Ahmedabad News/ શાળા અને કોર્ટને બોમ્બની ધમકીના મેઇલ પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન સામે આવ્યું

અમદાવાદ બ્લાસ્ટ ધમકી કેસ (mail)માં સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસ, બાંગ્લાદેશી અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું.

Gujarat Top Stories Ahmedabad Breaking News
mail

Ahmedabad News: અમદાવાદ ઈ-મેઈલ(email) દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામા કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્ત્વની વિગતો સામે આવી છે. અગાઉ શહેરની શાળાઓ, કોર્ટ અને મહત્ત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મોકલાયા હતા. ટેક્નિકલ તપાસમાં આ પ્રકરણ પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરનું કાવતરું હોવાનું પોલીસને જણાયું છે.

ઈ-મેઈલ(email) દ્વારા બ્લાસ્ટ ધમકી કેસમાં પાકિસ્તાન કનેક્શન

પોલીસ સૂત્રો મુજબ, ધમકીના મેઇલ મોકલતું આ નેટવર્ક સીધું પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાના પુરાવા સાયબર ક્રાઇમના હાથ લાગ્યા છે. આ પાકિસ્તાન કનેક્શન (Pakistan connection) અંગે તપાસ આગળ વધી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તહેવારો કે મોટા કાર્યક્રમો પહેલાં નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના હેતુથી આ મેઇલ મોકલાતા હતા.

હેક કરેલા ઈમેલ આઈડી અને ક્રિપ્ટો વ્યવહારો

મેઇલ મોકલવા માટે બાંગ્લાદેશી નાગરિકો (Bangladeshi nationals) દ્વારા હેક કરાયેલા અને જૂના ઈમેલ આઈડી ખરીદવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઈમેલ આઈડી પાકિસ્તાનમાં બેઠેલા હેકર્સ કે ઓપરેટરોને વેચવામાં આવતા હતા.

ટેક્નિકલ એનાલિસિસમાં ખુલ્યું છે કે આ સોદા માટે પાકિસ્તાનથી ક્રિપ્ટો કરન્સીથી ચુકવણી (crypto currency payment) કરવામાં આવતી હતી.

અમદાવાદ બ્લાસ્ટ ધમકી કેસમાં આગળની તપાસ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ સાયબર રેકેટના મૂળ સુધી પહોંચવા કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંકલન કરી વધુ તપાસ શરૂ કરી છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ક્રિપ્ટો વૉલેટ ટ્રેસિંગના આધારે નેટવર્કના અન્ય સહયોગીઓ અને સ્થાનિક સ્તરે મદદ કરનારાઓની ભાળ મેળવાઈ રહી છે.

આ કાર્યવાહીથી સાયબર ફ્રોડ અને દહેશત ફેલાવતા તત્વોમાં ખળભળાટ મચ્યો હોવાનું જણાવાયું છે. આ મામલે પાકિસ્તાન સાથેના જોડાણની તપાસ ચાલુ છે.


આ પણ વાંચો:અમદાવાદની વિવિધ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર રેની જોશિલ્ડાને 3 કેસમાં જામીન, અન્ય કેસમાં કાર્યવાહી બાકી હોવાથી જેલમાં રહેવું પડશે
આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી,જાણો ફોન કરનારે શું કહ્યું
આ પણ વાંચો:ગાંધીધામના શખ્સે મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપતા ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ