Food Recipe: બાળકો રંગોથી સૌથી વધારે આકર્ષિત થાય છે. એમને રંગબેરંગી વસ્તુઓ ખાવાની ઘણી જ પસંદ હોય છે. આ સંજોગોમાં તમે કલરફુલ પરોઠા (Red and Green Paratha Recipe) બનાવી શકો છો.
નાસ્તા (Breakfast)માં પરોઠા ખાવાનું સૌ કોઇને મોટાભાગે પસંદ જ હોય છે. બાળકોને પણ ટિફિનમાં ઘણી વાર પરોઠા ભરી આપતા હોઈએ છીએ. પણ જો દરરોજ એક જ પ્રકારના પરોઠા બનાવીને બાળકોને ખવડાવશો તો એ બોર થઈ જશે! તો કશુંક નવીન ટ્રાય કરીએ. બાળકો (Kids) રંગોથી સૌથી વધારે આકર્ષિત થાય છે. એમને રંગબેરંગી વસ્તુઓ ખાવાની ઘણી જ પસંદ હોય છે. આ સંજોગોમાં તમે કલરફુલ પરોઠા બનાવી શકો છો.
રંગીન પરોઠામાં લાલ પરોઠા બીટરુટ અને લીલા પરોઠા પાલખ વડે તૈયાર કરી શકાય છે. તો ફટાફટ નોંધી લો લાલ અને લીલા પરોઠાની સરળ રેસિપી…
લાલ અને લીલા પરોઠાની રેસિપી (Red and Green Paratha Recipe)
બાળકો રંગોથી સૌથી વધારે આકર્ષિત થાય છે. એમને રંગબેરંગી વસ્તુઓ ખાવાની ઘણી જ પસંદ હોય છે. આ સંજોગોમાં તમે કલરફુલ પરોઠા બનાવી શકો છો.

લાલ પરોઠાની રેસિપી (Red Paratha Recipe)
આ પરોઠાને બીટરુટથી લાલ રંગ આપવામાં આવે છે. આ પરોઠા ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે. આ માટે 1 બીટરુટ (Beet Root)ને છોલીને છીણી લો. એને ઘઉંના લોટમાં મિક્સ કરો. એમાં સ્વાદાનુસાર મીઠું, અજમો, લાલ મરચું અને તમને જે પણ મસાલા પસંદ હોય એ ઉમેરી દો. હવે તમામ વસ્તુઓને મિક્સ કરીને 1 ચમચી ઘી ઉમેરીને નરમ લોટ બાંધી લો. આ લોટના ત્રિકોણ અથવા તો ગોળ શૅપના પરોઠા વણીને શેકી લો. પડવાળા પરોઠા બનાવશો તો વધારે સૉફટ લાગશે. આ પરોઠા ખાવામાં ઘણા જ ટેસ્ટી લાગે છે. એને તમે અથાણા સાથે ખાઇ શકો છો. સૌથી વિશેષ બાબત એ છે કે આ પરોઠા વણવામાં ફાટતા પણ નથી કે તૂટતા પણ નથી.

લીલા પરોઠાની રેસિપી (Green Paratha Recipe)
પરોઠાને લીલો રંગ આપવા માટે તમે પાલખ (Spinach)ના પાનનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત બથુઆ પણ એક સારો વિકલ્પ રહેશે. પાલખ અને બથુઆ બંને પરોઠાને લીલો રંગ આપે છે. આ માટે પાલખને મિક્સરમાં વાટી લેવી અને લોટમાં મિક્સ કરવી. જો બથુઆનો ઉપયોગ કરતા હો તો એને વરાળે બાફી લેવી અને ઠંડી કરીને પીસી લેવી. હવે લોટમાં મિક્સ કરીને જરુર મુજબ મીઠું, મરચું, લસણ વગેરે મિક્સ કરીને ઘી ઉમેરીને લોટ બાંધી લેવો. એને પણ મનપસંદ શૅપમાં પરોઠા બનાવીને શેકી લો. આ પરોઠા ઘણી જ સરળતાથી બની જાય છે અને આ બહાને બાળકોને પણ શાકભાજી (Vegetables)નું પોષણ મળી રહે છે.
બાળકોને ટિફીનમાં આ પરોઠા વારાફરતી આપશો તો એમને ખાવામાં સ્વાદ મળશે અને હૅલ્ધી ઈટિંગની ટેવ (Healthy Eating Habit) પણ પડશે. ગરમાગરમ પરોઠા વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ પરોઠાને ચા, અથાણુ, સૉસ અથવા માખણ સાથે ખાઈ શકાય છે.
આ પણ વાંચો: બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઑપ્શન છે સાબુદાણા પરોઠા…વ્રતમાં પણ કરી શકાય છે સેવન…નોંધી લો રેસિપી…
આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ એકદમ કરારા આલુ પરોઠા..! આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો..!
આ પણ વાંચો: મોરિંગાના પાનને સમારીને બનાવો પરોઠા…પાલખ-બથુઆથી અનેકગણા હૅલ્ધી…સરળ રેસિપી…
