Patan News: રાધનપુર-મહેસાણા હાઇવે પર નર્મદા કેનાલ અને આઈઓસીએલ કંપની નજીક અજાણ્યા વાહનની ટક્કરે પગપાળા (Radhanpur Mehsana Highway Accident) જઈ રહેલા યુવકનું મોત થયું છે. હારીજ તાલુકાના સોઢવ ગામના ભરતભાઈ પરમારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
નર્મદા કેનાલ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે પોણા બાર વાગ્યાના અરસામાં આઈઓસીએલ કંપનીનો સ્ટાફ રાધનપુર તરફ ચા-નાસ્તા માટે નીકળ્યો હતો. દરમિયાન નર્મદા કેનાલ નજીક રસ્તા પર ભરત પરમાર ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા.તેમને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. સ્ટાફના લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Radhanpur Mehsana Highway Accident: સારવાર દરમિયાન યુવકનું મોત
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભરત પરમારનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તેમના મોટા ભાઈ પ્રવિણભાઈ રાધનપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો
આ સમગ્ર મામલે મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ ફરાર થયેલા વાહનચાલકને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે થયો અને કયા વાહનની ટક્કરથી ભરતભાઈનું મોત થયું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત: પિકઅપને ટ્રકે ફંગોળી, 7નાં મોત
આ પણ વાંચો: Nushrratt Bharuccha Accident બાલી અકસ્માત બાદ કરોડરજ્જુમાં ગંભીર ઈજા, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત: બસ-ટ્રકની ટક્કરમાં 5ના મોત
