Ahmedabad News/ અમદાવાદ મેટ્રો: 10 સ્ટેશનો પર ₹100 સુધી પાર્કિંગ ચાર્જ

અમદાવાદમાં મેટ્રો (Ahmedabad Metro)મુસાફરો (Metro Passengers) માટે પાર્કિંગ હવે મોંઘું પડી શકે છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં મેટ્રો (Ahmedabad Metro)મુસાફરો (Metro Passengers) માટે પાર્કિંગ હવે મોંઘું પડી શકે છે.

Ahmedabad News : અમદાવાદમાં મેટ્રો (Ahmedabad Metro)મુસાફરો (Metro Passengers) માટે પાર્કિંગ હવે મોંઘું પડી શકે છે. શહેરના 10 મેટ્રો સ્ટેશનો નજીક પે એન્ડ પાર્કિંગની સુવિધા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોએ વાહન પાર્ક કરવા માટે ચાર્જ (Metro Parking Charges)ચૂકવવો પડશે. કેટલાક કિસ્સામાં પાર્કિંગનો ખર્ચ મેટ્રોની ટિકિટ કરતાં પણ વધુ થઈ શકે છે.

અમદાવાદના 10 મેટ્રો સ્ટેશનો પર પે એન્ડ પાર્કિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગ (AMC Parking)ની સુવિધા ઊભી કરવા માટે વિવિધ સ્થળોએ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી મફત પાર્કિંગની સુવિધા અંગે જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્લોટ્સ પર પે એન્ડ પાર્કિંગ (Pay and Park) શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.

નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ, એસ.પી. સ્ટેડિયમ અને રામોલ સહિતનાં સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સ્થળોએ વાહન પાર્ક કરવા માટે મુસાફરોએ નિર્ધારિત દર ચૂકવવો પડશે.

3,342 ટુ-વ્હીલર અને 200 કાર પાર્ક કરવાની ક્ષમતા

ફાળવાયેલા પાર્કિંગ પ્લોટ્સમાં કુલ 3,342 ટુ-વ્હીલર અને 200 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે તેવી ક્ષમતા હોવાનું જણાવાયું છે. આ પ્લોટ્સ કોન્ટ્રાક્ટરોને માસિક રૂ. 13,000થી રૂ. 50,000 સુધીના ભાડે સોંપવાની યોજના છે.

પાર્કિંગ માટે ટુ-વ્હીલર ચાલકો પાસેથી રૂ. 5થી રૂ. 50 અને ફોર-વ્હીલર ચાલકો પાસેથી રૂ. 15થી રૂ. 120 સુધીનો ચાર્જ વસૂલવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. જોકે, ચોક્કસ સ્ટેશન પર કેટલો ચાર્જ લાગશે તે સંબંધિત દરો પર આધારિત રહેશે.

વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના ખિસ્સા પર અસર

મેટ્રોનો ઉપયોગ કરતા અનેક વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો પોતાનાં વાહનો પાર્ક કરીને 8થી 10 કલાક સુધી મુસાફરી કે કામકાજ માટે બહાર રહેતા હોય છે. આવી સ્થિતિમાં લાંબા સમયના પાર્કિંગ માટે તેમણે રોજ વધારાનો ખર્ચ કરવો પડી શકે છે.

મેટ્રોનો ઉપયોગ વધારવા માટે સ્ટેશનો પર સુલભ પાર્કિંગ સુવિધા મહત્વપૂર્ણ છે. પરંતુ પાર્કિંગ માટે ચાર્જ વસૂલવાની વ્યવસ્થાથી નિયમિત મુસાફરોના માસિક ખર્ચમાં વધારો થઈ શકે છે. હવે પાર્કિંગના દર અને સુવિધા ક્યારે શરૂ થાય છે તેના પર મુસાફરોની નજર રહેશે.


આ પણ વાંચો: અમદાવાદમાં IPLની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન મોડે સુધી દોડાવવામાં આવશે

આ પણ વાંચો: દિવાળી દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો

આ પણ વાંચો: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર