New Delhi News : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત INDIA બ્લોકના નેતાઓએ ‘મત ચોરી’ (Vote Chori)ના મુદ્દે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને મળવાની માંગ કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court)તરફ કૂચ કરવાની જાહેરાત વચ્ચે CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે સર્વોચ્ચ અદાલતના દરવાજા દરેક નાગરિક માટે ખુલ્લા છે. તેમણે જણાવ્યું કે કાયદા મુજબ દરેક નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે.
CJI સૂર્યકાંતે શું કહ્યું?
વિપક્ષી નેતાઓના પ્રસ્તાવિત વિરોધ પહેલાં CJI સૂર્યકાંતે (CJI Suryakant)મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેમને મુલાકાત માટે વિનંતી કરતો પત્ર મળ્યો હતો. તેમણે કહ્યું કે પત્રનો જવાબ અગાઉની રાત્રે જ આપી દીધો હતો અને મુલાકાત શક્ય ન હોવાનાં કારણો પણ સમજાવ્યાં હતાં.

CJIએ વધુમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દરવાજા સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલી સંસ્થાઓના સભ્યો માટે ખુલ્લા છે. કોઈપણ ભારતીય નાગરિક કાયદાકીય મુદ્દે અદાલતનો સંપર્ક કરી શકે છે. કોર્ટ સંબંધિત ચિંતાઓ સાંભળશે અને કાયદાની જોગવાઈઓ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે.
‘મત ચોરી’ના મુદ્દે વિપક્ષની માંગ
રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ CJIને પત્ર લખીને મુલાકાત માટે સમય માગ્યો હતો. વિપક્ષી નેતાઓએ મતદાર યાદીઓમાં સુધારા અને ચૂંટણી પ્રક્રિયાને લગતી પોતાની ચિંતાઓ રજૂ કરવા માટે મેમોરેન્ડમ સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
વિપક્ષની મુખ્ય માંગણીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારનું રાજીનામું, મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર રોક અને બેલેટ પેપર સિસ્ટમ તરફ પાછા ફરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, CJIએ મુલાકાત આપવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દાઓ અંગેની કાયદાકીય પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને મુલાકાત શક્ય ન હોવાનું જણાવાયું હતું.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગે પણ સ્પષ્ટતા
CJI સૂર્યકાંતે (CJI Suryakant) ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મુલાકાત રદ થવા અંગે તેમણે કહ્યું કે હિતોના સંઘર્ષની સંભાવનાને ધ્યાનમાં રાખવી જરૂરી હતી.
તેમણે જણાવ્યું કે આ બાબતે વહીવટી સ્તરે ચર્ચા કરવામાં આવી હતી. તેમના અને વરિષ્ઠ ન્યાયિક સાથીઓના મતે હિતોના સંઘર્ષની કોઈપણ પરિસ્થિતિ ટાળવી જરૂરી હતી. આથી સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિપક્ષના વિરોધ અને CJIના નિવેદન વચ્ચે હવે ‘મત ચોરી’, SIR પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર રાજકીય ચર્ચા વધુ તેજ થવાની શક્યતા છે.
