Girsomnath News/ સોમનાથમાં મોદીના જાહેરજીવનના 25 વર્ષની ઉજવણી, 10 હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે

Narendra Modi Public Life: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથમાં ‘સેવા જ્યોત યાત્રા’ યોજાશે. 10 હજારથી વધુ કાર્યકર્તાઓની હાજરીની તૈયારી છે અને PM મોદી વર્ચ્યુઅલી જોડાશે.

Top Stories Gujarat Breaking News
Narendra Modi Public Life: 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથમાં ‘સેવા જ્યોત યાત્રા’

Gir Somnath News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ (PM Modi 25 Years) થવાના અવસરે દેશ અને ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન (Narendra Modi Public Life) કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ ખાતે ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં જિલ્લામાંથી 10 હજારથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેવી તૈયારી ચાલી રહી છે.

કાર્યક્રમને લઈને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ સહિતની વિવિધ કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચવાના હોવાથી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યવસ્થાઓને (Seva Jyot Yatra) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Narendra Modi Public Life: વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાશે

જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમારના જણાવ્યા મુજબ, આવતીકાલે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમ સાથે (PM Modi Virtual Address) જોડાશે. તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરશે અને સેવા જ્યોત પ્રગટાવશે.

Narendra Modi Public Life: 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથમાં ‘સેવા જ્યોત યાત્રા’
Narendra Modi Public Life: 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથમાં ‘સેવા જ્યોત યાત્રા’

મુખ્ય કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ પહોંચશે. વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન બાદ પ્રતીકાત્મક રીતે ‘સેવા જ્યોત યાત્રા’ અને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ રૂટ પર નીકળશે સેવા જ્યોત યાત્રા

જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે સોમનાથમાં યોજાનારી પદયાત્રા માટે ત્રણ અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કાર્યક્રમ બાદ આ રૂટ પર સેવા જ્યોત યાત્રા યોજાશે.

આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ

કાર્યક્રમમાં સાંસદ નિમુબેન બાંભણિયા, રાજેશ ચુડાસમા, માનસિંહ પરમાર સહિત જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર તેમજ સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ (Gujarat BJP)  હાજર રહેવાના છે.

જિલ્લા ભાજપના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ (Narendra Modi Public Life) પૂર્ણ થવાના અવસરે યોજાનારા કાર્યક્રમને લઈને સંગઠન દ્વારા તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સોમનાથ ખાતેની મુખ્ય સભા બાદ સેવા જ્યોત યાત્રા અને મશાલ યાત્રા યોજાશે.


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા 24 વર્ષમાં બન્યું સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ

આ પણ વાંચો: સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે, 85 વર્ષની સ્થાપના ઉજવણીમાં ભાગ લેશે