Ahmedabad News : અમદાવાદમાં નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા (Traffic Rules)જાળવવા માટે પોલીસ કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ભારે માલવાહક વાહનો, મોટી બસો અને અન્ય પ્રતિબંધિત (Heavy Vehicle Ban)વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આ નિયમોનો હેતુ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવું અને માર્ગ અકસ્માતો અટકાવવાનો છે.
1. નવરાત્રિમાં ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ (Traffic Rules)
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ, અગાઉના જાહેરનામામાં પ્રતિબંધિત કરવામાં આવેલા વાહનોને નવરાત્રિ અને દશેરા દરમિયાન નિર્ધારિત સમયગાળામાં શહેરમાં પ્રવેશવાની મંજૂરી રહેશે નહીં. આ નિયંત્રણ 11 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર 2026 સુધી લાગુ રહેશે.
2. કયા માલવાહક વાહનોને મળશે પ્રવેશ? (Goods Vehicles)
જાહેરનામા મુજબ, 7,500 કિલોગ્રામ સુધીના કુલ વજનવાળા લાઇટ ગુડ્ઝ વ્હીકલ (LGV) અને લાઇટ પેસેન્જર (Passenger Vehicles)વ્હીકલ (LPV) શહેરમાં પ્રવેશ કરી શકશે. વાહનનું કુલ વજન જાણવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)માં દર્શાવેલી વિગતો ધ્યાનમાં લેવાની રહેશે. આ મર્યાદા સિવાયના માલવાહક વાહનો તથા ટ્રેક્ટર-ટ્રોલીની અવરજવર પર અગાઉના નિયમો મુજબ નિયંત્રણ રહેશે.
3. મોટી બસો માટે પણ નિયમો લાગુ (Passenger Vehicles)
જાહેરનામા પ્રમાણે, સ્લીપિંગ સુવિધા વગરની 33 મુસાફરો સુધીની બેઠક ક્ષમતા ધરાવતી પેસેન્જર બસો શહેરમાં પ્રવેશ કરી શકશે. જ્યારે 33થી વધુ મુસાફરોની બેઠક ક્ષમતા ધરાવતાં પેસેન્જર વાહનોની અવરજવર પર અગાઉના જાહેરનામા મુજબ પ્રતિબંધ (Heavy Vehicle Ban)લાગુ રહેશે.
4. રાત્રે પણ વાહનચાલકોએ રાખવી પડશે સાવચેતી (Ahmedabad Traffic Police)
નવા જાહેરનામા મુજબ, પ્રતિબંધિત વાહનોને સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અને મધરાતે 12થી રાત્રે 2 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવાની મંજૂરી નહીં હોય. આ નિયમોનો અમલ 21 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 2 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ અગાઉનાં જાહેરનામાં ફરી અમલમાં આવશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેથી વાહનચાલકોએ અમદાવાદમાં પ્રવેશતા પહેલાં પોતાના વાહનના પ્રકાર, વજન અને બેઠક ક્ષમતા અંગેની વિગતો તપાસી લેવી જરૂરી છે.
આ પણ વાંચો: જુનાગઢમાં 9 સ્પા સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી
આ પણ વાંચો: હિંમતનગરમાં હુડાના જાહેરનામા વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ
આ પણ વાંચો: દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકોની જોખમી મોજ, તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ
