World News/ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કર પર હુમલો: 21 ભારતીય નાવિકો સુરક્ષિત

વેપારી જહાજો અને તેમાં કામ કરતા નાવિકો પર વારંવાર થતા હુમલાઓ (Hormuz Strait Attack)અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે

Top Stories World
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર વેપારી જહાજને નિશાન (Hormuz Strait Attack)બનાવવામાં આવ્યું છે.

World News : હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર વેપારી જહાજને નિશાન (Hormuz Strait Attack)બનાવવામાં આવ્યું છે. કુવૈતના ધ્વજ હેઠળ સંચાલિત ઓઈલ ટેન્કર M/T અલ દસમા પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો (Oil Tanker Attack) થતાં જહાજમાં આગ લાગી હતી. જહાજમાં 21 ભારતીય નાવિકો (Indian Sailors)સહિત અન્ય ક્રૂ મેમ્બરો પણ સવાર હતા. રાહતની વાત એ છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ ભારતીય નાવિકો સહિત ક્રૂ મેમ્બરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દરિયાઈ માર્ગો પર જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. ઓક્ટોબર મહિનામાં ભારતીય નાવિકો (Indian Sailors) સવાર હોય તેવા જહાજ પર હુમલાની આ પાંચમી ઘટના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અત્યાર સુધીની વિવિધ ઘટનાઓમાં 11 ભારતીય નાવિકો ઘાયલ થયા છે, જ્યારે બે ભારતીયો ગુમ હોવાનું જણાવાયું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકોવાળા જહાજ પર હુમલો

M/T અલ દસમા ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો (Hormuz Strait Attack)થયો હતો. હુમલા બાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી. જોકે, સમયસર કાર્યવાહી કરીને આગ બુઝાવી દેવામાં આવી હતી. જહાજમાં સવાર તમામ ભારતીય નાવિકો (Indian Sailors)અને અન્ય ક્રૂ મેમ્બરો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને અન્ય માલસામાનની હેરફેર થાય છે. અહીં વધતી અસ્થિરતાની સીધી અસર આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઊર્જા પુરવઠા પર પડી શકે છે.

ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ભારતની ચિંતા

વેપારી જહાજો અને તેમાં કામ કરતા નાવિકો પર વારંવાર થતા હુમલાઓ (Hormuz Strait Attack)અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું વલણ છે કે વેપારી જહાજોને નિશાન બનાવવું કાનૂની અને નૈતિક બંને રીતે અયોગ્ય છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર જહાજોની અવરજવર સુરક્ષિત અને અવરોધરહિત રહેવી જોઈએ.

વિદેશ મંત્રાલયે વેપારી જહાજો, નાવિકો અને સામાન્ય નાગરિકો ઉપયોગ કરતા માળખા પરના હુમલા તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. સરકાર ભારતીય નાવિકો સાથે જોડાયેલી ઘટનાઓ પર સતત નજર રાખી રહી છે અને જહાજોનું સંચાલન કરતી કંપનીઓ સાથે સંપર્કમાં છે, જેથી નાવિકોની સુરક્ષા અંગે જરૂરી પગલાં લઈ શકાય.

હોર્મુઝમાં દરિયાઈ બારૂદી સુરંગથી જહાજ ડૂબ્યું

હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધારતી બીજી ઘટના પણ સામે આવી છે. અહેવાલો અનુસાર, GFS પ્રાઇડ નામનું કન્ટેનર જહાજ દરિયાઈ બારૂદી સુરંગ સાથે અથડાયા બાદ ડૂબી ગયું હતું. અથડામણ પછી જહાજમાં આગ લાગી હતી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ 14 ઓક્ટોબરે આ ઘટનાની માહિતી આપી હતી.

એસોસિએટેડ પ્રેસ (AP) અને રોયટર્સના અહેવાલોમાં જહાજની ઘટના અંગે વિગતો આપવામાં આવી હતી. GFS પ્રાઇડ સિંગાપોરના ધ્વજ હેઠળ સંચાલિત હતું અને તેની માલવહન ક્ષમતા 2,824 કન્ટેનર સુધીની હતી. જહાજનું સંચાલન સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત કંપની દ્વારા કરવામાં આવતું હતું.

આ ઘટનાએ હોર્મુઝના દરિયાઈ માર્ગ પર જહાજોની અવરજવર અને તેમની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

યુદ્ધની અસરથી હોર્મુઝમાં જહાજોની અવરજવર ઘટી

28 ફેબ્રુઆરી 2026થી અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલાઓ બાદ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. આ સ્થિતિની અસર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં વેપારી જહાજો પર પણ પડી છે. ઈરાન દ્વારા આ માર્ગ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જ્યારે જહાજો પરના હુમલાઓને કારણે શિપિંગ કંપનીઓ પણ સાવચેતી રાખી રહી છે.

રોયટર્સના અહેવાલ મુજબ, 7 ઓક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર સાત માલવાહક જહાજો પસાર થયાં હતાં. જોકે, દરિયાઈ માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ નથી. કેટલાક જહાજો હજુ પણ આ માર્ગનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ તેમની સંખ્યા યુદ્ધ પહેલાંની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછી છે.

હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં સતત વધી રહેલા જોખમને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર, તેલ પરિવહન અને દરિયામાં કામ કરતા નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. ખાસ કરીને ભારતીય નાવિકો સાથે સંકળાયેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેમની સલામતી પર નજર રાખવી વધુ મહત્ત્વપૂર્ણ બની છે.


આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ટેન્કર પર ડ્રોન હુમલો: 2 નાવિક ગુમ, 9 સુરક્ષિત; ભારતે વ્યક્ત કરી ગંભીર ચિંતા

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં સુપરટેન્કર બે નૌસેનાની માઇન્સ સાથે અથડાયું, ઈરાનના દાવાથી ખળભળાટ