New Dehi News : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ત્રણ નેતાઓ (CJP Leaders)અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાને દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ શરતી મુક્તિ આપવામાં આવી છે. જંતર-મંતર (Jantar Mantar)ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી એરપોર્ટ પરથી અટકાયતમાં લેવાયેલા ત્રણેય નેતાઓને ₹50,000ના બોન્ડ પર સહી કરાવ્યા બાદ એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરતે મુક્ત કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
CJP Leaders (CJPના નેતાઓ)ને ₹50 હજારના બોન્ડ પર મુક્તિ
દિલ્હી પોલીસે (Delhi Police0)ત્રણેય નેતાઓને દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. અહેવાલો અનુસાર, મેજિસ્ટ્રેટે તેમને ₹50,000ના બોન્ડ પર સહી કરાવીને મુક્ત કર્યા હતા. આ સાથે એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરત પણ મૂકવામાં આવી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી નિવારક અટકાયતના ભાગરૂપે હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે લેવામાં આવેલી આ કાર્યવાહી બાદ મેજિસ્ટ્રેટે શરતો સાથે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હી એરપોર્ટ પરથી લેવાયા હતા અટકાયતમાં
અભિજીત દિપકે (Abhijeet Dipke), સૌરવ દાસ (Saurav Das)અને આશુતોષ રંકા (CJP Leaders)શનિવારે મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ જંતર-મંતર ખાતે CJP દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના હતા. જોકે, દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર જ અટકાયતમાં લીધા હતા.
ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા હેઠળ ત્રણેયને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહી ચર્ચામાં આવી છે.
વિરોધ પ્રદર્શનને લઈને 20થી વધુ FIR
જંતર-મંતર (Jantar Mantar)અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચવાનો પ્રયાસ કરનારા કેટલાક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ઘટનાઓને લઈને દિલ્હી પોલીસે 20થી વધુ FIR નોંધી છે. તેમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલ, સરકારી કામગીરીમાં અવરોધ અને પોલીસ અધિકારીઓ પર હુમલા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોમાં ચોક્કસ વ્યક્તિ સામેના આરોપો અને તેની કાનૂની સ્થિતિ અલગથી ધ્યાનમાં લેવાની રહેશે.
Jantar Mantar પાસે કલમ 163 હેઠળ પ્રતિબંધો
CJP અને AISA દ્વારા જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાતને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સંસદ માર્ગ અને કનોટ પ્લેસ તરફના કેટલાક રસ્તાઓ પર અવરજવર નિયંત્રિત કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
દિલ્હી પોલીસ (Delhi Police)ના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ છે. તંત્ર દ્વારા લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પ્રતિબંધોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
