Himmatnagar news/ હિંમતનગરના સ્પામાં AHTUની રેડ, ડમી ગ્રાહકથી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ

Himmatnagar Spa Raid: હિંમતનગર બાયપાસ રોડ પરના સ્પા સેન્ટરમાં AHTUની રેડ. ડમી ગ્રાહક મોકલી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી. ત્રણ યુવતીઓને મુક્ત કરાઈ અને બે આરોપીઓ સામે ગુનો નોંધાયો.

Gujarat Top Stories Others
Himmatnagar Spa Raid: ડમી ગ્રાહકથી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ

Himmatnagar News: હિંમતનગર બાયપાસ રોડ પર આવેલા સિલ્વર પ્લાઝા (Silver Plaza) કોમ્પ્લેક્સના નીરા સ્પા સેન્ટર (Neera Spa Center)માં AHTUની ટીમે રેડ (Himmatnagar Spa Raid) કરી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મસાજની આડમાં કથિત રીતે અન્ય પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Himmatnagar Spa Raid: ડમી ગ્રાહક મોકલી AHTUએ કરી તપાસ

પોલીસને સ્પા સેન્ટરમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ AHTUની ટીમે એક ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકની મુલાકાત (Dummy Customer Operation) અને મળેલી માહિતીના આધારે ટીમે ત્યારબાદ સ્પા સેન્ટર પર રેડ કરી હતી.

Himmatnagar Spa Raid: ડમી ગ્રાહકથી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ
Himmatnagar Spa Raid: ડમી ગ્રાહકથી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ

પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન ગ્રાહકો પાસેથી પહેલા રૂ.1,000 એન્ટ્રી ફી લેવામાં આવતી હોવાની અને ત્યારબાદ કથિત ‘એક્સ્ટ્રા સર્વિસ’ માટે અલગથી રૂ.2,000થી રૂ.3,000 સુધીની રકમ લેવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી.

ત્રણ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી

રેડ દરમિયાન AHTUની ટીમે સ્પા સેન્ટરમાંથી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી હોવાનું પોલીસ (Gujarat Police Raid)  દ્વારા જણાવાયું છે. સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા રૂ.3,000 રોકડ અને બે મોબાઇલ ફોન સહિત કુલ આશરે રૂ.13,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

સ્પા સંચાલક સહિત બે સામે ગુનો

આ મામલે સ્પા સંચાલક સહિત બે આરોપીઓ સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.સ્પા સેન્ટરમાં કથિત રીતે ચાલતી પ્રવૃત્તિ અંગે મળેલી માહિતીના આધારે AHTU દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે હિંમતનગરમાં સ્પા સેન્ટરોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

નોંધ: સ્પા સેન્ટર અને આરોપીઓ સામેના ઉપરોક્ત આક્ષેપો પોલીસની પ્રાથમિક માહિતી અને નોંધાયેલી ફરિયાદના આધારે છે. કેસની અંતિમ હકીકત તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: દેહવ્યાપારની કમાણીથી ખરીદેલી રૂ.80 લાખની મિલકત જપ્ત, રાજ્યમાં પ્રથમવાર BNSS હેઠળ કાર્યવાહી

આ પણ વાંચો: રાજકોટ બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો: નવસારીમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ