New Delhi/ ગાંધી જયંતિએ રાજઘાટ પર રાષ્ટ્રપિતાને નમન! PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ અર્પી પુષ્પાંજલિ

મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ (Gandhi Jayanti)પર PM મોદી અને દિગ્ગજ નેતાઓએ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ વિજયઘાટ પર યાદ કરવામાં આવ્યા.

Top Stories India
Gandhi Jayanti: PM મોદીએ રાજઘાટ પર કર્યા નમન

New Delhi :મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ (Gandhi Jayanti)પર PM મોદી અને દિગ્ગજ નેતાઓએ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. લાલ બહાદુર શાસ્ત્રીને પણ વિજયઘાટ ખાતે કરાયા યાદ. ગાંધી જયંતિના પાવન અવસરે દેશની રાજધાની દિલ્હીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 157th birth anniversary નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)દિલ્હીના રાજઘાટ(Rajghat) ખાતે પહોંચ્યા હતા અને અહિંસાના પૂજારીને નમન કર્યા હતા. તેમની સાથે રાષ્ટ્રના અનેક શીર્ષસ્થ નેતાઓએ પણ ગાંધીજીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આખો દેશ આજે સત્ય અને અહિંસાના માર્ગને યાદ કરીને મહાત્માને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે.

RAAJGHAT

Gandhi Jayanti : પ્રમુખ નેતાઓની ઉપસ્થિતિ 

આ રાષ્ટ્રીય પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત લોકસભાના માનનીય અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ રાજઘાટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ પર જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશના વિકાસ માટે તેમના આદર્શોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે પ્રાર્થના સભાઓ અને સ્વચ્છતા અભિયાનના વિશેષ કાર્યક્રમો પણ દેશભરમાં યોજવામાં આવ્યા હતા, જે ગાંધીજીના સ્વપ્નના ભારતને સાકાર કરવાનો સંદેશ આપે છે.

MAHATMA GANDHI

લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ પર દિલ્હીમાં પુષ્પાંજલિ

મહાત્મા ગાંધીની સાથે જ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ મનાવવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિજયઘાટ ખાતે પહોંચ્યા હતા અને લાલ બહાદુર શાસ્ત્રીજીના સમાધિ સ્થળે જઈને તેમને ભીની આંખો અને આદરભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “જવાન અને કિસાન” ના નારા દ્વારા દેશને નવી દિશા આપનાર શાસ્ત્રીજીના જીવનમૂલ્યોને યાદ કરીને નેતાઓએ દેશવાસીઓને પ્રેરણા પૂરી પાડી હતી.


આ પણ વાંચો:મહાત્મા ગાંધીના જીવનની અનકહી કહાનીમાં વહીદા રહમાનની સરપ્રાઈઝ એન્ટ્રી

આ પણ વાંચો:સરકાર મનરેગાનું નામ બદલીને ‘મહાત્મા ગાંધી’થી ‘પૂજ્ય બાપુ’ રાખી શકે છે

આ પણ વાંચો:મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી