Kheda News: ખેડા( kheda)માં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સાબરમતી નદીમાં ચિત્રાસર ગામ નજીક કરાયેલા આકસ્મિક દરોડામાં રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
khedaમાં ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી
ખાણ-ખનિજ વિભાગની ટીમે સાબરમતી નદી વિસ્તારમાં ચિત્રાસર ગામ નજીક આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગેરકાયદે ખનન(illegal sand mining) અને વહન મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
દરોડા દરમિયાન એક એક્સેવેટર અને રેતી ભરેલા 8 ડમ્પર ઝડપાયાં હતાં. આમ કુલ 9 વાહનો ખાણ-ખનિજ વિભાગે અટકાયતમાં લીધાં છે. જપ્ત કરાયેલા તમામ વાહનો ખેડા પોલીસ સ્ટેશનના કેમ્પમાં રાખવામાં આવ્યાં છે. આ વાહનો સાથે કુલ રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું જણાવાયું છે. ગેરકાયદે ખનન અને વહન મામલે ખાણ-ખનિજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરકાયદે રેતી ખનન સામે તંત્રનો સંદેશ
આ કાર્યવાહીથી ખનન માફિયા સામે કાર્યવાહી (action against sand mafia) કરવામાં આવી રહી હોવાનો અને તંત્રના કડક વલણનો સંદેશ ગયો છે.
ગેરકાયદે રેતી ખનન (illegal sand mining) સામેની આ કામગીરીમાં એક્સેવેટર જપ્ત (excavator seized) અને ડમ્પર ઝડપાયાં (dumpers seized) જેવી કાર્યવાહી થઈ છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર : ખનન માફિયા, કૌભાંડીઓ અને લાંચિયા અધિકારીઓનું એપીસેન્ટર
આ પણ વાંચો: ભરૂચમાં ખનન માફિયા સામે તંત્રની લાલ આંખ: રૂ.2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં
