Gujarat News: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામેની કાર્યવાહી અંતર્ગત રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ (Operation Gangajal Gujarat) વધુ બે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે. બોટાદ જિલ્લાના રાણપુરના તાલુકા વિકાસ અધિકારી (TDO) એચ.એફ. ભુવાત્રા અને ભાવનગર જિલ્લાના શિહોરના TDO એમ.બી. રાવને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પંચાયત વિભાગના આ બે અધિકારીઓ સામેની કાર્યવાહીથી સરકારી તંત્રમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.
Operation Gangajal Gujarat: શિહોરના TDO સામે તપાસ ચાલુ રહેશે
મળતી માહિતી મુજબ, શિહોરના તાલુકા વિકાસ અધિકારી એમ.બી. રાવ સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં તેમની સામેની તપાસ ચાલુ રાખવામાં (TDO Compulsory Retirement) આવશે. આ મામલે તપાસમાં આગળ શું વિગતો સામે આવે છે તેના પર નજર રહેશે.
ગઈકાલે પણ બે અધિકારીઓ સામે પગલાં લેવાયાં
ઓપરેશન ગંગાજળ હેઠળ અધિકારીઓ સામે કાર્યવાહીનો સિલસિલો સતત (Government Officers Action) ચાલુ છે. ગઈકાલે પણ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા. હવે વધુ બે TDO સામે કાર્યવાહી થતાં સરકારી વહીવટી તંત્રમાં આ અભિયાનને લઈને ચર્ચા તેજ બની છે.
અત્યાર સુધીમાં અંદાજે 89 અધિકારીઓ સામે કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, ઓપરેશન ગંગાજળ હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 89 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં શિસ્ત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાના હેતુથી આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું જણાવવામાં આવે છે.
આ પણ વાંચો: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 અધિકારી ફરજિયાત નિવૃત્ત, IPS જગદીશ પટેલને નોટિસ
આ પણ વાંચો: ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’! પૂર્વ IAS કે. રાજેશ સામે કડક કાર્યવાહી
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.માં ‘ઓપરેશન ગંગાજળ’ શરૂ: 50-55 વર્ષની ઉંમરના કામચોર કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ
