Food Recipe: મોટાભાગના લોકોને છોલે-ભટૂરે ખાવાનું ઘણું જ પસંદ હોય છે. બજારના ખરાબ તેલમાં તળેલા ભટૂરા ખાવા કરતા ઘરે જ છોલે ભટૂરે (Homemade Bhatura Recipe) બનાવી શકો છો. છોલે તો મોટેભાગે સૌને બનાવતા આવડે જ છે પણ બજારમાં રેસ્ટૉરન્ટ કે ઢાબા સ્ટાઈલ ફૂલેલા ભટૂરા (Dhaba Style Bhatura) નથી બની શકતા. આ માટે ભટૂરેનો લોટ બાંધવો જ સૌથી મહત્વનું હોય છે. જો ભટૂરેનો લોટ સરસ રીતે બંધાયો હશે તો જ ભટૂરા સારા બનશે! આજે અહિં તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ ભટૂરા (Restaurant Style Bhatura) બનાવવાની રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ. કેટલીક ટિપ્સને ફૉલો કરવાથી તમારા ભટૂરા તદ્દન ફૂલેલા બનશે. તો ચાલો જાણીએ કે ભટૂરાનો લોટ શી રીતે બાંધવો?
મેંદાના લોટના ભટૂરા પણ હૅલ્ધી રીતે તમે બનાવી શકો છો. શિયાળા (Winter)માં ગરમાગરમ છોલે ભટુરે (Chhole Bhature) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. મેંદાના ભટુરા એકદમ ફૂલેલા અને સૉફ્ટ બને છે. તો ચાલો જાણીએ એને શી રીતે બનાવીશું?
છોલે ભટુરેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે! બાળકો હોય કે મોટા વડીલો…છોલે ભટુરેનો ટૅસ્ટ બધાને પ્રિય હોય જ છે! શિયાળામાં ગરમાગરમ છોલે ભટુરે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. પણ બધે જ મેંદાના ભટુરા જ મળે છે…તમે બહાર નીકળશો એટલે શેરીના નાકાથી માંડીને મોટા રેસ્ટોરન્ટ (Restaurant)માં તમને ભટુરેની ભરમાર જોવા મળશે! પરંતુ, ઘણાને તકલીફ એ વાતની હોય છે કે આ તમામ જગ્યાઓ પર મેંદામાંથી બનેલા ભટુરા મળે છે અને એ ગમે તેવા તેલમાં તળેલા હોવાની બીકથી લોકો એને ખાવાનું ટાળી દે છે.
લોકોને એ વાતની ચિંતા રહે છે કે આવી બહારની વાનગી વારંવાર ખાવાથી એમનું સ્વાસ્થ્ય બગડશે! પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી! જો તમે તેલના ચક્કરમાં ભટૂરા ખાવાનું ટાળતા હો તો ઘરે જ મેંદાના ભટુરા પણ હૅલ્ધી રીતે બનાવી શકો છો. મેંદાના ભટુરા એકદમ ફૂલેલા અને સૉફ્ટ બને છે. અહિં અમે તમારા માટે લઇને આવ્યા છીએ મેંદાના ભટુરા ((Homemade Bhatura Recipe) ની સ્વાસ્થ્યસભર રેસિપી…
ભટૂરાનો લોટ શી રીતે બાંધશો? (Homemade Bhatura Recipe)
ભટુરાનો લોટ બાંધવા (Bhatura Recipe) માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ મેંદો
2 ચમચી સોજી
4 મોટી ચમચી દહીં
1 નાની ચમચી ખાંડ
1/2 નાની ચમચી બેકિંગ પાવડર
1/2 નાની ચમચી મીઠું
2 મોટી ચમચી તેલ મોણ માટે
લોટ બાંધવા નવશેકું પાણી

બનાવવાની વિધિ
1. જો તમારે 2-3 લોકો માટે ભટૂરા બનાવવાના હોય તો 8-10 ભટૂરાનો લોટ બાંધવો જોઇએ. આ માટે એક મોટા વાસણમાં મેંદો તથા સોજી (Maida & Suji) મિક્સ કરી લો. એને ચાળી લેવું.
2. હવે એમાં બેકિંગ પાવડર (Baking Powder), ખાંડ અને મીઠું ઉમેરીને સારી રીતે હલાવી લો. લોટમાં 2 ચમચી તેલ અને દહીં પણ મિક્સ કરો.
3. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. લોટમાં આ બધું સારી રીતે ભળી જવું જોઇએ.
4. હવે નવશેકું પાણી લઇને થોડું-થોડું મિક્સ કરતા જઇને નરમ અને ઈલાસ્ટીસિટીયુક્ત લોટ બાંધવો. આ લોટ કઠણ નહિં પરંતુ નરમ બાંધવાનો રહેશે.
5. 10 મિનિટ રેસ્ટ આપીને એને 4-5 મિનિટ સુધી સારી રીતે હાથેથી મસળી લેવો અને એની ઉપર તેલ લગાવીને ઢાંકી દો.
6. આ લોટને કોઈ ગરમ જગ્યાએ લગભગ 2 કલાક માટે ઢાંકીને રાખવો જેથી એ સારી રીતે ફૂલી જાય.
7. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને એને એકદમ ઉકળે ત્યાં સુધી ગરમ થવા દો.
8. તૈયાર લોટમાંથી લુવા બનાવી લો અને હળવું વેલણ મારીને એને ગોળ કે લાંબા વણી લો. તમે તેલ લગાવી શકો છો.
9. ગરમ તેલમાં ભટૂરા સાચવીને નાખો અને કડછી વડે હળવેથી દબાવતા જઈને બંને તરફ તળી લો. ભટૂરા ફુગ્ગાની જેમ ફૂલી જશે. આ જ રીતે બધા જ ભટૂરા બનાવી લેવા.
તો તૈયાર છે તમારા છોલે સાથે ખાવા માટે સ્વાદિષ્ટ અને ફૂલેલા-ફૂલેલા ભટૂરા…જેને તમે છોલે, ડુંગળીના લચ્છા, લીંબુ અને ફુદીનાની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
આ પણ વાંચો: ઘરે બનાવો બજાર જેવું સ્પાઇસી ચિલી ઓઇલ…1 ચમચી ઉમેરતાં જ બાળકોના મનપસંદ મોમોઝનો સ્વાદ વધી જશે!
આ પણ વાંચો: નવરાત્રિ સ્પેશ્યલ ફરાળી અપ્પમ…સામા કે મોરૈયા વડે બનાવો અને લીલી તીખી ચટણી સાથે ખાઓ!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં શું બનાવવું એ સમજ ન પડે ત્યારે ટ્રાય કરો આ મિલેટ કટલેટ…હૅલ્ધી રેસિપી..!
