Dharm & Bhakti: ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ અહિં અગાઉથી જ વિરાજમાન છે. આ સંજોગોમાં આ બે ગ્રહોની યુતિ (Chandra-Mangal Yuti 2026) રચાશે.
ગ્રહોની યુતિથી કેટલાય પ્રકારના વિશેષ યોગોનું નિર્માણ થાય છે. જે પૈકી કેટલાક યોગ તો અત્યંત શુભ માનવામાં આવે છે જ્યારે કેટલાક અશુભ! પરંતુ 1 નવેમ્બરે (1 November 2026) અતિ શુભ યોગ કર્ક રાશિમાં નિર્મિત થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં આ દિવસે ચંદ્રમા (Moon) કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ (Mars) અહિં અગાઉથી જ વિરાજમાન છે. આ સંજોગોમાં આ બે ગ્રહોની યુતિ રચાશે. એનાથી બનતો યોગ 4 રાશિઓનું ભાગ્ય ચમકાવશે. તો ચાલો જાણીએ…આ કઈ-કઈ રાશિઓ છે?
ચંદ્ર-મંગળ યોગથી 4 રાશિઓને લાભ (Chandra-Mangal Yuti 2026)
આ યોગ 4 રાશિઓનું ભાગ્ય ચમકાવશે. તો ચાલો જાણીએ…આ કઈ-કઈ રાશિઓ છે?

મેષ રાશિ (Aries)-અચાનક ધનલાભના માર્ગ ખૂલશે
મેષ રાશિના જાતકોને કેરિયરમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન લાભના રસ્તા ખૂલશે. આ દરમિયાન, તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય સાચો સાબિત થશે. યાત્રાથી પણ સારા એવા લાભ પ્રાપ્ત કરવામાં તમે સફળ રહેશો. ભાગીદારીના બિઝનેસમાં સારો એવો લાભ મળવાના યોગ છે. મકાન અથવા વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે.

કર્ક રાશિ (Cancer)- તમારી આવકમાં વૃદ્ધિ થશે
ચંદ્ર-મંગળ યોગ કર્ક રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. આ યોગ તમને વિશેષ કરીને પ્રોપર્ટી અથવા વાહન સાથે સંલગ્ન બાબતોમાં સફળતા પ્રદાન કરશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત બનશે. નવા કામની શરુઆત કરશો. વિદેશ સંલગ્ન કાર્યોમાં સારો એવો લાભ મળવાના સંકેતો છે.

તુલા રાશિ (Libra)- બિઝનેસ કરનારાને બમ્પર લાભ
તમારી સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન અને વેતન વધારાના યોગ છે. બિઝનેસ કરનારાને પણ બમ્પર લાભની આશા છે. નવા કામની શરુઆત કરી શકો છો. કોઈ જૂના રોકાણથી સારો એવો લાભ પ્રાપ્ત થવાના યોગ રચાઈ રહ્યા છે. મનપસંદ નોકરી મળી શકે છે. વાહન સુખ મળવાના પણ શુભ યોગ બની રહ્યાં છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)-ધન પ્રાપ્તિના યોગ બનશે
આ રાશિના જાતકો માટે ચંદ્ર-મંગળ યોગ લાભકારક સિદ્ધ થશે. આવકમાં વૃદ્ધિ થશે. ધન પ્રાપ્તિના યોગ બનશે. કોઈ કાર્યમાં મોટી સફળતા મળી શકે છે. સેલરીમાં વૃદ્ધિના સંકેત છે. પૈતૃક સંપત્તિથી જબરદસ્ત સફળતા પ્રાપ્ત થવાની આશા છે. જમીન ખરીદવાની યોજના બની શકે છે. ઓફિસમાં બૉસ તમારા કામથી ખુશ રહેશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!
આ પણ વાંચો: 24 ઓક્ટોબરથી બુધ ચાલશે ઊલટી ચાલ…વૃષભ સહિત આ 3 રાશિઓની બદલાશે કિસ્મત…પ્રમોશન અને ધનલાભ!
