Food Recipe/ સવારના નાસ્તામાં શું બનાવવું એ સમજ ન પડે ત્યારે ટ્રાય કરો આ મિલેટ કટલેટ…હૅલ્ધી રેસિપી..!

દરરોજના રુટિન નાસ્તાથી બૉર થઇ ગયા હોય તો કંઇક નવીન રેસિપી ટ્રાય કરો. આજે તમને મિલેટથી બનતો એક સ્વાદિષ્ટ નાસ્તો મિલેટ કટલેટ (Millet Cutlet) દર્શાવવા…

Trending Food Lifestyle
Millet Cutlet...Super Healthy અને tasty રેસિપી...30 મિનિટમાં રેડી થઈ જશે!

Food Recipe: તમે દરરોજના નાસ્તામાં પૌંઆ, પુડલા, ઉપમા વગેરે ખાઈને બોર થઈ ગયા હોય અને બ્રેકફાસ્ટ રેસિપીની શોધમાં છો તો આ હૅલ્ધી રેસિપી તમારા માટે જ છે! આ છે મિલેટ કટલેટ રેસિપી…મિલેટ અર્થાત્ જાડા અનાજમાં પોષક તત્વો ભરપૂર હોય છે. એને અનેક પ્રકારની રેસિપીમાં સામેલ કરી શકાય છે. આ મિલેટ કટલેટ (Millet Cutlet) ની રેસિપી અમે તમારા માટે લઈને આવ્યા છીએ…તો ચાલો એને ઘરે બનાવવાની આસાન રેસિપી વિશે જાણીએ…

દરરોજના રુટિન નાસ્તાથી બૉર થઇ ગયા હોય તો કંઇક નવીન રેસિપી ટ્રાય કરો. આજે તમને મિલેટથી બનતો એક સ્વાદિષ્ટ નાસ્તો મિલેટ કટલેટ (Millet Cutlet) દર્શાવવા જઈ રહ્યાં છીએ. જે લોકો મેંદો કે બટાટા ખાવાનું ટાળવા માગતા હોય એ લોકો પોતાના ડાયેટમાં એને સામેલ કરી શકે છે. આ નાસ્તો દેખાવમાં તો કટલેટ જેવી જ લાગે છે પણ એમાં મેંદો કે બટાટા નથી હોતા! બાળકોને આ નાસ્તો ઘણો પસંદ પડશે. તમે ઘરે આવેલા મહેમાનો માટે પણ આ વાનગી બનાવી શકો છો. તો ચાલો જાણીએ…સામા કે મોરૈયાથી બનતી આ રેસિપી…

ચા અને ફરસાણનો તો એક અનોખો સાથ છે…લોકોને ચા કે સૉસ સાથે નમકીન ફરસાણ (Namkeen) ખાવું ઘણું જ પસંદ હોય છે! જો તમે પણ કંઇક મજેદાર ખાવા માગતા હો ચો ઘરે સરળતાથી બનતા મિલેટથી બનતા એક સ્વાદિષ્ટ નાસ્તા (Millet Cutlet)ને એક વાર ટ્રાય કરી જુઓ… અહિં, અમે તમારા માટે લઇને આવ્યા છીએ આ સ્વાદિષ્ટ ફરસાણની રેસિપી!

ઘણા એવું જ માને છે કે હૅલ્ધી ખોરાક બોરિંગ હોય છે પરંતુ એવું નથી! ઘણા બધા એવા હૅલ્ધી ફુડ્સ છે જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોવાની સાથોસાથ ટેસ્ટી પણ હોય છે. એવો જ એક નાસ્તો છે મિલેટ કટલેટ (Millet Cutlet), જે સ્વાદ અને સંગમનો અનોખો કોમ્બો છે અને બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઇને પસંદ પડશે.સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આ મિલેટ કટલેટ એક બહેતરીન વિકલ્પ (Healthy Recipe) હોઈ શકે છે.

શી રીતે બનાવશો મિલેટ કટલેટ? (Millet Cutlet Recipe)

મિલેટ કટલેટ (Millet Cutlet) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

મિલેટ કટલેટ (Millet Cutlet) બનાવવા માટેની સામગ્રી
મિલેટ કટલેટ (Millet Cutlet) બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

1 ચમચી તેલ

અડધી ચમચી હીંગ

1 ચમચી જીરું

અડધી ચમચી અધકચરા કાળા મરી

5-7 મીઠા લીમડાના પાન

1 ટુકડો આદુ

4 કપ પાણી

સ્વાદાનુસાર મીઠું

અડધો કપ શેકેલી મગફળી

અડધો કપ કાજુ

અડધો કપ છીણેલું ગાજર

અડધો કપ સમારેલી ફ્રેન્ચ બીન્સ

અડધો કપ બાફેલી મકાઈ

પા કપ લીલા વટાણા

1 ચમચી ચિલી ફ્લેક્સ

1 કપ સામો અથવા મોરૈયો

આવશ્યકતા અનુસાર તેલ કે ઘી

સમારેલી 1 મુઠ્ઠી કોથમીર

Millet Cutlet Recipe
Millet Cutlet Recipe

બનાવવાની વિધિ

1. સોપ્રથમ એક પૅનમાં તેલ લઇને હીંગ, જીરુ, અધકચરા કાળા મરી, મીઠા લીમડાના પાન, સમારેલા લીલા મરચાં અને વાટેલું આદુ ઉમેરીને વઘાર કરો.

2. હવે પાણી ઉમેરીને સ્વાદાનુસાર મીઠું ઉમેરો. એક ઉભરો આવવા દો.

3, હવે એમાં શેકેલા સીંગદાણા, ક્રશ કરેલા કાજુ, છીણેલું ગાજર, લીલા વટાણા, સમારેલી બીન્સ, બાફેલા મકાઈદાણા અને ચિલી ફ્લૅક્સ મિક્સ કરો.

4. હલાવતા રહીને ધીમે-ધીમે સામો અથવા મોરૈયાને (Samo or Barnyard millet) ઉમેરો. સતત હલાવતા રહો જેથી કોઈ ગાંઠા ન પડે.

5. જ્યાં સુધી એ બાંધેલા લોટ જેવું ન થાય ત્યાં સુધી એને થવા દો અને પછી ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લો.

6. એમાં તાજી સમારેલી કોથમીર ઉમેરીને હાથ વડે મિશ્રણને મિક્સ કરો અને પેટિસનો શૅપ આપી દે.

7. એક પૅનમાં ઘી અથવા તેલ ગરમ કરીને આ કટલેટ્સને બંને તરફ સોનેરી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લે.

તો તૈયાર છે તમારી મિલેટ કટલેટ…જેને તમે કોઈ પણ ચટણી અથવા ચા સાથે ગરમાગરમ પીરસી શકો છો. બાળકો (Kids)ને પણ આ હૅલ્ધી કટલેસ ખવડાવવી એ એમને સામો અથવા મોરૈયો ખવડાવવાનો એક સારો વિકલ્પ છે. બાળકોને આ નાસ્તો ઘણો પસંદ પડશે. તમે ઘરે આવેલા મહેમાનો માટે પણ આ વાનગી બનાવી શકો છો. સામાન્ય વેજ કટલેટની જેમ જ આ કટલેટ પણ સ્વાદિષ્ટ લાગે છે.


આ પણ વાંચો: ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!

આ પણ વાંચો: ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!