Ajab Gajab News: સાંભળવામાં અજીબ લાગશે પણ ચીનની જીયાઓ ચેન (Xiao Chen, શિયો ચેન)નામની એરહોસ્ટેસે કંઇક અલગ કર્યુ છે (Air hostess quit job)! આજે એ આ બિઝનેસમાંથી દરરોજ લાખો રુપિયા કમાઈ રહી છે.
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક એરહોસ્ટેસ કરચલા વેચવા માટે (for Selling Crab) પોતાની ગ્લૅમરસ નોકરી છોડી શકે ખરી? સાંભળવામાં અજીબ લાગશે પણ ચીનની જીયાઓ ચેન (Xiao Chen, શિયો ચેન)નામની એરહોસ્ટેસે કંઇક આમ જ કર્યુ છે (Air hostess quit job)! આજે એ આ બિઝનેસમાંથી દરરોજ લાખો રુપિયા કમાઈ રહી છે. તો ચાલો જાણીએ આ રસપ્રદ કહાણી વિશે…
કેમ છોડી 12 વર્ષ જૂની નોકરી? (Air hostess quit job)
એરહોસ્ટેસ બનવું એ કેટલાયે યુવાનો માટે એક સપનુ હોય છે. ચેન પણ 12 વર્ષથી એક એરહોસ્ટેસ તરીકે જૉબ (Flight Attendant Job) કરી રહી હતી. એમાં એને દુનિયા ફરવાનો મોકો પણ મળતો હતો. પણ જ્યારે એણે જોયું કે એના હોમટાઉન નિંગબો (Ningbo, China)માં એની માતાનો કરચલાનો બિઝનેસ ઘણો જ વધવા પામ્યો છે ત્યારે એણે પરિવારને મદદ કરવા માટે વગર વિચાર્યે પોતાની શાનદાર નોકરી છોડી દીધી!

સોશિયલ મીડિયાએ એના બિઝનેસની કાયાપલટ કરી દીધી
Vietnam.vnના એક રિપોર્ટ અનુસાર, ચેન જ્યારે એર હોસ્ટેસ હતી ત્યારે લોકો સાથે વાતચીત કરવાની કળાનો એણે નોકરી છોડ્યા બાદ (Air hostess quit job) બિઝનેસમાં યુઝ કર્યો. એણે સોશિયલ મીડિયા પર નાના-નાના વિડિયો બનાવવાની શરુ કર્યા. એમાં એણે કરચલા પસંદ કરવાથી માંડીને પૅક કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાને સરસ રીતે પ્રસ્તુત કરી. ક્યારેક સુંદર એરહોસ્ટેસના પોશાકમાં સજ્જ દેખાતી ચેન હવે તળાવો પાસે કરચલાને સંભાળતી અને ઓર્ડર પૅક કરતી નજરે પડે છે! એના વિડિયો લોકોને ઘણા જ પસંદ આવ્યા અને એની સાદગી અને મહેનતથી થોડા જ સમયમાં એનુ કામ લોકલ વેપારથી વધીને આખાયે દેશભરમાં પહોંચી ગયું!

તહેવારે થઈ બમ્પર કમાણી
ચીનના મશહૂર ‘મધ્ય શરદ ઉત્સવ’ દરમિયાન કરચલાની માગ ઘણી જ વધી જાય છે. લોકો એમને ગિફ્ટ (Gift) તરીકે એકબીજાને આપે છે. આ સિઝનમાં ચેનના બિઝનેસ (Crab Business)ના તમામેતમામ રેકોર્ડ તૂટી ગયા. રિપોર્ટ અનુસાર, એનું રોજનું વેચાણ 1 લાખ યુઆન (Yuan)થી વધારે થઈ ગયું જે ભારતીય ચલણમાં લગભગ 14.45 લાખ રુપિયા જેટલું થાય છે!
ડિમાન્ડ વધુ હતી અને નફો પણ ઘણો થઈ રહ્યો હતો. પરંતુ સારી ક્વૉલિટીના કરચલાની કમી જેવી સમસ્યાઓ પણ બિઝનેસમાં આવી. ક્વૉલિટી સાથે સમજૂતી કરવાના બદલે ચેન એ સમજદારી દર્શાવી અને સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી સારી ક્વૉલિટીનો સ્ટૉક નહિં મળે ત્યાં સુધી એ ઓછા ઓર્ડર જ લેશે! એના આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ, જે દર્શાવે છે કે ગ્રાહકનો ભરોસો જ બિઝનેસની અસલી કમાણી છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
