World News/ મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતને રાહત: હોર્મુઝમાં ભારતીય જહાજો માટે પ્રતિબંધોમાં છૂટ

ઈરાને ભારત, ચીન, ઈરાક અને કતારનાં જહાજોને હોર્મુઝ સ્ટ્રેટના પરિવહન પ્રતિબંધોમાંથી મુક્તિ આપ્યાનું જણાવ્યું. જાણો ભારતના તેલ (Iran India ships) અને ગેસ પુરવઠા માટે આ નિર્ણય કેમ મહત્ત્વનો છે.

Top Stories World Breaking News
Iran India ships: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજોને ઈરાનની રાહત

World News: મધ્ય પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર (Iran India ships) સામે આવ્યા છે. ઈરાને ભારત સહિત ચાર દેશોનાં વેપારી જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી (Strait of Hormuz restrictions) મુક્તિ આપી છે. ભારત ઉપરાંત ચીન, ઈરાક અને કતારનાં જહાજોને પણ આ છૂટ આપવામાં આવી છે. ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મુકદ્દમે આ અંગે માહિતી આપી હતી.

Iran India ships: ભારતને દવાઓની આયાત માટે અપાઈ છૂટ

ઈરાની સાંસદ અમીર હયાત મુકદ્દમના જણાવ્યા અનુસાર, ચારેય દેશોને અલગ-અલગ હિતોને ધ્યાનમાં રાખીને આ રાહત આપવામાં આવી છે. ભારતના જહાજોને પસાર થવાની મંજૂરી આપવાનો હેતુ ઈરાનમાં જરૂરી દવાઓની આયાત સરળ બનાવવાનો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને યુદ્ધની સ્થિતિને કારણે ઈરાનને કેટલીક આવશ્યક દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ઈરાન માટે દવાઓનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

ચીનના જહાજોને રાહત આપવા પાછળ બેઇજિંગનો રાજદ્વારી અને રાજકીય સહયોગ મેળવવાની ગણતરી હોવાનું મુકદ્દમે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ભારત અને ચીનનાં જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલે છે, જ્યારે કતારનાં જહાજોને કોઈ ચાર્જ વિના પસાર થવાની મંજૂરી આપવામાં (Indian ships Iran exemption) આવે છે. ઈરાકી જહાજો પાસેથી ફી લેવામાં આવે છે કે નહીં તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નહોતી.

ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ કેમ મહત્વપૂર્ણ?

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાં તેનો સમાવેશ થાય છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ, LPG અને LNGના પરિવહન માટે આ માર્ગ મહત્ત્વનો છે.

અહેવાલ મુજબ, ભારત પોતાની કુલ ક્રૂડ ઓઈલ (India crude oil imports) જરૂરિયાતના લગભગ 90 ટકા આયાત કરે છે, જેમાંથી હાલમાં આશરે 30 ટકા આયાત હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. અગાઉ આ માર્ગ પર ભારતની ક્રૂડ ઓઈલ આયાતની નિર્ભરતા લગભગ 70 ટકા હતી. જોકે, રશિયા, અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા સહિતના દેશોમાંથી ખરીદી વધારતાં તેમાં ઘટાડો થયો છે.

બીજી તરફ, ભારતની લગભગ 90 ટકા LPG આયાત આ જ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. કતાર અને UAEમાંથી આવતો અડધાથી વધુ LNG પુરવઠો પણ હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર છે. તેથી ઈરાનની આ જાહેરાતથી ભારતીય જહાજોની અવરજવર અને ઊર્જા પુરવઠા માટે રાહત મળવાની આશા છે.

પ્રતિબંધો વચ્ચે પણ દરિયાઈ માર્ગ પર જોખમ યથાવત્

ઈરાની સાંસદે જહાજોને મુક્ત પસાર થવાની છૂટ અંગે નિવેદન આપ્યું છે, પરંતુ આ જાહેરાતનો અર્થ હોર્મુઝ સ્ટ્રેટ પરના તમામ પ્રતિબંધો અને સુરક્ષા જોખમો સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે એવો નથી. મધ્ય પૂર્વમાં તણાવ (Iran US conflict) અને દરિયાઈ જહાજોની સુરક્ષાને લઈને ચિંતાઓ હજુ યથાવત્ છે. આથી ભારતીય જહાજોની અવરજવર અને ઊર્જા પુરવઠા પર આ નિર્ણયની વાસ્તવિક અસર આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ઓમાન નજીક હોર્મુઝમાં વ્યાપારી જહાજ પર અસ્ત્ર હુમલો, 11 ભારતીય નાવિકો ઘાયલ

આ પણ વાંચો: હોર્મુઝમાં 7 ટેન્કરો પર હુમલો! મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા

આ પણ વાંચો: ઈરાન યુરેનિયમ વિદેશ મોકલશે? હોર્મુઝ જળમાર્ગ ખોલવાની તૈયારી, ટ્રમ્પ બોલ્યા-અમને ઉતાવળ નથી