Ahmedabad News: અમદાવાદ સાબરમતી નદીમાં સતત બીજા દિવસે એક યુવકે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના (Sabarmati River Incident) સામે આવી છે. સરદાર બ્રિજ નજીક યુવકને મુશ્કેલીમાં જોઈને સ્થાનિક લોકોનું ધ્યાન ગયું હતું. ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે, ટીમો પહોંચે તે પહેલાં જ યુવક નદીમાં પડ્યો હતો.
સદનસીબે, તે સમયે નદીમાં સફાઈ માટે સ્કીમર મશીન કાર્યરત હોવાથી તેનો તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો હતો. યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢીને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
Sabarmati River Incident: સ્કીમર મશીનથી તાત્કાલિક રેસ્ક્યૂ
મળતી માહિતી મુજબ, 5 ઓક્ટોબરના બપોરના સમયે સરદાર બ્રિજ પાસે (Sardar Bridge Ahmedabad) યુવકને મુશ્કેલીમાં જોયા બાદ લોકો એકઠા થયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં રિવર રેસ્ક્યૂ ટીમને પણ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.દરમિયાન યુવક નદીમાં પડ્યો હતો. તે સમયે નદીમાં સફાઈ કામગીરી માટે સ્કીમર મશીન ચાલુ હોવાથી તેની મદદથી યુવકને ઝડપથી બહાર (Sabarmati River Rescue) કાઢવામાં આવ્યો હતો.

બહાર આવ્યા બાદ યુવક રડવા લાગ્યો
યુવકને નદીમાંથી બહાર કાઢ્યા બાદ તે ભાવુક થઈ રડવા લાગ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે તેના પરિવારને પણ જાણ કરી હતી. હાલ યુવક અમદાવાદનો જ રહેવાસી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
શું કારણ હતું? પોલીસ તપાસ કરી રહી છે
રિવરફ્રન્ટ પોલીસના જણાવ્યા મુજબ, યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે અને તેની સાથે વાતચીત કરીને ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ચૌધરીના જણાવ્યા મુજબ, યુવક પોલીસ સ્ટેશનમાં છે અને તેને સમજાવવામાં આવી રહ્યો છે. તેણે આવું પગલું શા માટે ભર્યું તે અંગે પૂછપરછ ચાલી રહી છે.સમગ્ર મામલે પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સતત બીજા દિવસે આવી ઘટના
નોંધનીય છે કે સરદાર બ્રિજ પર એક દિવસ અગાઉ પણ આવી જ પ્રકારની ઘટના સામે આવી હતી. તે સમયે પણ પોલીસે સમયસર કાર્યવાહી કરીને યુવકને સુરક્ષિત રીતે બચાવ્યો હતો.આ બંને ઘટનાઓ બાદ સરદાર બ્રિજ અને નદીકાંઠાના વિસ્તારમાં સુરક્ષા તથા દેખરેખને લઈને પણ સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્રેમિકાએ અન્ય સાથે લગ્ન કરતાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો: ‘અધિકારી ત્રાસ આપે છે’- આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કર્મચારીએ બનાવ્યો વીડિયો
આ પણ વાંચો: ગાંધીનગર: કોસ્ટ ગાર્ડ ઓફિસમાં જવાનનો આપઘાતનો પ્રયાસ, સરકારી રાઇફલથી ગળા પર ફાયરિંગ કર્યું
