Health Tips: ડાયેરિયા (Diarrhea) શરીરમાં દૂષિત પાણી કે ભોજન દ્વારા બેક્ટેરિયા પહોંચવાના કારણે થાય છે. આ ઉપરાંત ઘણી વાર કોઈ આહારથી એલર્જી અર્થાત્ લેક્ટોઝ ઇન્ટોલરન્સ (Lactose Intolerance)ના કારણે પણ ઝાડા થઈ શકે છે અને ડાયેરિયાની સ્થિતિ થઈ શકે છે.
કેટલાક લોકોને પાચનતંત્રના વિકાર જેમ કે ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (IBS) અથવા તો ઇન્ફલેમેટરી બાઉલ ડિસીઝ (IBD) અને એન્ટીબાયોટિક દવાઓના કારણે પણ આંતરડાના સારા બેક્ટેરિયા પ્રભાવિત થવાના કારણે ઝાડા અને ડાયેરિયા થઈ શકે છે. આ દરમિયાન રિકવર થવા માટે સૌથી વધુ જરુરી છે તમે દવાઓ સાથે તમારા આહાર (Diarrhea Food)નું પણ ધ્યાન રાખો.

ડાયેરિયાની સ્થિતિમાં હળવો ખોરાક ખાવો જોઈએ જે સરળતાથી પચી જાય કારણ કે પાચન નબળું થઈ જાય છે. આ ઉપરાંત આ ફૂડ્ઝમાં ફાઈબર (Fiber) હોવું જોઇએ જેથી એ ગટ હૅલ્થ (Gut Health)ને પણ સપોર્ટ કરે…એક્સપર્ટ દ્વારા ડાયેરિયા દરમિયાન તમારા પેટ માટેના બેસ્ટ ફૂડ્સ દર્શાવવામાં આવેલા છે. તો ચાલો આ વિશે જાણીએ વિસ્તૃતપણે…
ડાયેરિયામાં ખવાય એવા 5 ફૂડ (Foods to be taken in Diarrhea)
1. કેળું (Banana)
તબીબ વિશેષજ્ઞના મતે કેળું એ પ્રથમ ફૂડ છે જેમાં સોલ્યુબલ ફાઈબર હોય છે અને વિશેષ કરીને એમાં પેક્ટિન હોય છે જે લૂઝ સ્ટૂલને બલ્ક આપવામાં હૅલ્પ કરે છે. આ ઉપરાંત એમાં પોટેશિયમ પણ હોય છે.
2. સાદા ભાત (Simple Rice)
ઝાડા થઈ ગયા હોય તો સાદા ભાત ખાવા પણ યોગ્ય રહેશે. એમાં ફાઈબર ઓછું હોય છે પરંતુ એ સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય છે. આ જ કારણે એ ડિસ્ટર્બ્ડ પેટ માટે લોટ કરતા વધુ યોગ્ય છે.
3. દહીં (Curd)
જો તમને ડાયેરિયા હોય તો તમારે દહીંનું સેવન કરવું જોઇએ. એ પ્રોબાયોટિક (સારા બેક્ટેરિયાનો સોર્સ) છે. જો તમને ડેરી પ્રોડક્ટ થી પ્રોબ્લેમ થતો હોય તો તમે એને અવોઈડ કરો. સાદું ઘરનું દહીં ગટ હૅલ્થને સપોર્ટ કરે છે. પણ ધ્યાન રાખવું કે દહીંમાં ખાંડ ન નાખવી અને માર્કેટમાંથી આર્ટિફિશિયલ સ્વીટનર વાળું દહીં પણ લાવીને ન ખાવું જોઇએ.

4. નારિયેળ પાણી (Coconut Water)
ચોથી વસ્તુ જે નિષ્ણાત સૂચવે છે તે છે કોકોનટ વોટર…આ શરીરમાં હાઈડ્રેશન ઉચિત માત્રામાં જાળવી રાખે છે. આ ઉપરાંત, એમાં પોટેશિયમ પણ હોય છે જે ડાયેરિયા દરમિયાન શરીરમાંથી ઓછા થયેલા પાણીના સ્તરને ફરીથી ઉચિત સ્તરે લાવવામાં મદદ કરે છે. પરંતુ જો ઘણો જ ગંભીર ડાયેરિયા હોય તો આને ઓઆરએસનો વિકલ્પ ન સમજવું.
5. મગદાળની ખીચડી (Moong dal Khichdi)
પાંચમું ફૂડ છે મુલાયમ મગની ખીચડી…મગદાળ અને ચોખાની બનેલી આ ખીચડી કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન બંનેની આપૂર્તિ કરે છે. આ ઉપરાંત એ પાચનમાં ઘણી જ હળવી રહે છે. આ કારણે ગટ હૅલ્થ માટે અનુકૂળ છે.
આ વસ્તુઓને ગ્રહણ કરવાથી બચવું
જો ઝાડા થઈ ગયા હોય કો ઈલેક્ટ્રોલાઈટ અને ફાઈબરથી ભરપૂર હળવી વસ્તુઓ તમને રિકવરીમાં મદદરુપ થાય છે જ્યારે કેટલાક આહાર તમારે અવગણવા જોઈએ. જ્યાં સુધી ડાયેરિયાના તમામ લક્ષણો ઠીક ન થાય ત્યાં સુધી તળેલું અને મસાલેદાર આહાર ખાવાનું ટાળવું જોઈએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આખા દિવસમાં તમે કેટલું ફાઇબર લો છો? એની યોગ્ય માત્રા, પાચનથી બ્લડ શુગર સુધીની ઘણી સમસ્યાઓથી મેળવો રાહત!
