Shani Amavasya: 10 ઑક્ટોબરે પિતૃપક્ષની અમાવસ્યા છે. શનિવારે આ અમાવસ્યા આવવાને કારણે એને શનિ અમાવસ્યા પણ કહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ અમાવસ્યાએ સૂર્ય અને ચંદ્રમાની કન્યા રાશિમાં યુતિ (Surya Chandra Yuti) થવા જઈ રહી છે જેથી અમાવસ્યા યોગ બની રહ્યો છે. આ યુતિના કારણે કેટલીક રાશિઓને માનસિક તણાવ, આર્થિક ઉતાર-ચડાવ અને કેરિયરમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ સંજોગોમાં આ રાશિના જાતકોએ અત્યંત સતર્ક રહેવું પડશે. તો જાણીએ કે આ 3 કઈ રાશિઓ છે?
શનિ અમાવસ્યાએ Surya Chandra Yuti -આ 3 રાશિઓ રહે સાવધાન
10 ઑક્ટોબરે પિતૃપક્ષની અમાવસ્યા (Pitru Paksh Amavasya, 10 October 2026) છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમાની યુતિના કારણે કેટલીક રાશિઓને માનસિક તણાવ, આર્થિક ઉતાર-ચડાવ અને કેરિયરમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.
કન્યા રાશિ (Virgo)- સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આવી શકે

આ યુતિ (Surya Chandra Yuti) તમારી જ રાશિમાં થવા જઈ રહી છે આથી એનો સૌથી વધારે પ્રભાવ તમારી જ રાશિ પર પડશે. આથી તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત, માનસિક તણાવ પણ ઘણો વધારે રહી શકે છે. ખર્ચમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે. દરેક કાર્યમાં તમારે વિશેષ સાવધાનીથી વર્તવાનું રહેશે. કોઈ પણ કાર્ય સમજી-વિચારીને કરવું નહિં તો નુકસાન થઇ શકે છે.
તુલા રાશિ (Libra)- ખર્ચ પર નિયંત્રણ રાખવું જરુરી

તુલા રાશિના બારમા ભાવમાં આ યુતિ (Surya Chandra Yuti) સર્જાવા જઈ રહી છે. આનાથી તમારી માનસિક કઠિનાઈઓ વધી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરુરી છે નહિં તો આખુ બજેટ બગડી શકે છે. અચાનક ધનહાનિ થવાની આશંકા છે. કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાથી બચવું. માતા-પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ઉતાવળે રોકાણ કરવાથી બચવું.
મીન રાશિ (Pisces)- બિઝનેસ પાર્ટનર દગો કરી શકે

મીન રાશિના સાતમા ભાવમાં આ યુતિ (Surya Chandra Yuti) સર્જાઇ રહી છે. આ યુતિથી તમને ભાગીદારીના કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. બિઝનેસ પાર્ટનરથી દગો થઈ શકે છે. આ ઉપરાંત, દાંપત્ય જીવન માટે પણ આ યુતિ અશુભ માનવામાં આવી રહી છે. તમારે તમારા જીવનસાથી સાથે કોઈ ને કોઈ બાબત અંગે ઝગડો થઈ શકે છે. આ સંજોગોમાં તમારે અત્યંત સતર્ક રહેવાની જરુર રહેશે.
સૂર્ય અને ચંદ્રની યુતિના અશુભ પ્રભાવથી બચવાના અચૂક ઉપાય (Surya Chandra Yuti Upay)
1. સાંજના સમયે પીપળાના વૃક્ષ (Peepal Tree) નીચે સરસવના તેલનો ચોમુખો દીવો પ્રગટાવવો.
2. શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરવું.
3. કાળા તલ અને અડદનું દાન (Daan) કરવું.
4. ઓમ્ નમ: શિવાય મંત્રનો જાપ કરવો.
5. સૂર્ય-ચંદ્ર દોષથી મુક્તિ અર્થે હનુમાન ચાલીસા (Hanuman Chalisa) અને સુંદર કાંડનો પાઠ કરવો અત્યંત લાભદાયી રહેશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: ધનના દાતા શુક્ર બનાવશે પૂરા 165 વર્ષો બાદ અદ્ભૂત અર્ધકેન્દ્ર યોગ…આ રાશિઓ યશ-ધન કમાશે..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!
