Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) મુકેશ રાઠવાએ રાજકીય વિરોધીઓને લઈને નિવેદન (Mukesh Rathwa Statement) આપ્યું હતું. તેમણે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિરોધીઓને ઘરમાંથી બહાર નીકળવા નહીં દઈએ. કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Mukesh Rathwa Statement: ‘2027માં તમને જ ઘરમાંથી બહાર નહીં નીકળવા દઈએ’
જાહેર મંચ પરથી સંબોધન દરમિયાન મુકેશ રાઠવાએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો તેમને 2027ની ચૂંટણીમાં ઘરભેગા (Gujarat Election 2027) કરવાની વાતો કરી રહ્યા છે. તેના જવાબમાં તેમણે વિરોધીઓને પડકાર આપતાં કહ્યું કે અમારા સરપંચોના મોઢા અને નેતાઓનાં કામ જોઈ લો, 2027ની ચૂંટણીમાં તમને જ ઘરમાંથી બહાર નીકળવા નહીં દઈએ. તેમના આ નિવેદનથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
સોશિયલ મીડિયા પર સક્રિય વિરોધીઓ પર પણ નિશાન
સાંસદે સોશિયલ મીડિયા પર વિરોધીઓની કામગીરી અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે વંદા અને માંકડનો ઉલ્લેખ કરીને કેટલાક લોકો મોબાઈલના માધ્યમથી વિરોધ અને જનસેવાના નામે મોટી મોટી વાતો કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના આ નિવેદનમાં સોશિયલ મીડિયા પર રાજકીય ટિપ્પણીઓ કરનારા લોકો પર નિશાન સાધવામાં આવ્યું હતું.
આતંકવાદ અને દેશની સુરક્ષાનો પણ ઉલ્લેખ
મુકેશ રાઠવાએ દેશની સુરક્ષા અને કેન્દ્ર સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને મજબૂત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ નેપાળ, બાંગ્લાદેશ કે શ્રીલંકા નહીં, પરંતુ વડાપ્રધાન મોદીની સરકાર છે, જેમાં આતંકવાદીઓ અને દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
2027ની ચૂંટણી પહેલાં નિવેદન ચર્ચામાં
ગુજરાતમાં (Gujarat Politics) આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો વચ્ચે નિવેદનબાજીનો દોર જોવા મળી રહ્યો છે. આવા સમયે છોટા ઉદેપુરમાં સાંસદ મુકેશ રાઠવાના નિવેદનથી (Gujarat Assembly Election) સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, તેમના નિવેદન અંગે વિરોધી પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે નહીં, તે અંગેની વિગતો ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: ગાંધીનગર મનપામાં ભાજપનો દબદબો, 20માંથી 19 બેઠકો જીતી
આ પણ વાંચો: રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: ભાજપે રાજ્યસભા માટે જાહેર કર્યા 4 ઉમેદવારો, ચારેય બિનહરીફ જીતે તેવી શક્યતા
