Beauty Tips/ ઓઇલી સ્કિન વાળી વ્યક્તિનું સ્કિન કેર રુટિન કેવું હોવું જોઇએ? એક્સપર્ટે જણાવી સચોટ રીત…

ઓઇલી સ્કિનની સંભાળ (Oily Skin Care) પડકારજનક છે. ઓઈલી તથા સેન્સિટિવ સ્કિન માટે ફેસ વૉશથી સીરમ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન સુધીની સલાહ એક્સપર્ટે…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Oily Skin ની Healthy Care: 4 એક્સપર્ટ ટિપ્સથી મેળવો ચમકતી અને હેલ્ધી સ્કિન!

Beauty Tips: તૈલીય ત્વચા અર્થાત્ ઓઇલી સ્કિન (Oily Skin)વાળી વ્યક્તિઓ માટે સ્કિન કેર રુટિન નિર્ધારીત કરવું કઠિન જણાય છે કારણકે, ખોટી પ્રોડક્ટ એમની ત્વચાને વધુ ઓઇલી, ચીકણી અથવા ખીલ (Sticky Skin & Pimples)ની સમસ્યાયુક્ત બનાવી શકે છે. આ સંજોગોમાં એવી પ્રોડક્ટ પસંદ કરવી જરુરી છે જે ત્વચાનું વધારાનું ઓઇલ કંટ્રોલ કરવા ઉપરાંત એને ડ્રાય પણ ન બનાવી દે! ફેમસ ડર્મેટોલોજીસ્ટના મતે ઓઇલી સ્કિનની સંભાળ પડકારજનક છે. અને આવી ઓઈલી તથા સેન્સિટિવ સ્કિન માટે ફેસ વૉશથી માંડીને સીરમ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન સુધી જરુરી સલાહ એક્સપર્ટે અહિં આપી છે જે વિશે જાણીશું…

ઓઇલી સ્કિન કેર રુટિન ટિપ્સ (Oily Skin Care Routine tips)

આ માટે આ 4 ટિપ્સને યાદ રાખવી આવશ્યક છે.

Oily Skin Facewash
Oily Skin Facewash

1. ઓઇલી સ્કિન માટે ફેસ વૉશ (Oily Skin Facewash)

ઓઇલી અને સેન્સિટિવ સ્કિન માટે એવો ફેસ વૉશ પસંદ કરવો જોઈએ જે ત્વચાના વધારાના ઓઇલ અને ગંદકીને સાફ કરે! પરંતુ ત્વચાની કુમાશને પૂર્ણ રીતે ખતમ કરીને એને ડ્રાય ન બનાવી દે એવા ફેસ વૉશનો ઉપયોગ કરવોય યોગ્ય ફેસ વૉશ તમારી ત્વચાને કોઈ પણ જાતની સમસ્યા વિના સાફ કરવામાં મદદરુપ થાય છે. એ એક્ટિવ એકનેયુક્ત સ્કિન માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

2. ઓઇલી સ્કિન માટે સીરમ (Oily Skin Serum)

ઓઇલી સ્કિન માટે સૅલિસિલિક એસિડયુક્ત સીરમ સૌથી ઉત્તમ રહે છે. સૅલિસિલિક એસિડ એક ઓઇલ-સોલ્યુબલ એક્સફોલિએન્ટ છે જે ત્વચાના પોર્સમાં જમા થયેલા વધારાના તેલ અને ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. એનાથી બ્લેક હેડ્સ અને એક્ને જેવી સમસ્યાઓને પણ મેનેજ કરી શકાય છે. જો કે, પ્રારંભિક તબક્કામાં એનો લો ફ્રિકવન્સીમાં વપરાશ કરવો બહેતર રહેશે.

Oily Skin Moisturizer
Oily Skin Moisturizer

3. ઓઇલી સ્કિન માટે મોઇશ્ચરાઇઝર (Oily Skin Moisturizer)

ઓઈલી સ્કિન માટે પણ મોઇશ્ચરાઈઝરની જરુર પડે છે. નિયાસિનામાઈડ અને ઝીંક PCA ધરાવતા હળવા મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટેડ રાખવાની સાથે વધારાના ઓઇલને પણ દૂર કરે છે. નિયાસિનામાઈડ તત્વ ત્વચાની લાલાશ અને ઇરિટેશનને શાંત કરવામાં મદદ કરે છે. એવુ મોઇશ્ચરાઇઝર પસંદ કરવું જે હળવું હોય અને ત્વચા પર ચીકાશ ન ફેલાવે!

4. ઓઇલી સ્કિન માટે સનસ્ક્રિન (Oily Skin Sunscreen)

ઓઇલી સ્કિન માટે હળવા, વૉટર બેઝ્ડ અથવા જૅલ ટેક્ષ્ચર વાળા સનસ્ક્રીન બહેતર રહે છે. તે ત્વચા પર સરળતાપૂર્વક ફેલાઇ જાય છે અને ચહેરા પર ચીકાશયુક્ત ફીલ નથી થતા. આવા સન સ્ક્રિન લગાવવાથી ત્વચાને યૂવી કિરણોથી બચાવવામાં મદદ મળે છે અને એ એક્ને થયા બાદ થનારી પિગમેન્ટેશનને વધતા રોકવામાં પણ સહાયક સિદ્ધ થાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: ગરમીમાં ચહેરાને તરત જ મળશે ઠંડક…હળદરના આઇસ ક્યૂબ્સ બનાવવાની સહેલી રીત..!