World News/ ભયાનક વિમાન ક્રેશ: નાઇજીરીયામાં આકાશમાંથી કાળ ત્રાટક્યો

નાઇજીરીયા (Nigeria)માં એરફોર્સનું ATR-42 વિમાન ક્રેશ થતાં એર ચીફ સન્ડે કેલ્વિન અનેકે સહિત 32 લોકોનાં મોત થયા છે. રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરી તપાસના આદેશ આપ્યા છે.

Top Stories World
Nigeria માં એરફોર્સનું વિમાન ક્રેશ

World News :નાઇજીરીયા (Nigeria)માં સોમવારે સવારે લગભગ 9 વાગ્યે દક્ષિણ નાઇજીરીયાના બેનિન શહેરથી લાગોસના આર્થિક કેન્દ્ર તરફ નિયમિત મિશન પર જઈ રહેલું નાઇજીરીયન એરફોર્સ (Nigerian Air Force)નું એટીઆર-42 (ATR-42) ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ વિમાન દક્ષિણપશ્ચિમ ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડામાં નૌકાદળના બેઝ પાસે અચાનક ક્રેશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં એર સ્ટાફના વડા, એર માર્શલ સન્ડે કેલ્વિન અનેકે (Sunday Kelvin Aneke)સહિત કુલ 32 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં 25 મુસાફરો અને 7 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ ત્રાસદાયક ઘટનાને પગલે નાઇજીરીયામાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.

ધડાકાભેર વિમાન ક્રેશ થવાનો અવાજ સંભળાયો

ઘટનાસ્થળથી આશરે એક કિલોમીટર દૂર રહેતા પ્રત્યક્ષદર્શીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વિમાન ક્રેશ (Plane crash)થતી વખતે કોઈ જોરદાર ગર્જના જેવો ભયાનક અવાજ સંભળાયો હતો. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નદી કિનારે લોકોની ભારે ભીડ અને બચાવ કામગીરી માટે હોડીઓ દ્વારા શોધખોળ ચલાવતા કર્મચારીઓ નજરે પડી રહ્યા છે. નાઇજીરીયામાં તાજેતરના વર્ષોમાં બનેલી આ સૌથી ખરાબ હવાઈ દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ ઊંડો શોક વ્યક્ત કર્યો

આ ત્રાસદાયક ઘટનાને પગલે નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુ (Bola Tinubu)એ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી છે. દેશના સશસ્ત્ર દળો અને સમગ્ર રાષ્ટ્રના સન્માનમાં રાષ્ટ્રપતિએ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે તેમજ દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ, નાઇજિરિયન વાયુસેનાને આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવાના સખત નિર્દેશો આપવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.


આ પણ વાંચો:મિયામી એરપોર્ટ પર એમેઝોનનું બોઇંગ 767 ક્રેશ, 5નાં મોત; અનેક લોકો ઘાયલ

આ પણ વાંચો:અમેરિકાના અલાસ્કામાં ચાર્ટર્ડ વિમાન ક્રેશ, 2 પાઇલટ સહિત 8 લોકો લાપતા

આ પણ વાંચો:અમેરિકામાં અપાચે હેલિકોપ્ટર ક્રેશ; બે પાયલટના મોત, ખેતરમાં ફાટી નીકળી ભીષણ આગ