Bhai Beej 2026/ ભાઈ બીજ…10 કે 11 નવેમ્બરે? જાણો સાચી તારીખ અને તિલક કરવાનું શુભ મુહૂર્ત!

ભાઈ બીજ (Bhai Beej 2026) એ દિવાળીના પંચ દિવસીય તહેવારનો આખરી દિન ગણાય છે આ દિવસે દિવાળીના પંચોત્સવનું સમાપન ગણાય છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Bhai Beej 2026 નું Auspicious મુહૂર્ત તથા પૂજા વિધિ અંગે જાણો!

Bhai Beej 2026: ભાઈ બીજનું પાવન પર્વ કાર્તિક શુક્લ પક્ષની દ્વિતિયા તિથિએ મનાવવામાં આવે છે. એના ઘણા અન્ય નામો વિભિન્ન ભાષાઓમાં છે….ભાઈ દૂજ, ભાઈ દ્વિતિયા, ભાઉ બીજ, ભ્રાતૃ દ્વિતિયા વગેરે… તો ચાલો જાણીએ આ વર્ષે આ તહેવાર (Bhai Beej 2026) ક્યારે મનાવવામાં આવશે?

ભાઈ બીજ (Bhai Beej) એ દિવાળી (Diwali 2026)ના પંચ દિવસીય તહેવારનો આખરી દિન ગણાય છે આ દિવસે દિવાળીના પંચોત્સવનું સમાપન ગણાય છે. આમ જોઇએ તો છેક દેવ દિવાળી (Dev Diwali) સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. ઘણા લોકો દેવદિવાળી સુધી દીવા (Lamp) મૂકે છે, સૌ એક બીજાના ઘરે જાય છે અને આનંદ કરે છે. પરંતુ, રક્ષાબંધન (Rakshabandhan)ની જેમ જ ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક ગણાય છે.

હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે ભાઈ બીજ જેનાથી પંચ દિવસીય દિવાળી પર્વનું સમાપન થાય છે. સંસારમાં એક જ સંબંધ એવો છે જે એક સ્ત્રી અને એક પુરુષને એવા પાવન સંબંધથી જોડે છે જેની કોઇ તુલના જ ન થઇ શકે! કાર્તિક માસના શુક્લ પક્ષની બીજના દિવસે આ સંબંધ ઓર દ્રઢ થાય છે જ્યારે ભાઈ બીજ (Bhai Beej 2026) મનાવવામાં આવે છે.

Bhai Beej 2026 -ભાઈ બહેન યમુના નદીમાં સ્નાન કરે છે
Bhai Beej 2026 -ભાઈ બહેન યમુના નદીમાં સ્નાન કરે છે

આ દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક કરે છે અને એમની લાંબી ઉંમર માટે કામના કરે છે. ભાઈ આ શુભેચ્છાને વળતી ભેટ-સોગાદ આપીને હંમેશા રક્ષા કરવાનું વચન આપે છે. આ પર્વ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્વ ધરાવે છે અને ખાસ કરીને યમુના નદીમાં જે ભાઈ-બહેનો સ્નાન કરે છે એમના તમામ પાપ નષ્ટ થઈ જાય છે એવી માન્યતા છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે ભાઈ બીજનું પર્વ ક્યારે છે અને પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે?

ભાઈ બીજ 2026 તિથિ અને મુહૂર્ત (Bhai Beej 2026 Mahurat)

ભાઈ બીજનું પાવન પર્વ 11 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત બપોરે 1 વાગીને 10 મિનિટથી શરુ થઈને 3 વાગીને 20 મિનિટ સુધીનું રહેશે. જ્યારે દ્વિતિયા તિથિ 10 નવેમ્બર 2026ના 02:00 PMથી 11 નવેમ્બર 03:53 PM સુધી રહેશે.

ભાઈ બીજ પૂજા સામગ્રીની યાદી

ભાઈ બીજ માટે તમને આટલી પૂજન સામગ્રીની જરુર પડશે. પૂજાની થાળી, દીવો, અક્ષત, ફળ, ફૂલ, મીઠાઈ, દેશી ઘી, ગોળ અથવા મીઠાઈ અને જળ…

Bhai Beej 2026 -ભાઈ બહેનને ઉપહાર આપે છે
Bhai Beej 2026 -ભાઈ બહેનને ઉપહાર આપે છે

ભાઈ બીજની પૂજા વિધિ (Bhai Beej Puja Vidhi)

1. ભાઈ બીજના દિવસે સવારે વહેલા ઉઠીને તેલ-ઉબટનથી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો.

2. ઘરના મંદિરમાં તમામ દેવોની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવી.

3. ત્યાર બાદ બહેનોએ ભાઈને તિલક કરવા માટે એક થાળી તૈયાર કરવી જેમાં હળદર, કુમકુમ, અક્ષત, દીવો વગેરે વસ્તુઓ મૂકવી.

4. આ થાળીને ભગવાનના ચરણોમાં રાખવી.

5. ભાઈને એક બાજોઠ પર બેસાડવો અને ભાઈએ પોતાના મસ્તક પર એક રુમાલ અથવા કોઈ સાફ કપડું મૂકીને માથું ઢાંકવું.

6. બહેન ભાઈને હળદર, કુમકુમ અને અક્ષતથી તિલક કરવું. ત્યાર બાદ ભાઈના હાથમાં નાડાછડી બાંધવી.

7. ત્યાર બાદ ભાઈની આરતી ઉતારવી અને પછી ભાઈનું મોં મીઠું કરાવવું.

8. આ દિવસે ભાઈ-બહેને સાથે બેસીને ભોજન અવશ્ય કરવું.

9. જો બહેનના લગ્ન થઈ ગયેલા હોય તો ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભાઈ બીજ મનાવવી જોઇએ.


આ પણ વાંચો: ભાઈ બીજના દિવસે આ ભૂલો કરવાનું ટાળો, ભાઈ-બહેનના સંબંધ બનશે મજબૂત

આ પણ વાંચો: ભાઈ બીજ ઉજવણીનું મહાત્મ્ય અને કથા શું છે? વાંચો…યમ દેવ ઈચ્છાપૂર્તિ કરશે..!

આ પણ વાંચો: ભાઈ બીજ પૂજાના નિયમો જાણી લો, કેમ બહેનને વરદાન આપવામાં આવ્યું છે