Jamnagar News/ જામનગરમાં પડતર માંગણીઓને લઈને મહેસૂલી કર્મચારીઓની હડતાળ યથાવત, રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળની હડતાળથી જામનગર (Jamnagar)ની કચેરીઓનું કામકાજ ઠપ. જાતિ અને આવકના દાખલાની કામગીરી અટકી.

Gujarat Others Breaking News
Jamnagar

 Jamnagar News: ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-3)ના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. 13થી 14 જેટલી પડતર માંગણીઓના નિરાકરણની માગ સાથે નાયબ મામલતદાર, મહેસૂલી ક્લાર્ક અને મહેસૂલી તલાટી એમ ત્રણેય કેડરના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.

Jamnagarમાં કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ

જામનગર જિલ્લામાં કર્મચારી (Gujarat Revenue Employees Strike)ઓએ સરકારનું ધ્યાન પોતાની માંગણીઓ તરફ દોરવા માટે રામધૂનનું આયોજન કર્યું હતું. કર્મચારીઓએ એકસાથે “શ્રી રામ જય રામ જય જય રામ”ના જાપ સાથે રામધૂન બોલાવી પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

લાંબા સમયથી પડતર માંગણીઓ

કર્મચારીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી પડતર રહેલી 13થી 14 માંગણીઓ અંગે સરકાર યોગ્ય નિર્ણય લે અને તેમની રજૂઆત સાંભળવામાં આવે, તે માગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

ત્રણેય કેડરના કર્મચારીઓ હડતાળમાં જોડાતા મહેસૂલી કચેરીઓની રોજિંદી કામગીરી પર અસર પડી છે. જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ અન્ય મહત્વના કામો અટકી પડતાં સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તબક્કાવાર આંદોલનની ચીમકી

કર્મચારીઓએ જણાવ્યું કે મહામંડળના આદેશ મુજબ, જ્યાં સુધી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રાખવામાં આવશે. હવે સરકાર તરફથી શું નિર્ણય લેવાય છે અને હડતાળ ક્યારે સમાપ્ત થાય છે, તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: 5-ડે બેન્કિંગની માંગ કેમ? બેંક કર્મચારીઓની હડતાળ પાછળની આખી કહાની

આ પણ વાંચો: ATMમાં કેશની કટોકટીનો ખતરો! કેશ રિફિલ કર્મચારીઓની હડતાળથી વધી શકે મુશ્કેલી

આ પણ વાંચો: નડિયાદના પીજ ચોકડીમાં લક્ષ્મી સ્નેક્સ રિયલ કંપનીના કર્મચારીઓની હડતાળ