Skin Health/ ફટકડી અને લીમડાના પાન મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી શું થાય? જાણો ફાયદા અને વપરાશની યોગ્ય રીત…

શું તમે આ બંનેને એકસાથે ક્યારેય ઉપયોગ કર્યો છે ખરો? સ્કિન કેરમાં ફટકડી અને લીમડાના પાન (Alum-Neem)નો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે…

Trending Fashion & Beauty Health & Fitness Lifestyle
Alum-Neem નો Effective ઉપયોગ સ્કિન કેર માટે કરી જુઓ...15 મિનિટમાં પરિણામ જોવા મળશે!

Skin Health: સ્કિન કેરમાં ફટકડી અને લીમડાના પાન (Alum-Neem)નો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. ફટકડીમાં એસ્ટ્રિંજન્ટ (Astringent) ગુણો હોય છે. જ્યારે લીમડામાં એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી (Antimicrobial and anti-inflammatory) ગુણ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે આ બંનેને એકસાથે ક્યારેય ઉપયોગ કર્યો છે ખરો? એનો ઉપયોગ એક સાથે શી રીતે કરી શકાય અને એના ફાયદા શા છે એ વિશે જાણીશું. આ ઉપરાંત એને લગાવવાની યોગ્ય પદ્ધતિ વિશે પણ જાણીશું…

Benefits of Alum-Neem for Skin Health
Benefits of Alum-Neem for Skin Health

ફટકડી અને લીમડાના પાનને સ્કિન પર લગાવવાના ફાયદા (Benefits of Alum-Neem for Skin Health)

જો તમારા ચહેરા પર ડાઘ (Dark Spots) અને એક્નેની સમસ્યા હોય તો એને કંટ્રોલ કરવામાં લીમડો અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એમાં એન્ટીમાઇક્રોબિયલ અને સોજા ઓછા કરવાના ગુણો હોય છે. વળી ફટકડીને એન્ટીસેપ્ટિક ગુણ ઈન્ફેક્શનને અટકાવે છે. જો તમારે તમારી સ્કિનને ટાઇટ કરવી હોય તો એમાં પટકડી અત્યંત ફાયદાકારક હોય છે. એમાં એક કુદરતી એસ્ટ્રિંજન્ટ હોય છે જે ખુલ્લા પોર્સને સંકોચે છે અને સ્કિનને ટાઇટ (Skin Tightening) બનાવી રાખે છે.

How to use Neem-Alum
How to use Neem-Alum

શી રીતે કરશો ઉપયોગ? 

સૌપ્રથમ લીમડાના પાનની સાથે એક ખીરા કાકડીનો ટુકડો લઇને બંનેને સારી રીતે છીણી લો. ત્યાર બાદ એનો એક કૉટનના કપડા વડે જ્યુસ કાઢી લેવો. હવે એક ખલમાં આ જ્યુસ લેવો અને એની ઉપર ફટકડીને ઘસવી. જ્યારે ફટકડી એમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે એને એત બોટલમાં લઇ લેવી અને સ્કિનના ડાઘાવાળી જગ્યાઓ પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ ચહેરાને સાદા અથવા નવશેકા પાણીથી ધોઈ લેવો.

કોણે રાખવી સાવધાની?

સંવેદનશીલ ત્વચા, એક્ઝિમા કે એલર્જી (Sensitive Skin, Eczema, Allergy)ની સમસ્યાવાળા લોકોએ વિશેષ સાવધાની રાખવી. જો ચહેરા પર સતત ખીલ, પીડાજનક ગૂમડાં કે ડાઘા થતા હોય તો પછી ઘરગથ્થુ નુસખા પર નિર્ભર રહેવાના બદલે ત્વચા વિશેષજ્ઞની સલાહ લેવી. આ ઉપરાંત, સ્કિનને હૅલ્ધી અને ગ્લોઈંગ બનાવવા માટે તમે વિટામિન સીનું સેવન કરવું જોઈએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ખીલના કારણે ચહેરાની હાલત ખરાબ થઈ ગઈ છે? તો ઘરે જ બનાવો આ એક્ને ફ્રી ફેસ પેક…

આ પણ વાંચો: સ્કિન કેરમાં દહીં કેમ ફાયદાકારક છે? એક્સપર્ટ પાસેથી જાણો ત્વચા માટે એના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય વિધિ…

આ પણ વાંચો: જો તમે ડ્રાય સ્કીનને એક્સ્ફોલિયેટ કરવા માંગો છો, તો દાદીમાના આ ઘરેલું ઉપચાર અજમાવો