Gujarat Rain News/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા મુજબ 18 ઓગસ્ટ 2025ના રોજ સવારે છ વાગ્યાથી 19 ઓગસ્ટ 2025ના રોજ સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gujarat Rain: ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા મુજબ 18 ઓગસ્ટ 2025ના રોજ સવારે છ વાગ્યાથી 19 ઓગસ્ટ 2025ના રોજ સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યા હતો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.

ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 11.3 ઇંચ, વેરાવળમાં 5.67 ઇંચ, કોડીનારમાં 4.96 ઇંચ, ગીર ગઢડામાં 4.84 ઇંચ, ઉનામાં 2.6 ઇંચ, તાલાલામાં 2.56 ઇંચ વરસાદ પડ્યો હતો.  ગુજરાતમાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાં ફરી એકવાર મેઘરાજાની શાનદાર સવારી આવી ગઈ છે. રાજ્યમાં વરસાદ એક્ટિવ થતાં જ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે અતિ વરસાદ પડી રહ્યો છે.

આવી સ્થિતિ વચ્ચે છેલ્લાં 24 કલાકમાં ગીરસોમનાથના સુત્રાપાડામાં વરસાદે હાલત ખરાબ કરી નાખી છે.  આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 17 તાલુકામાં નામ માત્રનો એકથી બે એમએમ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના માંગરોળમાં મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેના પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સમયસર વરસાદ આવતા માંગરોળ અને આસપાસના વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે ધોધમાર વરસાદના લીધે માંગરોળમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે.

ભારે વરસાદના લીધે જૂનાગઢમાં માળીયાહાટીનો ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના પગલે ડેમના નીચાણવાળા વિસ્તારો સાવધ કરવામાં આવ્યા છે. પીપળવા, આછિદ્રા, છાપરી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે. ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather forecast/Gujarat Rain Alert: આજે ગુજરાતનાં 9 જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ, બે દિવસ બાદ ભૂકકા બોલાવશે!

આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાની મહેરઃ છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં પડ્યો વરસાદ

આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી