MANTAVYA Vishesh/ ‘બે દિવસથી અન્નનો દાણોય નથી ભાવ્યો…’ બળદને મૂકીને રડતો ખેડૂત ફરી આશ્રમે આવ્યો

Drought Fodder Crisis: ગુજરાતમાં ઓછા વરસાદ અને ઘાસચારાના વધેલા ભાવ વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી છે. રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 15-20 દિવસમાં હજારો બળદ પહોંચ્યા છે..જાણો ખેડૂતો અને અબોલ જીવોની આ કરુણ સ્થિતિની સંપૂર્ણ કહાની.

Mantavya Vishesh Breaking News
Drought Fodder Crisis Rajkot બળદ આશ્રમ હાઉસફૂલ! 20 દિવસમાં 2000 બળદ, ખેડૂતોની આંખોમાં આંસુ

Mantavya Vishesh: “બે દિવસથી મને અન્નનો દાણોય ભાવતો નથી…વાલી વસ્તુ વેચવી પડે તો પણ હવે હું મારા બળદને નભાવીશ… હવે ક્યાંય નહીં મૂકું…”આ શબ્દો કોઈ ફિલ્મની (Drought Fodder Crisis) કહાનીના નથી… આ શબ્દો છે એ ખેડૂતના, જેણે પોતાના બળદને અઢી વર્ષની ઉંમરથી દીકરાની જેમ ઉછેર્યો… 16 વર્ષ સુધી ખેતરમાં સાથે હાંક્યો… પરંતુ જ્યારે ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો, ત્યારે પોતાના જ હાથે પોતાના સાથીદારને આશ્રમમાં મૂકવાની લાચારી આવી… બળદને મૂકીને ઘરે ગયા, પણ મન ન માન્યું… માત્ર 24 કલાકમાં જ આંખોમાં આંસુ લઈને ફરી આશ્રમના દરવાજે પહોંચી ગયા… અને જાણે માલિકના પગલાંની રાહ જોતો હોય એમ બળદ પણ સામે આવીને ઊભો રહી ગયો…

Drought Fodder Crisis: રાજકોટ બળદ આશ્રમમાં 2000 બળદ, ખેડૂતની આંખોમાં આંસુ

Drought Fodder Crisis Rajkot બળદ આશ્રમ હાઉસફૂલ! 20 દિવસમાં 2000 બળદ, ખેડૂતોની આંખોમાં આંસુ
Drought Fodder Crisis Rajkot “જેને દીકરાની જેમ ઉછેર્યો, એને જ મૂકવો પડ્યો”

આ માત્ર એક ખેડૂતની કહાની નથી… આ એ વેદના છે, જે આજે ગુજરાતનો ધરતીપુત્ર ભોગવી રહ્યો છે. ઓછા વરસાદ અને પાકની નિષ્ફળતા વચ્ચે જે બળદ ક્યારેક ખેડૂતના ખેતરમાં હળ (Drought Fodder Crisis) ખેંચતો હતો, એ જ બળદ આજે ઘાસચારાના અભાવે આશ્રમ સુધી પહોંચી રહ્યો છે. રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં (Rajkot Sadbhavna Ashram) છેલ્લા માત્ર 15થી 20 દિવસમાં લગભગ 2 હજાર બળદ આવી પહોંચ્યા છે. જે આશ્રમમાં અગાઉ વર્ષો દરમિયાન માંડ આટલા બળદ આવતા હતા, ત્યાં અચાનક હજારો બળદ આવી જતાં 20 વીઘાની જગ્યા પણ ટૂંકી પડી ગઈ છે.

Drought Fodder Crisis Rajkot બળદ આશ્રમ હાઉસફૂલ! 20 દિવસમાં 2000 બળદ, ખેડૂતોની આંખોમાં આંસુ
Drought Fodder Crisis Rajkot 20 દિવસમાં 2000 બળદ, ખેડૂતોની આંખોમાં આંસુ

અને સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ માત્ર એક આંકડાથી લગાવી શકાય… 20 કિલો લીલો ઘાસચારો જે પહેલાં રૂ.60માં મળતો હતો, તેનો ભાવ હવે રૂ.140 સુધી પહોંચી ગયો છે. બે બળદના રોજના ખોરાક પાછળ જ આશરે રૂ.300નો ખર્ચ થાય છે. જ્યારે ખેડૂતના ખેતરમાં પાક જ ન થયો હોય, ઘરમાં આવક ન હોય અને પશુ માટે ઘાસચારો ખરીદવાની ક્ષમતા ન હોય… ત્યારે વર્ષોથી પરિવારના સભ્યની જેમ સાચવેલા બળદને આશ્રમમાં (Rajkot Sadbhavna Ashram)મૂકવા સિવાય રસ્તો શું બચે?

સૌથી કપરું એ છે કે આ વખતે આશ્રમના દરવાજે માત્ર વૃદ્ધ કે બીમાર પશુઓ નથી આવી રહ્યા… ખેતરમાં કામ કરી શકે એવા યુવાન બળદ પણ આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાથી એક ખેડૂત પોતાના બળદોને કતલખાને જતાં બચાવવા માટે રૂ.7 હજારનું વાહન ભાડું ખર્ચીને રાજકોટ સુધી (Farmer Crisis Gujarat) આવ્યો. તેની એક જ આશા છે….આજે પરિસ્થિતિ ખરાબ છે એટલે બળદ અહીં મૂકું છું, કાલે વરસાદ આવશે, ઘાસચારો થશે તો ફરી મારા સાથીદારને ઘરે લઈ જઈશ.

Drought Fodder Crisis Rajkot બળદ આશ્રમ હાઉસફૂલ! 20 દિવસમાં 2000 બળદ, ખેડૂતોની આંખોમાં આંસુ
Drought Fodder Crisis Rajkot દુષ્કાળની સૌથી કરુણ તસવીર!

આજે રાજકોટનો આ આશ્રમ માત્ર બળદોનું (Bull Ashram Rajkot) આશ્રયસ્થાન નથી રહ્યો… આ ખેડૂતોની લાચારી, અબોલ જીવો પ્રત્યેનો પ્રેમ અને દુષ્કાળ જેવી સ્થિતિની જીવતી તસવીર બની ગયો છે. આશ્રમમાં 1500થી વધીને બળદોની સંખ્યા લગભગ 3500 સુધી પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં આ સંખ્યા વધુ વધવાની આશંકા છે. એક બળદ પાછળ રોજનો અંદાજે રૂ.100 ખર્ચ એટલે હજારો બળદો માટે દરરોજ લાખો રૂપિયાની જરૂરિયાત… હવે સવાલ માત્ર આશ્રમનો નથી… સવાલ એ છે કે જે બળદે વર્ષો સુધી ખેડૂતના ખેતરને જીવંત (Farmer Emotional Story) રાખ્યું, શું મુશ્કેલીના આ સમયમાં સમાજ અને સરકાર મળીને એ અબોલ જીવને જીવંત રાખી શકશે?

આ પણ વાંચો…

ગુજરાતમાં વરસાદથી ખેડૂતોને કેટલો ફાયદો? પાક ઉખાડી ચૂકેલા ખેડૂતોની મુશ્કેલી વચ્ચે મેઘરાજાની મહેર

ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં મેઘરાજાએ ફરી જોર પકડ્યું છે. માત્ર 6 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ (Farmers Crop Loss) નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાંસદામાં ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના ઉકાઈમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. એટલે સવાલ હવે માત્ર એટલો નથી કે ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો? સવાલ એ છે કે આ વરસાદથી ખેડૂતોને ખરેખર કેટલો ફાયદો થશે? (સંપૂર્ણ સમાચાર વાંચો)


આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે કોંગ્રેસનો અનોખો વિરોધ, 50 સ્થળે ખેતરમાં યજ્ઞ; દુષ્કાળ જાહેર કરવાની માંગ

આ પણ વાંચો: ઉંડ-1 કેનાલમાં પાણી છોડવાની માંગ, ફલ્લા સેક્શનના 8 ગામોના ખેડૂતોની રજૂઆત