Odisha News: ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક દુર્લભ તબીબી કિસ્સો સામે આવ્યો છે. 22 વર્ષીય મહિલાએ બ્રહ્મપુરની સરકારી એમકેસીજી મેડિકલ કોલેજ (MKCG Medical College) અને હોસ્પિટલમાં જોડિયા બાળકો (Odisha Conjoined Twins)ને જન્મ આપ્યો છે. બંને બાળકો છોકરા છે. તેમના બે માથાં અને બે ગરદન છે, પરંતુ ધડ એક જ છે. હૃદય અને લિવર જેવા મહત્ત્વપૂર્ણ અંગો પણ બંનેમાં સામાનાં છે. હાલ બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને નવજાત સઘન સારવાર વિભાગ (NICU)માં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
Odisha Conjoined Twins: શરીરની રચના અલગ, પરંતુ મહત્ત્વપૂર્ણ અંગો સામાનાં
હોસ્પિટલના બાળ સર્જરી વિભાગના વડા ડૉ. માનસ રંજન સાહુના જણાવ્યા મુજબ, બાળકોને બે માથાં અને બે ગરદન છે, જ્યારે ધડ એક જ છે. તેમની કરોડરજ્જુની હાડકાંની રચના બે અલગ ભાગમાં છે. બંનેનું જન્મ સમયે કુલ વજન 2.250 કિલોગ્રામ હતું. (Conjoined Twins Birth)
તબીબોના જણાવ્યા પ્રમાણે, બંને બાળકોનું હૃદય અને લિવર એક જ છે. તેમના હાથ-પગની એક-એક જોડી છે. આ ઉપરાંત, બંનેની મૂત્ર અને પ્રજનન તંત્ર સંબંધિત કેટલીક રચનાઓ પણ સામાનાં છે. શરીરની આ જટિલ રચનાને કારણે સારવારમાં અનેક પડકારો ઊભા થયા છે. (Rare Twins Case)

શ્વાસ લેવામાં મુશ્કેલી, સ્થિતિ ગંભીર
ડૉક્ટરોએ જણાવ્યું કે બંને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમની હાલની સ્થિતિ અને શરીરના મહત્ત્વપૂર્ણ અંગોની સંયુક્ત રચનાને ધ્યાનમાં રાખીને જીવિત રહેવાની શક્યતા અત્યંત ઓછી હોવાનું જણાવાયું છે. હાલમાં તબીબી ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.
હૃદય જેવા મહત્ત્વપૂર્ણ અંગો સામાનાં હોય તેવા કિસ્સામાં સારવારની રીત નક્કી કરવી વધુ જટિલ બને છે. તેથી બાળકોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાત તબીબોની દેખરેખ જરૂરી છે.
સારવાર માટે વિશેષ તબીબી ટીમની રચના
એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં અધિક્ષક ડૉ. સુદીપા દાસે જણાવ્યું કે બાળકોની સારવાર માટે ખાસ તબીબી ટીમ બનાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં આ પ્રકારનો કિસ્સો પહેલી વાર સામે આવ્યો હોવાની શક્યતા છે.
હાલ તબીબો બાળકોને શ્વાસ લેવામાં થતી મુશ્કેલી અને સામાનાં અંગો સાથે જોડાયેલી જટિલતાઓ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
શું હોય છે જોડિયા બાળકોની આ સ્થિતિ?
જોડિયા બાળકો ગર્ભાવસ્થા દરમિયાન એક જ નિષેચિત અંડાણુમાંથી વિકસતા હોય છે. જ્યારે બંને ભ્રૂણ સંપૂર્ણપણે અલગ થઈ શકતા નથી, ત્યારે શરીરના કેટલાક ભાગો જોડાયેલા રહી શકે છે. આ દુર્લભ સ્થિતિને તબીબી ભાષામાં ‘Conjoined Twins’ કહેવામાં આવે છે.
આવા બાળકોની સારવાર તેમની શારીરિક રચના અને કયા અંગો સામાનાં છે તેના પર આધાર રાખે છે. કેટલાક કિસ્સામાં સર્જરીથી તેમને અલગ કરવાનું શક્ય બની શકે છે, પરંતુ હૃદય જેવા મહત્ત્વપૂર્ણ અંગો સામાનાં હોય ત્યારે સારવાર વધુ જટિલ બની શકે છે.
આ પણ વાંચો: કેરળના આ ગામમાં અજીબ રહસ્ય, દરેક ઘરમાં જોડિયા બાળકો
આ પણ વાંચો: નાગાલેન્ડના પૂરમાં મોતને માત આપી હાથીણી જાયમોતી પહોંચી ગુજરાત, વંતારામાં થશે સારવાર
આ પણ વાંચો: 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહના ગર્ભપાતની હાઈકોર્ટની મંજૂરી, ગોધરા GMERSમાં થશે સારવાર
