Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયામાં ડૂબી જવાથી સગીરાનું મોત (Amreli Incident) નીપજ્યું છે. ગામ નજીકના દરિયાકિનારે ગયેલી સગીરાનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.
Amreli Incident: દરિયાકિનારે પગ લપસતાં દુર્ઘટના
મળતી માહિતી મુજબ, ખેરા ગામ (Khera Village)ની સેતુબહેન શિયાળ નામની સગીરા ગામ નજીક આવેલા દરિયાકિનારે ગઈ હતી. આ દરમિયાન અચાનક તેનો પગ લપસતાં તે દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતાં રાજુલાના તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદારની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન સગીરાનો મૃતદેહ પાણીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: કડીમાં તળાવમાં ડૂબી જતા 3 યુવાનોના મોત
આ પણ વાંચો: ગોરખપુરના સૂર્યકુંડ તળાવમાં 35 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત, વીડિયો વાયરલ
