Food Recipe: હળવી ગુલાબી ઠંડી શરુ થઈ રહી છે. આ વાતાવરણમાં લોકોનું મન કંઇક ગળ્યું ખાવા ઈચ્છતું જ હોય છે. વળી આવી ઋતુમાં દાણેદાર અને મસ્ત મહેક વાળો મગ દાળનો હલવો (Moong Dal Halwa Recipe) કોને પસંદ ન પડે!
તહેવારોની સિઝન (Festival Season) શરુ થઈ ચૂકી છે અને આ સાથે જ મોસમે પણ પોતાનું રુપ બદલ્યું છે. હળવી ગુલાબી ઠંડી શરુ થઈ રહી છે. આ વાતાવરણમાં લોકોનું મન કંઇક ગળ્યું ખાવા ઈચ્છતું જ હોય છે. વળી આવી ઋતુમાં દાણેદાર અને મસ્ત મહેક વાળો મગ દાળનો હલવો (Moong Dal Halwa Recipe) કોને પસંદ ન પડે! હલવાનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે…મોટે ભાગે લોકો મગદાળનો હલવો બજારમાંથી ખરીદીને લાવીને ખાય છે પરંતુ હવે બજારમાંથી ખરીદવાની જરુર નહિં પડે! તમે ઘરે પણ સરળતાથી મગદાળનો હલવો તૈયાર કરી શકો છો. આ માટે અહિં તમને દર્શાવવા જઈ રહ્યાં છીએ દાણેદાર અને મોંમાં ઓગળી જાય એવા મગ દાળનો હલવાની રેસિપી (Mag Dal no Halwo)!
શી રીતે બનાવશો મગ દાળનો હલવો? (Moong Dal Halwa Recipe)
મગ દાળનો હલવો (Mag Dal Halwa Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ધોયેલી મગની દાળ
1 કપ દેશી ઘી
1 કપ ખાંડ
અડધો કપ માવો
2 થી 2.5 કપ દૂધ અથવા પાણી
1 નાની ચમચી ઈલાયચી પાવડર
કાજુ, બદામ અને પિસ્તા (બારીક સમારેલા)
10-12 કેસરના તાંતણા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મગની ફોતરા વિનાની દાળ (Yellow mag Dal)ને સારી રીતે 2-3 વાર ધોઈને 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળી દેવી. ત્યાર બાદ દાળનું બધું જ પાણી કાઢી દેવું.
2. હવે પલાળેલી દાળને પાણી ઉમેર્યા વિના મિક્સરમાં ઉમેરીને અધકચરું વાટી લો. ધ્યાન રાખવું કે પેસ્ટ ઝીણી ન હોવી જોઈએ પણ ટેક્સ્ચર કકરું હોવું જોઈએ જેથી હલવો બજાર જેવો દાણેદાર બને.
3. ત્યાર બાદ એક ભારે તળિયાવાળી કડાઈ લો અને એમાં અડધો કપ ઘી (Desi Ghee)ગરમ કરી લો. એમાં વાટેલી મગની દાળને ઉમેરીને મધ્યમથી ધીમા તાપે સતત હલાવતા રહીને દાળને શેકી લો.
4. શરુઆતમાં દાળ કડાઈ સાથે ચોંટશે પણ જેમ-જેમ શેકાશે એમ એમ એ ઘી છોડવા લાગશે અને એનો રંગ સોનેરી થતો જશે. આ સમગ્ર પ્રક્રિયામાં 25 થી 30 મિનિટ લાગી શકે છે.
5. એક અન્ય વાસણમાં દૂધ અથવા પાણીને ઉકાળી લેવું. એમાં ખાંડ અને કેસરના તાંતણા મિક્સ કરી લેવા અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
6. હવે દાળ સારી રીતે શેકાઇ જાય અને સરસ મહેક આવવા લાગે ત્યારે એમાં ગરમ દૂધ-ખાંડનું મિશ્રણ થોડું થોડું કરીને ઉમેરતા જવું.
7. સતત હલાવતા રહેવું જેથી એમાં લમ્પ્સ ન પડે…જ્યારે દાળ બધું જ દૂધ અને ચાસણી શોષી દે ત્યારે એમાં માવો અને વધેલું ઘી ઉમેરી દેવું.
8. જ્યાં સુધી એ કડાઈ ન છોડે અને ઘી કિનારીથી દૂર થઈ જાય તથા સરસ સુગંધ આવે ત્યાં સુધી હલવાને પકાવવો.
9. અંતે ઈલાયચી પાવડર અને બારીક સમારેલા સૂકા મેવા (Dry Fruits) ઉમેરી દેવા અને સારી રીતે હલાવી લેવું.
તો તૈયાર છે તમારો સરસ સુગંધીદાર મગ દાળનો હલવો (Moong Dal Halwa)…જેને બાઉલમાં લઈને ડ્રાય ફ્રુટની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો.
આ પણ વાંચો: ચૂરમાના લાડુ બનાવવાની સરળ રીત…ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ નરમ…મજાની રેસિપી!
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
