india news/ કોલકાતામાં સુરક્ષા સઘન; આયોજકો સામે FIR દાખલ, 14 લોકોની અટકાયત

કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલ નાસભાગ (Kolkata Stampede)મામલે પોલીસે આયોજકો સામે FIR નોંધી 14 લોકોની અટકાયત કરી છે. સાથે જ 18 થી 20 ઓક્ટોબર સુધી પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરાયા છે.

Top Stories India
Kolkata Stampede: આયોજકો સામે FIR

India News:પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી ભયાનક નાસભાગની ઘટના (Kolkata Stampede)બાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દીધી છે. પોલીસ કમિશનર અજય નંદે (Ajay Nande)બોબાજાર વિસ્તારના કેટલાક સંવેદનશીલ ભાગોમાં 18 થી 20 ઓક્ટોબર સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો છે. આદેશ હેઠળ નિર્ધારિત વિસ્તારમાં 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર, લાકડીઓ કે જોખમી હથિયારો લઈને ફરવા પર તેમજ શાંતિ ભંગ કરે તેવી તમામ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Kolkata Stampede: પંડાલના આયોજકો સામે ગુનો દાખલ

ચોરબાગાન નાસભાગ (Chorbagan Stampede)ના આ ગંભીર મામલે પોલીસે પંડાલના મુખ્ય આયોજકો અને અન્ય સંબંધિત જવાબદાર લોકો સામે એફઆઈઆર (FIR) નોંધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105, 110 અને 3(5) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોને અટકાયતમાં લઈને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવાનો અર્થ તેનો ગુનો સાબિત થઈ ગયો એવો થતો નથી.

kolkaata

વરસાદ અને અફરાતફરી બન્યા નાસભાગનું મુખ્ય કારણ?

શનિવારે સાંજે ચોરબાગાનના દુર્ગા પૂજા પંડાલમાં અચાનક નાસભાગ મચી જવાને કારણે 19 નિર્દોષ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં અને 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 17 ઓક્ટોબરની સાંજે ભારે વરસાદ દરમિયાન પંડાલમાં આશરો લેવા માટે લોકો એકસાથે ઝડપથી અંદર જવા લાગ્યા હતા, જેના કારણે ભીડનું ભારે દબાણ વધ્યું અને લોકો નીચે પડવા લાગ્યા હતા.

આ ઉપરાંત, કેટલાક અધિકારીઓ દ્વારા ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવેલી મોટેથી જાહેરાતો અને સીટી વગાડવાની ઘટનાને પણ નાસભાગનાં સંભવિત કારણોમાં ગણવામાં આવી રહી છે. ભીડ વ્યવસ્થાપનમાં કોઈ ચૂક રહી ગઈ હતી કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:કોલકાતાના પ્રખ્યાત દુર્ગા પૂજા પંડાલબોડેલી નર્મદા કેનાલમાં ટાયરની ટ્યુબથી રેસ્ક્યૂ, તરવૈયાઓની સુરક્ષા સામે સવાલમાં સર્જાઈ મહાસંકટની સ્થિતિ; નાસભાગમાં 19 ના કરુણ મોત, અમિત શાહ અને સુવેન્દુ અધિકારી કરશે હોસ્પિટલની મુલાકાત

આ પણ વાંચો:કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલ ધરાશાય થતા 40 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, અનેકના મોતની આશંકા

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો ઝટકો; કોલકાતા અને હાવડા નગર નિગમ ચૂંટણી એકલા હાથે લડશે