Hair Care Tips/ વાળ લાલ થશે એના ડરથી મહેંદી નથી લગાવતા? આ રીતે કરો ઉપયોગ તો તમામ સફેદ વાળ મૂળથી કાળા થઈ જશે!

અહિં તમને મહેંદી લગાવવાની અને બનાવવાની ખાસ ટ્રિક (Hair Care Trick with Mehndi) દર્શાવવા જઇ રહ્યાં છીએ. આનાથી વાળને કુદરતી કાળો રંગ પાછો…

Trending Fashion & Beauty Lifestyle
Mehndi નો ઉપયોગ કરીને આ 3 ટિપ્સથી બનાવો વાળને Naturally black!આમળાનો powerful ઉપયોગ!

Hair Care Tips: વાળને કુદરતી રીતે કાળા બનાવવા હોય તો એના માટે બજારમાં મળતા હેર કલરથી બહેતર છે કે મહેંદી (Mehndi)નો ઉપયાગ કરો! મહેંદી વાળને લાંબો સમય સુધી કાળા બનાવીને રાખે છે જો કે, કેટલાક લોકો મહેંદીના લાલ રંગના કારણે સફેદ વાળમાં મહેંદી લગાવતા નથી હોતા. જો તમે પણ વાળ પર મહેંદીવાળો લાલ રંગ નથી ઈચ્છતા તો અહિં તમને મહેંદી લગાવવાની અને બનાવવાની ખાસ ટ્રિક (Hair Care Trick with Mehndi) દર્શાવવા જઇ રહ્યાં છીએ. આનાથી વાળને કુદરતી કાળો રંગ પાછો મળી શકે છે અને વાળ પણ અંદરથી મજબૂત બને છે. વાળને કાળા બનાવવા માટે મહેંદીને યોગ્ય રીતે પલાળવી જરુરી છે.

સફેદ વાળને કાળા બનાવવા માટે મહેંદીનો ઉપયોગ (Hair Care Trick with Mehndi)

વાળને કાળા બનાવવા માટે મહેંદી લગાવવી હોય તો સૌપ્રથમ 4-5 સૂકા આમળા (Dry Amla) લો, એને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો જેથી એ મુલાયમ થઇ જાય. આ આમળાને મિક્સરમાં ઉમેરીને પાણી સાથે વાટી લો. આમળાની સારી પેસ્ટ બનાવવાની રહેશે. જો તમે આ ન કરવા માગતા હો તો માર્કેટમાં આમળાનો તૈયાર પાવડર પણ મળે છે એને પલાળીને પેસ્ટ તૈયાર કરી શકો છો. આમળાની પેસ્ટને કોઈ લોખંડની કડાઈ કે બાઉલમાં રાખીને રાતભર એમ જ રહેવા દો.

લોખંડની કડાઈમાં આમળા પલાળીને મહેંદીમાં મિક્સ કરો
લોખંડની કડાઈમાં આમળા પલાળીને મહેંદીમાં મિક્સ કરો

લોખંડની કડાઈમાં આમળા પલાળીને મહેંદીમાં મિક્સ કરો

લોખંડ (Iron) સાથે આમળાનો રંગ કાળો થઈ જશે અને એનાથી વાળને શાઈન, મજબૂતી અને સારો કલર મળશે. આમળાથી સફેદ વાળ (White Hair)ને જડથી કાળા બનાવવામાં મદદ મળે છે. હવે આમળાની પેસ્ટમાં 1 લીંબુનો રસ (Lemon Juice) મિક્સ કરીને મહેંદી પાવડર (Mehndi Powder) ભેળવી લો. આમળાના પેસ્ટ અને મહેંદીની માત્રા સમાન રાખવી. આ તમામ વસ્તુઓને મિક્સ કરીને 1 કલાક સુધી ઢાંકીને રાખવી જેથી મહેંદી સારી રીતે સેટ થઈ જાય.

મહેંદી-આમળાના ઉપયોગથી વાળ કુદરતી કાળા થાય છે
મહેંદી-આમળાના ઉપયોગથી વાળ કુદરતી કાળા થાય છે

અઠવાડિયામાં બે વખત લગાવી શકો

હવે વાળને સારી રીતે ધોઈને કોરા કરીને વાળમાં સારી રીતે લગાવી દો. લગાવતા પહેલા એને સારી રીતે મિક્સ કરી લેવી. તમામ વાળને સારી રીતે કવર કરીને 3 કલાક સુધી રહેવા દેવી. સમય પૂર્ણ થયે નોર્મલ પાણીથી ધોઈ લેવું. આ રીતે તમે અઠવાડિયામાં બે વાર મહેંદી લગાવી શકો છો. આનાથી વાળને એકદમ કુદરતી કાળો રંગ (Natural Black Hair Colour)મળશે અને થોડા દિવસમાં તમારા તમામ વાળ કાળા દેખાશે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો : ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? નાળિયેર તેલમાં મિક્સ કરો આ ૩ વસ્તુઓ, વાળ બનશે મજબૂત

આ પણ વાંચો : તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!

આ પણ વાંચો : શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…