિટથી પ્રવેશ
આ પણ વાંચો: Gen-Z ની પહેલી પસંદ બની ભક્તિમય ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’: નવરાત્રિમાં ફરી થશે રી-રિલીઝ
આ પણ વાંચો: નવરાત્રિના ઉજાગરા વચ્ચે વાંચવું કેવી રીતે?” – પરીક્ષાની તારીખો બદલવા શિક્ષણ મંત્રીને રજૂઆત
