Business News/ નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના પ્રતિનિધિમંડળનો વિદેશ પ્રવાસ પૂર્ણ, પ્રવાસથી રોજગારીની નવી તકોનું નિર્માણ

હર્ષ સંઘવી(Harsh Sanghavi)ના જાપાન અને દક્ષિણ કોરિયા પ્રવાસમાં ઉદ્યોગ જગત સાથે બેઠકો

Breaking News Business
Harsh Sanghavi

Business News:  હર્ષ સંઘવી(Harsh Sanghavi)નો જાપાન દક્ષિણ કોરિયા પ્રવાસ હવે સંપન્ન થયો છે. રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ અને ઉદ્યોગોને વેગ આપવાના હેતુથી નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ બંને દેશોની મુલાકાતે ગયું હતું. ત્યાં ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક કંપનીઓ સાથે એક પછી એક બેઠકો થઈ.

સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓટોમોબાઇલ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં આગામી સમયમાં રોકાણ આવવાની સંભાવના આ બેઠકોથી વધુ મજબૂત બની હોવાનું જણાવાયું છે.

હર્ષ સંઘવી (Harsh Sanghavi)નો જાપાન દક્ષિણ કોરિયા પ્રવાસ

નાયબ મુખ્યમંત્રીના આ જાપાનના પ્રવાસમાં કુલ 50થી વધુ બેઠકો અને 4 મહત્વની મુલાકાતો થઈ હતી. તેમાંથી 34 નામાંકિત જાપાની કંપનીઓ સાથે અલગ અલગ વન-ટુ-વન બેઠકો (one-to-one meetings) યોજાઈ હતી.

ટોક્યોમાં પ્રતિનિધિમંડળ હોન્ડાની ટીમને મળ્યું હતું. ત્યાં એવી જાહેરાત થઈ કે ગુજરાતમાં હોન્ડાના વિસ્તરણ પ્લાન (Honda expansion plan) હેઠળ 2027ના અંત સુધીમાં 4,000 નવી રોજગારી (4,000 new jobs)નું સર્જન થશે.

પ્રતિનિધિમંડળે ઇતોચુ કોર્પોરેશન, નિપ્પોન સ્ટીલ, સુઝુકી મોટર અને ટોક્યો ઇલેક્ટ્રોનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત શિઝુઓકા અને ઇવાતે પ્રિફેક્ચર સાથે ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ બાબતે પણ સંમતિ સધાઈ હોવાનું કહેવાય છે.

કોરિયામાં ભાગીદારી

જાપાન બાદ પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. જ્યાં 16 જેટલી વૈશ્વિક કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠકો થઈ હતી. તેમાં LS ઇલેક્ટ્રિક, કોલોન ઇન્ડસ્ટ્રીઝ, લોટ્ટે વેલફૂડ, યંગવન કોર્પોરેશન, કોસમેક્સ અને સિઓલ વાયોસિસનો સમાવેશ થાય છે.

આ ચર્ચાઓથી ગુજરાતમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ગતિ મળશે તેમ જણાવાયું છે. દક્ષિણ કોરિયાના ટેક્સટાઇલ હબ દાગુ અને KTDIની મુલાકાત લઈ ટેકનોલોજીની આપ-લે પર ભાર મુકાયો હતો.


આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે જાપાનના પ્રવાસે 

આ પણ વાંચો: બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો; 43.11 લાખ રૂ.ના હીરા રિકવર, વેપારીએ નાયબ મુખ્યમંત્રીનો માન્ય આભાર

આ પણ વાંચો: વડોદરામાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ સંપન્ન