Vastu Tips/ ધનતેરસથી દિવાળી સુધી આ 5 વાસ્તુ ઉપાય કરો…વધશે પૈસા…વધશે સમૃદ્ધિ!

ધનતેરસથી દિવાળીના પંચદિવસીય પર્વની શરુઆત થાય છે. ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. Diwali 2026 Vastu Tips વિશે…

Trending festival Religious
Diwali 2026 Vastu Tips...આ પંચદિવસીય Auspicious પર્વ પર 5 Amazing ઉપાયો!

Vastu Tips: દિવાળીના દિવસો દરમિયાન તમે ઈચ્છતા હો કે ઘરનું વાતાવરણ સકારાત્મક અને ખુશહાલ રહે તો આ વાસ્તુ ટિપ્સ (Diwali 2026 Vastu Tips)ને અપનાવી શકો છો.

દિવાળીનો તહેવાર (Diwali 2026) આનંદ, ઉલ્લાસ, રોશની અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે. આ અવસર પર ઘરના લોકો સાફ સફાઈ કરે છે અને ઘરને સજાવે છે. દિવાળીના પર્વ પર દીવા, ફૂલ અને રંગોળીથી ઘરની સજાવટ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિપાવલી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા (Mata Lakshmi-Ganesh Puja)કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘનતેરસથી માંડીને ભાઈ બીજ સુધીના 5 દિવસો દરમિયાન અમુક બાબતોની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ વર્ષે દિવાળી 8 નવેમ્બર 2026 (8 November 2026)ના રોજ રવિવારે મનાવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના આગમન પૂર્વે ધનતેરસ, કાળી ચૌદસ તથા અન્ય તહેવારોની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે. જો આ દિવસો દરમિયાન તમે ઈચ્છતા હો કે ઘરનું વાતાવરણ સકારાત્મક અને ખુશહાલ રહે તો આ વાસ્તુ ટિપ્સ (Diwali 2026 Vastu Tips)ને અપનાવી શકો છો.

દિવાળીના તહેવાર માટેની વાસ્તુ ટિપ્સ (Diwali 2026 Vastu Tips)

ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા
ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા

ધનતેરસે આ વાસ્તુ નિયમોનું રાખો ધ્યાન (Dhanteras 2026)

ધનતેરસથી દિવાળીના પંચદિવસીય પર્વની શરુઆત થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ (Diwali 2026 Vastu Tips) અનુસાર, ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ રાખવું અને એને ફૂલોથી કે તોરણથી સજાવવું શુભ માનવામાં આવે છે.

આ ઉપરાંત, ધનતેરસે સોના-ચાંદીના આભૂષણો, વાસણ કે અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. ખરીદી બાદ સામાનને સ્વચ્છ સ્થાને મૂકવો. ઘરમાં રાખેલી તિજોરી અને ધન મૂકવાના સ્થાનને પણ વ્યવસ્થિત કરવુંય એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય છે.

કાળી ચૌદસે ઘરના ખૂણાઓની સફાઈ કરો (Kali Chaudash 2026)

કાળી ચૌદસ કે જેને નાની દિવાળી કે નરક ચતુર્દશી પણ કહેવાય છે એ પર્વ પર ઘરની સફાઈનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઘરના ખૂણા, બારીઓ અને દરવાજાની આસપાસ જામેલી ધૂળ-માટી દૂર કરવી. વાસ્તુ માન્યતાઓ અનુસાર, ઘરના ઉત્તર-પૂર્વ ખૂણા અર્થાત્ ઇશાન કોણને સાફ અને વ્યવસ્થિત કરવો.

સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવવો. મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાનું પણ શુભ માનવામાં આવે છે. એવો પ્રયાસ કરો કે ઘરમાં બિનજરુરી સામાન અને કબાડ જમા ન હોય! આ તહેવાર દરમિયાન ઘર સ્વચ્છ અને સુંદર દેખાવું જોઇએ.

દિવાળીએ ક્યાં કરશો માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા? (Diwali 2026)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા સ્થળ હોવું શુભ માનવામાં આવે છે. જો કે, પૂજાની વ્યવસ્થા કરતી વખતે ઘરમાં ઉપલબ્ધ જગ્યા અને કૌટુંબિક પરંપરાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાંજે પૂજા કર્યા બાદ મુખ્ય દ્વાર, બારીઓ અને બાલ્કનીમાં દીવા પ્રગટાવવા અને ઘરને પ્રકાશમાન કરવું.

દિવાળીએ માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે. પૂજા સ્થળને સારી રીતે સાફ કરવું અને ત્યાં દેવી-દેવતાઓની પ્રતિમાઓ કે તસવીર સ્થાપિત કરીને દીવો, ફૂલ, મીઠાઈ અને અન્ય પૂજન સામગ્રી તૈયાર રાખવી અને પૂજા કરવી.

જે તિજોરીમાં ધન રાખતા હો એને વ્યવસ્થિત રાખવી. આ દિવસે ઘર તદ્દન સાફ હોવું જોઇએ અને પર્યાપ્ત રોશનીનું પણ ધ્યાન રાખવું તહેવારની તૈયારીઓને ઓર બહેતર બનાવી શકે છે.

Besatu Varsh 2026-ભગવાન કૃષ્ણ અને ગોવર્ધનની પૂજા કરવાની અન્નકૂટ પરંપરા
Besatu Varsh 2026-ભગવાન કૃષ્ણ અને ગોવર્ધનની પૂજા કરવાની અન્નકૂટ પરંપરા

ગોવર્ધન પૂજા પર રસોઈ અને અનાજનું ધ્યાન રાખવું (Bestu Varsh 2026)

દિવાળી પછી બેસતા વર્ષે ગોવર્ધન પૂજા મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને ગોવર્ધનની પૂજા કરવાની પરંપરા છે. ઘણા ઘરોમાં અન્નકૂટ તૈયાર કરીને ભગવાનને ભોગ અર્થાત્ પ્રસાદ ધરાવવામાં આવે છે.

વાસ્તુ સંલગ્ન માન્યાતાનુસાર, આ દિવસે રસોડાને સ્વચ્છ રાખવું અનાજ અને ખાદ્ય સામગ્રીને વ્યવસ્થિત રાખવી. ભોજન તૈયાર કરતી વખતે સ્વચ્છતાનું અવશ્ય ધ્યાન રાખવું. ઘરમાં તુલસી કે અન્ય છોડ હોય તો એમની પણ સંભાળ લેવી.

ભાઈ બીજ પર ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું (Bhai Beej 2026)

ભાઈ બીજ પણ દિવાળીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ દિવસે બહેન પોતાના ભાઈઓને આમંત્રિત કરીને એમને તિલક લગાવીને એમના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. પરિવારના લોકો એક સાથે સમય વિતાવે છે અને ખુશીઓ વહેંચે છે.

વાસ્તુ માન્યતાઓ (Diwali 2026 Vastu Tips) અનુસાર, ઘરને સ્વચ્છ રાખવું અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમાળ વાતાવરણ જાળવી રાખવાનું મહત્વપૂર્ણ છે. આ દિવસે ઘરની સજાવટ વ્યવસ્થિત રાખવી અને પૂજા સ્થળને સ્વચ્છ રાખવું. ભાઈ-બહેનના સંબંધમાં પ્રેમ, સન્માન અને વિશ્વાસ જાળવવો એ જ આ તહેવારનો મુખ્ય સંદેશ છે.

Bhai Beej 2026-બહેન પોતાના ભાઈને તિલક કરે છે
Bhai Beej 2026-બહેન પોતાના ભાઈને તિલક કરે છે

દિવાળી દરમિયાન આટલી બાબતનું રાખો ધ્યાન

દિવાળી દરમિયાન ઘરની સજાવટ કરતી વખતે કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. ઘરમાંથી તૂટેલો-ફૂટેલો અને નકામો સામાન દૂર કરી દેવો. પૂજા સ્થળને સ્વચ્છ રાખવું અને દીવા એવા સ્થળે પ્રગટાવવા જ્યાં આગ લાગવાનું જોખમ ન હોય. ઈલેક્ટ્રીક ઝાલરો અને સાજસજ્જાની લાઈટોને ચેક કરીને લગાવવી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો : ઘરની બારીઓને શું તમે હંમેશાં બંધ રાખો છો? વાસ્તુ અનુસાર વધી શકે છે સમસ્યાઓ…આજે જ બદલો આદત!

આ પણ વાંચો : ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને ભૂલથીયે ન ચડાવવા આ ફૂલો…કયા પુષ્પો વર્જીત માનવામાં આવે છે? જાણો વાસ્તુ નિયમ…

આ પણ વાંચો : ધનતેરસ 2026 ના ઘરની આ દિશામાં હંમેશાં ભરીને રાખો પાણીનો ગ્લાસ…મોજ કરાવશે ધન્વંતરી!