Navratri 2026: નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાના કાત્યાયની સ્વરુપની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીની આરાધના અને કથા (Maa Katyayani Katha) પઠન કરવાથી ભક્તોને અર્થ, કામ, ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે (6th Day of Navratri) પૂજા દરમિયાન માતા કાત્યાયનીની આરતી અને મંત્રોનો જાપ કરવામાં આવે છે. આ ઉપરાંત માતા સાથે જોડાયેલી પૌરાણિક કથાનું પણ આ દિવસે અવશ્ય પઠન કરવું જોઇએ. આજે તમને મા કાત્યાયનીની કથાઓ વિશે અહિં જણાવવા જઇ રહ્યા છીએ…

માતા કાત્યાયનીની કથા (Maa Katyayani Katha)
દેવી ભાગવત પુરાણ અનુસાર, એક સમયે ‘કત’ નામના એક પ્રખ્યાત મહર્ષિ થઈ ગયા. એમના નામ પરથી એમના પુત્રનું નામ ‘કાત્ય’ પડ્યું. ત્યાર બાદ એક સમયે ઋષિ કાત્યના ગોત્રમાં ‘કાત્યાયન’ નામના પ્રસિદ્ધ મહર્ષિ થયા જેમણે પોતાના કઠોર તપ દ્વારા સમગ્ર સંસારની માયાને જાણી લીધી. મહર્ષિ કાત્યાયન દેવી દુર્ગા (Maa Durga)ના પરમ ભક્ત હતા અને એમની મનોકામનાથી માતાએ એમની પુત્રીના રુપે જન્મ ધારણ કર્યો.
મા દુર્ગાને પુત્રી સ્વરુપે પ્રાપ્ત કરવા માટે મહર્ષિ કાત્યાયને કેટલાય વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. કાત્યાયનના આ તપથી પ્રસન્ન થઈને દેવી દુર્ગાએ એમને દર્શન આપ્યા અને વચન પણ આપ્યું કે તે કાત્યાયનના ઘરે પુત્રીના સ્વરુપે જન્મ લેશે. આ પછી માતા દુર્ગાએ કાત્યાયનના ઘરમાં પુત્રીના સ્વરુપે જન્મ લીધો અને માતાનું નામ આથી કાત્યાયની પડ્યું.

આ એક કથા છે અને આવી જ એક અન્ય કથા (Maa Katyayani Katha) અનુસાર, ભૂલોકમાં મહિષાસુર (Mahishasur) નામનો અસુર થઈ ગયો. એણે પોતાના આતંકથી સૃષ્ટિમાં હાહાકાર મચાવી દીધો હતો. મહિષાસુરને એવું વરદાન પ્રાપ્ત હતું કે કોઈ પણ પુરુષ એને હરાવી શકશે નહિં કે નહિં મારી શકે! આ જ કારણે એણે કેવળ પૃથ્વી જ નહિં પરંતુ દેવલોક સુધી ભય ફેલાવ્યો હતો. એક સમયે એણે દેવલોક પર પણ પોતાનો કબ્જો જમાવી દીધો.
એવું માનવામાં આવે છે કે મહિષાસુરના આતંકને ખતમ કરવા માટે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે (Lord Brahma, Lord Vishnu, Lord Mahesh) પોતાના તેજથી એક શક્તિને ઉત્પન્ન કરી. એ દેવીની સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી અને આથી આ દેવીનું નામ કાત્યાયની પડ્યું. માતા કાત્યાયનીએ જ મહિષાસુરનો વધ કર્યો અને સૃષ્ટિની રક્ષા કરી.

વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી
ધાર્મિક માન્યતાનુસાર, વ્રજની ગોપીઓએ કરુણાવતાર શ્રી કૃષ્ણ (Shree Krishna)ને પોતાના પતિના રુપમાં પ્રાપ્ત કરવા માટે કાત્યાયનીની પૂજા કરી હતી. આ જ કારણ છે કે, આજે પણ માતા કાત્યાયનીને વ્રજમંડળ (Vraj Mandal)ની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?
આ પણ વાંચો:
આ પણ વાંચો: શાથી પડ્યું માતા પાર્વતીનું નામ સ્કંદમાતા? દેવતાઓના સંકટમોચક બન્યા ભગવાન કાર્તિકેય…કર્યો તારકાસુરનો વધ!
