Food Recipe: જો તમે દરરોજ એક જ પ્રકારની ચટણી ખાઈને બોર થઈ ગયા હો તો આ વખતે કશુંક નવું ટ્રાય કરી શકો છો. લીલા સફરજનની ચટણી (Green Apple Chutney) સ્વાદમાં ચટપટી હોવા ઉપરાંત બનાવવામાં પણ ઘણી જ સરળ છે.
સફરજન લાલ અને લીલા એમ બંને પ્રકારના માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. આ પૈકી લીલા સફરજનનો સ્વાદ ખાટો-મીઠો હોય છે અને એની ચટણી ભોજનના સ્વાદને બમણો કરી દે છે. જો તમે દરરોજ એક જ પ્રકારની ચટણી ખાઈને બોર થઈ ગયા હો તો આ વખતે કશુંક નવું ટ્રાય કરી શકો છો. લીલા સફરજનની ચટણી સ્વાદમાં ચટપટી હોવા ઉપરાંત બનાવવામાં પણ ઘણી જ સરળ છે. એને તમે પરોઠા, પકોડા, સમોસા અથવા તમારા મનપસંદ ફરસાણ (Snacks) સાથે સર્વ કરી શકો છો. તો ચાલો જાણીએ એને બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…જેથી તમે ઘરે બેઠા જ આ ચટણીનો આનંદ લઈ શકો!
શી રીતે બનાવશો લીલા સફરજનની ચટણી? (Green Apple Chutney Recipe)
લીલા સફરજનની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 લીલું સફરજન
2 મોટી ચમચી અનારદાણા
2 કપ તાજી લીલી કોથમીર
શેકીને વાટેલા જીરા પાવડર
સ્વાદાનુસાર સંચળ
સ્વાદાનુસાર મરી પાવડર
અડધો કપ આમલીનું પાણી
અડધો કપ ઠંડુ પાણી
બનાવવાની વિધિ
1. લીલા સફરજન અને કોથમીરની ચટણી બનાવવા માટે સૌપ્રથમ 1 લીલું સમારેલું સફરજન (Green Apple), અનારદાણા, તાજી લીલી કોથમીર, શેકીને વાટેલું જીરું, સ્વાદાનુસાર સંચળ, કાળા મરીનો પાવડર, ઠંડુ પાણી લઇને મિક્સર જારમાં વાટી લો.
2. હવે એને એક બાઉલમાં કાઢી લો અને એમાં અડધો કપ આમલીનું પાણી (Tamarind Water) મિક્સ કરો.
તો તૈયાર છે તમારી ચટપટી સફરજનની ચટણી….જેને તમે પરોઠા, પકોડા, સમોસા અથવા તમારા મનપસંદ ફરસાણ સાથે સર્વ કરી શકો છો.

લીલા સફરજનની ચટણી ખાવાના ફાયદા (Benefits of Green Apple Chutney)
1. લીલા સફરજનમાં હાજર ફાઈબર (Fiber) અને પેક્ટિન પાચન ક્રિયાને બહેતર બનાવે છે અને આંતરડાના સારા બેક્ટેરિયાની વૃદ્ધિ કરે છે.
2. ફાઈબરની સારી માત્રા હોવાને કારણે મળત્યાગની ક્રિયાને નિયમિત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત પ્રદાન કરે છે.
3. લાલ સફરજનની સરખામણીએ લીલા સફરજનમાં ઓછી ખાંડ અને વધુ ફાઈબર હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં સહાયક બને છે.
4. એમાં હાજર વિટામિન એ અને વિટામિન સી આંખોની રોશની અને ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે.
5. એના સેવનથી કોલેસ્ટ્રૉલ સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે જેથી હૃદયરોગ નું જોખમ (Heart Diseases Risk) ઓછું થાય છે.
આ પણ વાંચો: ફરસાણ સાથે ખાવા માટે આમલીની ખાટી-મીઠી ચટણી…સમોસા, કચોરી અને ચાટનું કરશે સ્વાદવર્ધન..!
આ પણ વાંચો: એક વાર ખાશો તો વારંવાર બનાવશો! જાણો સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી બનાવવાની સરળ વિધિ!
