Ahmedabad News/ શેરબજાર કૌભાંડમાં EDના દરોડા, ગુજરાત-મુંબઈમાં 29 સ્થળે તપાસ

Share Market Scam: શેરના ભાવમાં કથિત હેરાફેરીના મામલે EDએ અમદાવાદ, ગાંધીનગર સહિત છ શહેરોમાં 29 સ્થળે દરોડા પાડ્યા. એક લાખથી વધુ રોકાણકારોને નુકસાન થયાનો દાવો.

Top Stories Gandhinagar Mumbai News Ahmedabad Gujarat Surat
Share Market Scam: શેરબજાર કૌભાંડમાં EDના દરોડા, ગુજરાત-મુંબઈમાં 29 સ્થળે તપાસ

ED Raids Gujarat: શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી નાના રોકાણકારોને ફસાવવાના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સહિત છ શહેરોમાં 29 સ્થળે દરોડા (Share Market Scam) પાડ્યા છે. તપાસમાં આર એમ ડ્રિપ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ અને આર એન્ડ બી ડેનિમ લિમિટેડના શેરના વ્યવહારો કેન્દ્રમાં છે. તપાસ એજન્સીના દાવા મુજબ, વોટ્સએપ ગ્રૂપ મારફતે એક લાખથી વધુ નાના રોકાણકારોને શેર ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Share Market Scam: અમદાવાદ-ગાંધીનગર સહિત છ શહેરોમાં દરોડા

EDની ટીમોએ મુંબઈ (Mumbai ED Raid), નાશિક, અમદાવાદ (Ahmedabad ED Raid), ગાંધીનગર (Gandhinagar News), સુરત અને ભાવનગરમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કંપનીઓની કચેરીઓ, પ્રમોટરોના રહેઠાણો, બ્રોકિંગ અને નાણાકીય કંપનીઓની કચેરીઓ તેમજ વોટ્સએપ ગ્રૂપના સંચાલકો સાથે જોડાયેલા સ્થળોની તપાસ કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, શેરના વ્યવહારોના રેકોર્ડ અને મિલકત સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

વોટ્સએપ ગ્રૂપમાં શેર ખરીદવાની ટિપ્સ અપાતી હોવાનો દાવો

તપાસ મુજબ, એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન બંને કંપનીઓએ ચોક્કસ વ્યક્તિઓ અને સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટ જારી કર્યા હતા. ત્યારબાદ શેરના ભાવમાં વધારો નોંધાયો હતો.

ડિસેમ્બર 2025ના અંતથી ફેબ્રુઆરી 2026 સુધી વોટ્સએપ ગ્રૂપમાં આ શેરને મલ્ટીબેગર ગણાવીને દરરોજ ખરીદીની ટિપ્સ મોકલવામાં આવતી હોવાનો તપાસ એજન્સીનો દાવો છે. ગ્રૂપ ચલાવવા માટે અન્ય લોકોનાં નામે મેળવેલા સિમકાર્ડનો ઉપયોગ થયો હોવાની પણ તપાસમાં વિગતો સામે આવી છે.

ગ્રૂપ ડિલીટ થયા બાદ શેરના ભાવમાં મોટો ઘટાડો

તપાસમાં જણાવ્યા મુજબ, 20 ફેબ્રુઆરી 2026ના રોજ વોટ્સએપ ગ્રૂપ અચાનક ડિલીટ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બંને કંપનીના શેર લોઅર સર્કિટમાં આવ્યા હતા અને થોડા દિવસોમાં તેમનું મૂલ્ય આશરે 70 ટકા ઘટ્યું હોવાનો દાવો છે. ….આ ઘટનાને કારણે એક લાખથી વધુ નાના રોકાણકારોને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે…..

મની લોન્ડરિંગના એંગલથી તપાસ

ED મની લોન્ડરિંગ અટકાવવાના કાયદા હેઠળ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. કથિત કૌભાંડમાં કોની કેટલી ભૂમિકા હતી અને નાણાંનો પ્રવાહ ક્યાં સુધી પહોંચ્યો હતો તે અંગે તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની વધુ વિગતો સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: સુરતમાં નવરાત્રિના ફૂડ સ્ટોલ પર દરોડા, ગરબાના ડોમમાં ફાયર સેફ્ટીની તપાસ કોણ કરશે?

આ પણ વાંચો: અસલાલીમાં દારૂના કટિંગ પર દરોડા, ₹18.29 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા

આ પણ વાંચો: પાટડીમાં SMCના દરોડા બાદ PSI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ