Health Tips/ શું દરરોજ આમળા ખાવાથી સફેદ વાળ ફરીથી કાળા થઈ શકે છે? શું કહે છે ડૉક્ટર?

વિખ્યાત ડર્મેટોલોજીસ્ટનો મત જાણીશું…કે શું ખરેખર આમળા ખાવાથી વાળ કાળા થઈ શકે કે નહિં (Does Amla makes hair black)?

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Amla makes hair black...એ સત્ય છે કે મિથ્યા? જાણીએ તબીબ પાસેથી એના 3 Shocking facts..

Health Tips: એક પ્રશ્ન લાખો લોકોના મનમાં રહેતો હોય છે અને એ છે કે દરરોજ આમળા ખાવાથી શું સફેદ વાળ ફરીથી કાળા (Does Amla makes hair black) થઇ શકે છે ખરાં?

આમળાના સેવનને સ્વાસ્થ્ય ઉપરાંત વાળ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એમાં વિટામિન સી અને એન્ટિઑક્સિડન્ટ્સ (Vitamin C and Antioxidants) ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. જો કે, એક પ્રશ્ન લાખો લોકોના મનમાં રહેતો હોય છે અને એ છે કે દરરોજ આમળા ખાવાથી શું સફેદ વાળ (White Hair) ફરીથી કાળા થઇ શકે છે ખરાં? ઘણા વડીલોના કહેવા અનુસાર આમળા ખાવાથી વાળ કાળા થઈ જાય છે. પરંતુ શું સાચે જ એવું થાય છે ખરું? આ અંગે વિખ્યાત ડર્મેટોલોજીસ્ટ (Dermatologist)નો મત જાણીશું…કે શું ખરેખર આમળા ખાવાથી વાળ કાળા થઈ શકે કે નહિં (Does Amla makes hair black)?

વાળનો રંગ મેલેનિન નામના પિગમેન્ટ દ્વારા નિર્ધારિત
વાળનો રંગ મેલેનિન નામના પિગમેન્ટ દ્વારા નિર્ધારિત

વાળ સફેદ કેમ થાય છે?

ડૉક્ટરના મતે, વાળનો રંગ મેલેનિન નામના પિગમેન્ટ દ્વારા નિર્ધારિત થાય છે. એનું નિર્માણ વાળોના રોમમાં હાજર મેલાનોસાઇટ સેલ્સ કરતા હોય છે. ઉંમર વધવા સાથે આ સેલ્સની પ્રવૃત્તિ કમજોર બને છે જેથી વાળ સફેદ અથવા તો ભૂરા થવા લાગે છે. આ ઉપરાંત, ધુમ્રપાન, કેટલાક પોષક તત્વોની ઉણપ અને થાઇરોઈડ જેવી સમસ્યાઓને કારણે પણ વાળ સમય પહેલા જ સફેદ થઈ શકે છે.

આમળા ખાવાથી શું વાળને ફાયદો થાય છે? (Does Amla makes hair black)

આમળા વિટામિન સી અને એન્ટીઑક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. આને તમારા સંતુલિત આહારનો ભાગ બનાવીને સમગ્રતયા હૅલ્થ (Health) ને બહેતર બનાવી રાખવામાં મદદ મળે છે. જો કે, આમળામાં હાજર પોષક તત્વો અને વાળના કુદરતી રંગ ફરીથી મૂળ રુપમાં આવે આ બંને વચ્ચે કોઈ વૈજ્ઞાનિક સત્ય સ્થાપિત થયું નથી. આથી દરરોજ આમળા ખાવાથી સફેદ વાળ કાળા થાય એ કોઈ નિશ્ચિત ઉપાય છે એમ માનવું યોગ્ય નથી.

સફેદ થયેલા વાળનો કુદરતી રંગ પાછો લાવવાનું મુશ્કેલ
સફેદ થયેલા વાળનો કુદરતી રંગ પાછો લાવવાનું મુશ્કેલ

શું સફેદ વાળને ફરીથી કાળા કરી શકાય ખરા?

જો વાળનું સફેદ થવું એ વિટામિન B12 ની ઉણપ અથવા થાયરોઇડ (Vitamin B12 deficiency or Thyroid) જેવી સમસ્યા સાથે સંલગ્ન હોય તો એના કારણોનો ઈલાજ કરીને કેટલાક કિસ્સાઓમાં વાળનો રંગ સુધારી શકાય છે. જો કે ઉંમરને કારણે અથવા જીનેટિક (Aging or Genetic) કારણે સફેદ થયેલા વાળનો કુદરતી રંગ પાછો લાવવાનું મુશ્કેલ હોય છે. જો નાની ઉંમરમાં ઝડપથી વાળ સફેદ થઈ રહ્યાં હોય તો ડર્મેટોલૉજીસ્ટની સલાહ લેવી જોઇએ. તબીબ તમને જરુરિયાત અનુસાર તપાસ કરીને સલાહ આપી શકે છે અને કારણના આધાર પર ઉપચાર કરી શકે છે. સંતુલિત આહાર (Balanced Diet), પૂરતી ઊંઘ અને ધુમ્રપાન (Smoking)ની ટેવ છોડવાથી વાળને હૅલ્ધી રાખવામાં મદદ મળી શકે છે.


આ પણ વાંચો : ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? નાળિયેર તેલમાં મિક્સ કરો આ ૩ વસ્તુઓ, વાળ બનશે મજબૂત

આ પણ વાંચો : તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!

આ પણ વાંચો : શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…